- Advertisement -

અંકલેશ્વર ખાતે પાંચમી સપ્‍ટેમ્‍બર શિક્ષક દિનની શાનદાર ઉજવણી

ભરૂચ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ઉત્‍કૃષ્ટ કામગીરી કરવા બદલ જિલ્લા-તાલુકાકક્ષાએ શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે પસંદ થયેલા ચાર શિક્ષકોને સન્‍માનિત કરાયા

ભરૂચ : (ગુરૂવાર) : પ્રખર તત્‍વચિંતક, વિધ્‍વાન અને શિક્ષણશાસ્ત્રી ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્‍ણનની યાદમાં યોજાતા પાંચમી સપ્‍ટેમ્‍બર શિક્ષકદિનના શુભ અવસરે જિલ્લા વહિવટીતંત્ર – ભરૂચના ધ્‍વારા ભરૂચ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ઉત્‍કૃષ્ટ કામગીરી કરવા બદલ જિલ્લા-તાલુકાકક્ષાએ શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે પસંદ થયેલા ચાર શિક્ષકોનું ‘‘શ્રેષ્‍ઠ શિક્ષકના એવોર્ડ” થી સન્‍માનિત કરવાનો સમારોહ સહકાર, રમત ગમત યુવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ(સ્વતંત્ર હવાલો), વાહનવ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષપણા હેઠળ અંકલેશ્વરના મા શારદાભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે જિલ્લાના ચાર શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રશસ્તિપત્ર, રોકડ ઈનામ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા કલેક્‍ટરશ્રી ડૉ. એમ.ડી.મોડિયા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રીમતી સુરભીબેન તમાકુવાલા, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવનિત મહેતા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે.પી.પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

5th September, Teacher's Day Celebrated At Ankleshwar 02

- Advertisement -

- Advertisement -

474

Get real time updates directly on you device, subscribe now.

અંકલેશ્વર ખાતે પાંચમી સપ્‍ટેમ્‍બર શિક્ષક દિનની શાનદાર ઉજવણી

ભરૂચઃ(ગુરૂવાર):- પ્રખર તત્‍વચિંતક, વિધ્‍વાન અને શિક્ષણશાસ્ત્રી ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્‍ણનની યાદમાં યોજાતા પાંચમી સપ્‍ટેમ્‍બર શિક્ષકદિનના શુભ અવસરે જિલ્લા વહિવટીતંત્ર – ભરૂચના ધ્‍વારા ભરૂચ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ઉત્‍કૃષ્ટ કામગીરી કરવા બદલ જિલ્લા-તાલુકાકક્ષાએ શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે પસંદ થયેલા ચાર શિક્ષકોનું ‘‘શ્રેષ્‍ઠ શિક્ષકના એવોર્ડ” થી સન્‍માનિત કરવાનો સમારોહ સહકાર, રમત ગમત યુવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ(સ્વતંત્ર હવાલો), વાહનવ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષપણા હેઠળ અંકલેશ્વરના મા શારદાભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે જિલ્લાના ચાર શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રશસ્તિપત્ર, રોકડ ઈનામ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા કલેક્‍ટરશ્રી ડૉ. એમ.ડી.મોડિયા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રીમતી સુરભીબેન તમાકુવાલા, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવનિત મહેતા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે.પી.પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

  • ભરૂચ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ઉત્‍કૃષ્ટ કામગીરી કરવા બદલ જિલ્લા-તાલુકાકક્ષાએ શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે પસંદ થયેલા ચાર શિક્ષકોને સન્‍માનિત કરાયા
  • શિક્ષક એ માત્ર વર્ગખંડમાં ભણાવવાનું કાર્ય કરનાર વ્‍યક્‍તિ જ નહી સમાજનું ઘડતર, સદગુણનું સિંચન અને ભાવિ પેઢીના સર્વાંગી વ્‍યક્‍તિત્‍વના વિકાસનો સર્જનકર્તા છે. – : મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ

સમારંભનું દિપ પ્રાગટય બાદ અધ્‍યક્ષસ્‍થાનેથી સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, કોઇ પણ રાજ્‍ય કે રાષ્‍ટ્રની પ્રગતિનું માપદંડ શિક્ષણ છે, શિક્ષણ જ સર્વાંગી વિકાસ માટેનો મુખ્‍ય પાયો છે. બાળક શરૂઆતની ઉંમરમાં જે શિક્ષણ મેળવે છે તેની અસર તેના સમગ્ર જીવનકાળ દરમિયાન રહે છે તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, શિક્ષક એ માત્ર વર્ગખંડમાં ભણાવવાનું કાર્ય કરનાર વ્‍યક્તિ જ નહી સમાજનું ઘડતર, સદગુણનું સિંચન અને ભાવિ પેઢીના સર્વાંગી વ્‍યક્‍તિત્‍વના વિકાસનો સર્જનકર્તા છે.

5th September, Teacher's Day Celebrated At Ankleshwar 03
5th September, Teacher’s Day Celebrated At Ankleshwar 03

તત્‍કાલિન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શિક્ષણની જ્‍યોત જલતી રાખવા શાળા પ્રવેશોત્‍સવ, કન્‍યા કેળવણી અને ગુણોત્‍સવ જેવા અભૂતપૂર્વ કાર્યક્રમો યોજતા જેને કારણે અનેક સારા પરિણામો હાંસલ કરી શક્‍યા છે, તેમ જણાવી મંત્રીશ્રીએ શિક્ષણની ગુણવત્તા અને વ્‍યાપ વધારવાના રાજ્‍ય સરકારના પ્રયાસોની વિગતે માહિતી આપી હતી.

મંત્રીશ્રીએ પોતાના પ્રેરણાદાયી ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે, શિક્ષક દિને ઉપસ્‍થિત શિક્ષકો ઉત્તમ શિક્ષક બનવાનો સંકલ્‍પ લઇ રાજ્‍યના યુવા ઘડવૈયાઓને ગુણવત્તાસભર શિક્ષણ પુરૂ પાડી સમાજ ઘડતરના કાર્યમાં શિક્ષકો નોંધપાત્ર યોગદાન આપે તેવી અપેક્ષા સેવી હતી. તેમણે શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.

Related Posts
1 of 481

સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડૉ. રાધાકૃષ્ણન સર્વપલ્લીનો જન્મ દિવસ અને તેમની યાદમાં પાંચમી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે ડૉ. રાધાકૃષ્ણન સર્વપલ્લીના જીવનમાંથી રાષ્ટ્ર ઘડતરની પ્રેરણા લેવાનું જણાવી કહ્યું હતુ કે, સમાજ જીવનમાં શ્રેષ્ઠ સ્થાન જો કોઈનું હોય તો તે શિક્ષકનું છે. વ્યક્તિના ઘડતરમાં શિક્ષકનો ફાળો અમૂલ્ય હોય છે. સમાજ જીવનને ઘડવાનું કામ અને બાળકોમાં સારા સંસ્કારનું સિંચનનું કામ પણ શિક્ષક મિત્રો દ્વારા જ થાય છે ત્યારે વર્તમાન સમયની માંગ મુજબ અભ્યાસમાં બાળકોને રૂચિ કેળવે તે રીતનું શિક્ષણ આપવાની જરૂરીયાત પર ભાર મુકી શિક્ષક દિને સૌ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

5th September, Teacher's Day Celebrated At Ankleshwar 02
5th September, Teacher’s Day Celebrated At Ankleshwar 02

ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલે શિક્ષક એક રાષ્‍ટ્રના ઘડવૈયા છે તેમ જણાવી ઉપસ્‍થિત સૌ ગુરૂજનોને વંદન કરતાં ધન્‍યતા અનુભવી હતી. તેમણે રાષ્‍ટ્રના નિર્માણમાં મહત્‍વનો ફાળો શિક્ષકોનો હોય છે તેમ જણાવી ઉપસ્‍થિત સહુને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

જિલ્લા કલેકટરશ્રી ડૉ. એમ.વી.મોડિયાએ જણાવ્યું હતું કે, શિક્ષક એક શ્રધ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે. સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોની ભુમિકા મહત્વની હોય છે. શિક્ષણ કરતા કેળવણી-સંસ્કાર કેવા આપી શકીએ તે મહત્વનું છે અને એ તાકાત શિક્ષકમાં છે. તેમણે શિક્ષક દિને ઉપસ્થિત સૌ શિક્ષકોને શુભેચ્છાઓ પઠવી હતી.

શિક્ષણ દિન ઉજવણી સમારંભમાં શ્રીમતી રેખાબેન નાથાલાલ મકવાણા(મુખ્ય શિક્ષક – પ્રાથમિક શાળા સુઠોદરા-તા.આમોદ) તાલુકાકક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે પ્રથમ, શ્રીમતી ભાનુબેન ચીમનભાઈ વસાવા (પ્રાથમિકશાળા – માંચ તા.ભરૂચ) જિલ્લાકક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે પ્રથમ, શ્રીમતી આમીનબેન અ ગફારખાન પઠાણ (બી.આર.સી કો. અંકલેશ્વર) જિલ્લાકક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે દ્વિતીય અને પટેલ ઉસ્માન મુસા (મુખ્ય શિક્ષક – ધી સાર્વજનીક હાઈસ્કુલ – કરમાડ) જિલ્લાકક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે માધ્યમિક વિભાગમાં પ્રથમ આવતાં તેઓને સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી ડૉ. એમ.ડી.મોડિયા તથા મહાનુભાવોના વરદહસ્તે પ્રશસ્તિપત્ર, ટ્રોફી, રોકડ પુરસ્‍કાર અને શાલ ઓઢાડી સન્‍માનિત કરાયા હતા. શ્રેષ્‍ઠ શિક્ષક શ્રીમતી રેખાબેન નાથાલાલ મકવાણા અને પટેલ ઉસ્માન મુસાએ સન્‍માન બદલ આભાર વ્‍યક્‍ત કરી પોતાનો પ્રતિભાવ રજૂ ર્ક્‍યો હતો. આ સમારંભ પ્રસંગે શિક્ષણ વિષયક વિડીયો સૌએ નિહાળ્યો હતો.

5th September, Teacher's Day Celebrated At Ankleshwar 01
5th September, Teacher’s Day Celebrated At Ankleshwar 01

પ્રારંભમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવનિત મહેતાએ સ્‍વાગત પ્રવચન ર્ક્‍યુ હતું. અંતમાં આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે.પી.પટેલે કરી હતી. શિક્ષકદિન ઉજવણી સમારંભમાં ભરૂચ-અંકલેશ્વરના શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીઓ, આગેવાન પદાધિકારીઓ, તમામ સંઘના હોદ્દેદારો, જિલ્લાની વિવિધ શાળાના શિક્ષકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. અંતમાં રાષ્‍ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ હતો.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More