૮૬૦ વિધવા બહેનોને વિધવા સહાય મંજૂરીના હુકમ

ગીરગઢડા પંથકની ૮૬૦ વિધવા બહેનોને મામલતદાર કચેરીએ લઇ આવી ભોજન આપી અને પછી સ્થળ પર આપ્યા વિધવા સહાય મંજૂરીના હુકમ

વેરાવળ તા. -૨૩, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી હંમેશા કહે છે કે આ સરકાર ગરીબોની સરકાર છે. આ સરકાર વંચિતોની છે. સંવેદનશીલ સરકારનું તંત્ર પણ સંવેદનશીલ છે. રાજ્ય સરકારના આ સંવેદનશીલ અભિગમને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સંવેદનશીલ કર્મયોગીઓએ સાર્થક કર્યો છે.

860 Vidhava Baheno Ne Vidhava Sahaya Manjuri Na Hukama 02
352

Get real time updates directly on you device, subscribe now.

૮૬૦ વિધવા બહેનોને વિધવા સહાય મંજૂરીના હુકમ

Related Posts
1 of 326

વેરાવળ તા. -૨૩, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી હંમેશા કહે છે કે આ સરકાર ગરીબોની સરકાર છે. આ સરકાર વંચિતોની છે. સંવેદનશીલ સરકારનું તંત્ર પણ સંવેદનશીલ છે. રાજ્ય સરકારના આ સંવેદનશીલ અભિગમને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સંવેદનશીલ કર્મયોગીઓએ સાર્થક કર્યો છે.

  • આને કહેવાય ગીર સોમનાથનું સંવેદનશીલ તંત્ર
  • ગીરગઢડા પંથકની ૮૬૦ વિધવા બહેનોને મામલતદાર કચેરીએ લઇ આવી ભોજન આપી અને પછી સ્થળ પર આપ્યા વિધવા સહાય મંજૂરીના હુકમ
  • પહેલા તબક્કાના કેમ્પમાં ૧૦૦૪ બહેનોને લાભ આપ્યા પછી વંચિત રહી ગયેલી બહેનોને ઘરે ઘરે જઈને લાભ અપાવ્યો
  • મામલતદાર એચ.આર. કોરડીયા અને સમગ્ર તાલુકાની ટીમને અભિનંદન આપતા કલેકટરશ્રી અજય પ્રકાશ
860 Vidhava Baheno Ne Vidhava Sahaya Manjuri Na Hukama 01
860 Vidhava Baheno Ne Vidhava Sahaya Manjuri Na Hukama 01

સરકારશ્રીના વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવાના અભિગમના ભાગરૂપે ઉદાર નિયમો અપનાવીને વિધવા સહાય નો વ્યાપ વધારવામાં આવ્યો છે જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં ટૂંકાગાળામાં વિધવા સહાય નો બીજો કેમ્પ ગઈકાલે તા.૨૨ સપ્ટેમ્બરના રોજ રવિવાર રજા હોવા છતાં કર્મયોગીઓએ રજાના દિવસે કામગીરી કરીને ૮૬૦ વિધવા બહેનોને બોલાવીને દાતાઓના સહયોગથી ભોજન આપીને વિધવા સહાયના હુકમ સ્થળ ઉપર જ મંજૂર કરીને આપી દીધા હતા.

Also You like to read
1 of 138

ગીર ગઢડા તાલુકાના સેવાભાવી અને સંવેદનશીલ મામલતદારશ્રી એચ.આર.કોરડીયા ના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. તેમને પ્રોત્સાહન આપવા માટે ઉનાના પ્રાંત અધિકારી શ્રી પ્રજાપતિ પણ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારીશ્રીએ ગીરગઢડા ની તાલુકાની ટીમને આ કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા.

860 Vidhava Baheno Ne Vidhava Sahaya Manjuri Na Hukama 02
860 Vidhava Baheno Ne Vidhava Sahaya Manjuri Na Hukama 02

મામલતદાર શ્રી કોરડીયાએ જણાવ્યું હતું કે બહેનોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે સ્થળ પર જ આવકના દાખલા માટે તાલુકા વિકાસ અધિકારી તેમજ કોઈ કેસમાં ઉંમરના પ્રશ્ન હોય તો ઉંમર ના દાખલા માટે મેડિકલ ઓફિસર પણ કેમ્પમાં હાજર રહી સેવા આપી છે તે બદલ તેમનો આભાર માની ,આંગણવાડી બહેનો ,આશાવર્કર, મધ્યાન ભોજન સંચાલક તેમજ તલાટી મંત્રીશ્રીઓ એ સર્વે કરીને – પ્રચાર કરીને બહેનોને લાભ મળે તે માટે કામ કર્યું  તે બદલ તેમનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પહેલા તબક્કામાં ૪ઓગસ્ટના રોજ કેમ્પમાં ૧૦૦૪ બહેનોને મંજૂરીના હુકમ આપ્યા અને ત્યાર પછી આ બીજા તબક્કામાં ૮૬૦બહેનોને આ લાભ આપવામાં આવ્યો છે. દાતાઓના સહકારથી ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

860 Vidhava Baheno Ne Vidhava Sahaya Manjuri Na Hukama 03
860 Vidhava Baheno Ne Vidhava Sahaya Manjuri Na Hukama 03

એક જ દિવસમાં મંજૂરીના હુકમ સ્થળ પર જ મળી જતાં, ફોર્મ ભરવાથી માંડીને બધી જ કામગીરી કર્મયોગીએ કરી અને એક જ મુલાકાતમાં ભોજન સાથે આ સેવા મળી તે બદલ અને હવે દર મહિને વિધવા સહાય તેમના ખાતામાં જમા થશે તે જાણીને આ બહેનોએ સરકારશ્રીનો તેમજ અધિકારી-કર્મચારીઓનો આભાર માન્યો હતો. ગીરગઢડાના મામલતદાર સહિત સમગ્ર ટીમને કલેકટરશ્રી અજય પ્રકાશે આ સંવેદનશીલ અને વિધવા બહેનોને મદદરૂપ થનારી કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા.

860 Vidhava Baheno Ne Vidhava Sahaya Manjuri Na Hukama 04
860 Vidhava Baheno Ne Vidhava Sahaya Manjuri Na Hukama 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More