સીબીએસઈ એથલેટિક્સ મીટમાં અદાણી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ ચમક્યા

સીબીએસઈ એથલેટિક્સ મીટમાં અદાણી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ ચમક્યા

સુરત,ગુરૂવાર: અદાણી વિદ્યા મંદિર, અમદાવાદ (એવીએમએ)ના વિદ્યાર્થીઓએ વડોદરામાં સીબીએસઇ ક્લસ્ટર XIIIએથલેટિક્સ મીટ 2019 માં મેડલ જીત્યા. સાહિલ પરમારે અંડર-૧૯ બોયઝ હાઈ જમ્પ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે નિધિ જોશીએ અંડર -૧૯ ગર્લ્સ ’૧૦૦ મી રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

Adani Vidya Mandir Students Shine At Cbse Athletics Meet
247

Get real time updates directly on you device, subscribe now.

એવીએમએની રિલે ટીમે અંડર -૧૪ બોયઝ ૪/૧૦૦ મીટર રિલે રેસમાં ગોલ્ડ અને ૪/૧૦૦ મીટર અંડર-૧૯ ગર્લ્સ રિલે રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એ.વી.એમ.એ. વિદ્યાર્થીઓએ ગુજરાત, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીની ૭૦ શાળાઓના વિદ્યાર્થીઓ સાથે ભાગ લીધો હતો.

Also You like to read
1 of 171
Related Posts
1 of 359

વિજેતાઓ હવે સીબીએસઈ ઝોનલ એથલેટિક્સ મીટ ૨૦૧૯માં AVMA નું પ્રતિનિધિત્વ કરશે. અદાણી વિદ્યા મંદિર, અમદાવાદ (એવીએમએ) ભારતની ક્વોલિટી કાઉન્સિલ ઈન્ડિયા (ક્યુસીઆઈ) હેઠળ એનએબીઇટી માન્યતા પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ફી મુક્ત શાળા છે. આ ઉપરાંત, કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસના સહયોગથી, નિયમિત અભ્યાસક્રમના ભાગ રૂપે, ‘કોડિંગ સેન્ડપીટ’ નો સમાવેશ કરતી આ ભારતની પ્રથમ શાળા પણ છે.

Adani Vidya Mandir Students Shine At Cbse Athletics Meet
Adani Vidya Mandir Students Shine At Cbse Athletics Meet

શાળામાં સ્માર્ટ પ્રયોગશાળા, આધુનિક પુસ્તકાલયો, અનુકૂળ પરિવહન પ્રણાલી, રમત-ગમતની સુવિધાઓ અને વધારાના અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ, સારી રીતે સંચાલિત કેન્ટીન, પ્રવૃત્તિ ખંડ વગેરે સજ્જ છે. આ ઉપરાંત, ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ એક અઠવાડિયા સુધીના ઉદ્યોગના સંપર્કમાં આવે છે કે જેથી તેમને દરેક વિષયો અંગેનું વ્યવહારીક જ્ઞાનપણ મળી શકે અને તેમના સ્વપ્નોના વ્યવસાયો અંગે વિચારતા થઈ શકે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More