- Advertisement -

આદિવાસી સમાજ અને પ્રકૃતિ એકબીજાના પર્યાય છે

આદિવાસી સમાજ અને પ્રકૃતિ એકબીજાના પર્યાય છે. - ગણપતસિંહ વસાવા

અમદાવાદ હાટ ખાતે પરંપરાગત આદિવાસી ઔષધીય પ્રદર્શન અને વેચાણ મેળો આદિજાતિ વિકાસ  મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ખુલ્લો મુકાયો. | મેળો ૧૪ થી ૧૮ નવેમ્બર સુધી સવારના ૧૦ થી રાત્રીના ૯ કલાક સુધી પ્રજાજનો માટે ખુલ્લો રહેશે.

Adivasi Samaj Ane Prakruti Ek Bijana Paryaya Che 01

- Advertisement -

- Advertisement -

224

Get real time updates directly on you device, subscribe now.

આદિવાસી સમાજ અને પ્રકૃતિ એકબીજાના પર્યાય છે

અમદાવાદ હાટ ખાતે પરંપરાગત આદિવાસી ઔષધીય પ્રદર્શન અને વેચાણ મેળો આદિજાતિ વિકાસ  મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ખુલ્લો મુકાયો. | મેળો ૧૪ થી ૧૮ નવેમ્બર સુધી સવારના ૧૦ થી રાત્રીના ૯ કલાક સુધી પ્રજાજનો માટે ખુલ્લો રહેશે.

  • આદિવાસી સમાજ અને પ્રકૃતિ એકબીજાના પર્યાય છે. – ગણપતસિંહ વસાવા
Related Posts
1 of 398

ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અને આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે પરંપરાગત આદિવાસી વનઔષધીય વેચાણ અને પ્રદર્શન મેળો અમદાવાદ હાટ- વસ્ત્રાપુર ખાતે તારીખ ૧૪ થી ૧૮ નવેમ્બર સુધી સવારના ૧૦ કલાકથી રાત્રીના ૯ કલાક સુધીનું આયોજન  કરવામાં આવ્યું છે.

Adivasi Samaj Ane Prakruti Ek Bijana Paryaya Che 01
Adivasi Samaj Ane Prakruti Ek Bijana Paryaya Che 01

અમદાવાદ હાટ – વસ્ત્રાપુર ખાતે આ મેળાને ખુલ્લો મુકતા આદિજાતિ વિકાસ, મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે :” આદિવાસી સમાજ અને પ્રકૃતિ એકબીજાના પર્યાય રહ્યા છે. આદિવાસી સમાજમાં વૈદુભગતોથી પરંપરાગત રીતે વનૌષધિય દ્વારા ઉપચારનું કામ સદીઓથી ચાલતું આવ્યું છે.અત્યારે આધુનિક સમયમાં વિકાસ તીવ્ર ગતિએ આગળ વધતાં આ વન ઔષધિઓનુ મહત્વ ઘટવા લાગ્યું છે અને આદિવાસી વૈદ્યો ભગતોની સંખ્યા પણ ધીરે – ધીરે ઓછી થતી જાય છે,પરંપરાગત રીતે ઔષધિઓથી વૈધનું કામ કરતા આવેલા વૈદુભગતોમાં અક્ષર જ્ઞાન ન હોવાના કારણે આવું અમૂલ્ય જ્ઞાન લેખિત સ્વરૂપમાં તૈયાર ન થવાથી ધીરે-ધીરે તે લુપ્ત થતું જાય છે તેથી આ પારંપરિક ભારતીય વૈદ્યચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહિત કરવી અતિ આવશ્યક છે.

Also You like to read
1 of 209
Adivasi Samaj Ane Prakruti Ek Bijana Paryaya Che 04
Adivasi Samaj Ane Prakruti Ek Bijana Paryaya Che 04

મેળાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે રાજ્યના આદિજાતી વિસ્તારમાં પરંપરાગત ઔષધીય જ્ઞાનને પ્રોત્સાહન આપવું અને તેનો પ્રચાર-પ્રસાર આદિવાસી સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં થાય તથા પરંપરાગત આદિવાસી વૈધોને તેમના આ જ્ઞાન માટે પ્રોત્સાહન મળી રહે અને તેના માધ્યમથી તેઓ આ કામગીરી કરતા રહે અને તેનો લાભ  આદિવાસી વિસ્તારના લોકોને મળી રહે તેવા ઉમદા હેતુ રહેલો છે. આદિવાસી  વૈદુભગતોની આ કુશળતા અને ઔષધીય જ્ઞાનને મોટા ફલક પર લાવવા માટે રાજય સરકાર તેઓના માટેનો આ પરંપરાગત આદિવાસી ઔષધીય પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Adivasi Samaj Ane Prakruti Ek Bijana Paryaya Che 03
Adivasi Samaj Ane Prakruti Ek Bijana Paryaya Che 03

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે વન ઔષધિઓ સમગ્ર દુનિયા માટે મહત્વની સાબિત થઇ રહી છે અને પરંપરાથી આદિવાસી વિસ્તારોમાં આદિવાસી ભગતો પાસે તેનું જ્ઞાન, જાણકારી ,તેને વાપરવાની રીત વગેરે હજી પણ અકબંધ છે તેના આધારે આ વૈદુભગતો આદિવાસી લોકોની સેવા કરી રહ્યા છે અને આ પારંપારિક સેવામાં આદિવાસીઓે સંપૂર્ણ વિશ્વાસ  ધરાવે છે. આ ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારે આ બીડું ઝડપ્યું છે.આ ચિકિત્સા પદ્ધતિ સંપૂર્ણપણે વનસ્પતિ પર આધારિત હોવાથી તેની કોઈપણ પ્રકારની આડઅસર મનુષ્ય ઉપર થતી નથી.અત્યારની આધુનિક દવાઓ કરતા આ વનસ્પતિઓમાં કોઈપણ જાતની આડઅસર વગર કોઈ પણ ગંભીર બીમારીનો ખૂબ જ  સારી રીતે ઈલાજ થાય છે.અને ધાર્યા પરિણામો મળે છે.  તેથી  આ પ્રદર્શન મેળાનો લાભ અમદાવાદ શહેરના વધુમાં વધુ લોકો લે તેવી હિમાયત  મંત્રી શ્રી એ કરી હતી.

Adivasi Samaj Ane Prakruti Ek Bijana Paryaya Che 02
Adivasi Samaj Ane Prakruti Ek Bijana Paryaya Che 02

આ મેળામાં ડાંગ, વલસાડ સહિત આદિવાસી વિસ્તારોના ૧૩૦ કરતાં વધુ વનઔષધીના જાણકાર ભગતો કહી શકાય એવા આદિવાસી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા છે. તેઓની પાસેથી અલગ અલગ પ્રકારની દવાઓ તથા આદિવાસી વિસ્તારમાં ઊગતી વનસ્પતિઓ , ઔષધિઓ તથા દેશી કઠોળ અને ઓર્ગેનિક કહી શકાય તેવા ચોખાનું પણ વેચાણ અર્થે પ્રદર્શન કરવામાં આવ્યું છે. સાથે સાથે  મસાજ અને સ્ટીમ બાથ ઉપચારની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઓર્ગેનિક ખાદ્યચીજો નાગલી બનાવટો, શુદ્ધ મધ, જડીબુટ્ટીઓનુ  પણ વેચાણ થશે.

 

આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી રમણલાલ પાટકર, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ શ્રી અનુપમ આનંદ, આદિજાતિ વિકાસ વિભાગના કમિશનર શ્રી જે. રંજીથકુમાર ,આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠના કા. નિયામક ડોક્ટર રાજેન્દ્ર ખીમાણી તથા શ્રી પછાત મહિલા વિકાસ મંડળ -ભાવનગર ના અધ્યક્ષા જયશ્રીબેન બાબરીયા તથા ઔષધપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More