- Advertisement -

આદિવાસી વિદ્યાર્થીઓને એકલવ્ય મોડેલ નિવાસી શાળા

પંચમહાલ જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમ  સાથે  નિવાસી શાળાનો શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડતી એકલવ્ય મોડેલ નિવાસી શાળા

ગોધરા, પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશતા જ અંગ્રેજીમાં લખેલ એક સુવાક્ય નજરે પડે છે ‘The School is the last expenditure upon which one should be willing to compromise’ અર્થાત જ્યારે ખર્ચ ઘટાડવાની વાત આવે ત્યારે શાળા  કે શિક્ષણ પર થતા ખર્ચનો ક્રમ છેલ્લે હોવો ઘટે. આ વાક્યમાં ગુજરાત સરકારની શિક્ષણ માટેની નીતિ પણ અભિપ્રેત છે. આદિવાસી સમાજનો વિદ્યાર્થી અંતરિયાળ વિસ્તારમાં રહેવાના કારણે કે નબળી આર્થિક પરિસ્થિતિના કારણે શ્રેષ્ઠ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સરકાર સતત કટિબધ્ધ રહી છે.

Adivasi Vidyarthio Ne Ekalavya Modela Nivasi Sala 01

- Advertisement -

- Advertisement -

375

Get real time updates directly on you device, subscribe now.

આદિજાતિના બાળકોને ઉત્તમોત્તમ વાતાવરણ અને શિક્ષણ પૂરી પાડી તેમને સમાજના અન્ય વર્ગોના બાળકો સામેની સ્પર્ધામાં સમાન તકો મળી રહે તે માટે પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી હેઠળ એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળાઓની શરૂઆત કરવામાં આવી છે. પંચમહાલના ગોધરા તાલુકાના વેજલપુર ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલ આ સ્કૂલોની ઉજ્જવળ પરંપરાને આગળ વધારી રહી છે. ૨૦૦૭થી શરૂ થયેલી આ શાળામાં ધોરણ ૬ થી ૧૨ના કુલ ૩૮૮ બાળકો  પોતાના અને પરિવારના સપનાઓ પૂર્ણ કરવા અભ્યાસ કરી રહ્યા છે.

શાળાના પ્રિન્સિપાલ શ્રી ભદ્રેશભાઈ સુથાર જણાવે છે કે શાળા છેલ્લા આઠ વર્ષથી ધોરણ-૧૦માં ૧૦૦ ટકા પરિણામ મેળવી રહી છે. વર્ષ ૨૦૧૮-૧૯થી શાળામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની શરૂઆત થયા બાદ ૧૨-કોમર્સમાં ૧૦૦ ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષે ૮૬.૩૬ ટકા પરિણામ મેળવ્યું છે. શાળાના ૩ વિદ્યાર્થીઓએ એમ.બી.બી.એસ., ૨ વિદ્યાર્થીઓએ ડેન્ટિસ્ટ્રી અને ૨ વિદ્યાર્થીઓએ બીફાર્મમાં પ્રવેશ મેળવ્યો છે.

Adivasi Vidyarthio Ne Ekalavya Modela Nivasi Sala 02
Adivasi Vidyarthio Ne Ekalavya Modela Nivasi Sala 02
Related Posts
1 of 481

શાળામાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અને જીવવિજ્ઞાનની તમામ પ્રકારની  સુવિધાઓથી સજ્જ પ્રયોગશાળાઓ, કોમ્પ્યુટર લેબોરેટરી, એક્ટીવીટી હોલ, પુસ્તકાલય, ઓડિટોરીયમ, સંગીત રૂમ સહિતની અદ્યતનઆંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. બાળકો અભ્યાસમાં તો નિપુણ બને જ પરંતુ સાથે ખેલ-કૂદ અને કલાક્ષેત્રે પણ તેમની રસ-રૂચિ અનુસાર કૌશલ્ય કેળવે તે પ્રકારે શાળામાં પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે.

Adivasi Vidyarthio Ne Ekalavya Modela Nivasi Sala 03
Adivasi Vidyarthio Ne Ekalavya Modela Nivasi Sala 03

વિજ્ઞાન પ્રવાહ ધોરણ-૧૨માં અભ્યાસ કરી રહેલી ડામોર ધ્રૂવિશા જણાવે છે કે પોતે ધોરણ-૬થી અહીં પ્રવેશ મેળવ્યો ત્યારે ભણવામાં એટલી આગળ નહોતી પરંતુ એકલવ્ય શાળાના શિક્ષકો અને શાળાના વાતાવરણે તેને અભ્યાસમાં આગળ આવવામાં મદદ કરી છે અને વિજ્ઞાન પ્રવાહમાં સારા ગુણ સાથે ઉતીર્ણ થઈને સારી કારકિર્દી ઘડવા માટે ઉત્સાહી છે.  ધ્રુવિશાને ડ્રોઈંગનો શોખ છે અને અહીં તેને એ શોખ પૂરો કરવાની તક મળી રહે છે. સાત વર્ષથી શાળામાં અભ્યાસ કરી રહેલી કાલોલના પિંગળી ગામના ખેડૂત પિતાની દિકરી એવી સોનલ જણાવે છે કે અહીં બધા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક, સ્ટેશનરી, ગણવેશ તેમજ અન્ય દૈનિક જરૂરિયાતોની વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. સોનલને અંગ્રેજી માધ્યમની સારી શાળામાં કરાવવાની તેના માતા-પિતાની ઈચ્છા આ શાળા મારફતે પૂર્ણ થઈ છે.  દિવ્યાંગ વિદ્યાર્થી પાર્થ રાજેન્દ્રકુમાર ભૂરિયા જણાવે છે કે શારીરિક મર્યાદાઓ છતા શાળાના શિક્ષકોના પ્રોત્સાહન અને સાથી વિદ્યાર્થીઓના સહયોગથી તે અભ્યાસ સહિતની પ્રવૃતિઓમાં સારૂ પરિણામ મેળવી રહ્યા છે.

Adivasi Vidyarthio Ne Ekalavya Modela Nivasi Sala 04
Adivasi Vidyarthio Ne Ekalavya Modela Nivasi Sala 04

શાળામાં વિદ્યાર્થીઓ સ્વાવલંબી, નિયમિત અને સ્વંયશિસ્તમાં માનતા થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો હેતુ સાથે અહીં બાળકોના અભ્યાસ જેટલો જ સમય રમત અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃતિઓ પાછળ ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓને બે ટાઇમ જમવાની સાથે બે ટાઇમ નાસ્તો ઉપરાંત બે ટાઇમ દૂધ અને ફળ પણ આપવામાં આવે છે. આદિવાસી વિસ્તારોના બાળકોને અંગ્રેજી માધ્યમની  નિવાસી શાળાનો ઉત્તમ વિકલ્પ પૂરી પાડતી એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓ શિક્ષણક્ષેત્રે નવા માપદંડો ઉભા કરી રહી છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More