- Advertisement -

આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સંદર્ભે વિવિધ કમીટીની રચના

રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની કલેકટર સુશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને મળેલ બેઠક

આજે રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતીની મળેલ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહનએ રાજકોટ ખાતે થનાર રાષ્ટ્રીય પર્વની આગામી તા. ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સંદર્ભે વિવિધ ૧૬ જેટલી કમીટીની કરાયેલ રચનાની જાહેરાત કરી હતી. કલેકટરશ્રીએ વિવિધ કમીટીઓ/ખાતાઓને કરવાની થતી કામગીરી અને પૂર્વ તૈયારીનું પ્રેઝન્ટેશન તૈયાર કરીને આગામી તા. ૨૦ ના બુધવારના સાંજ સુધીમાં કલેકટર કચેરીને ખાસ બ્રાંચમાં હાર્ડ/ સોફટ કોપીમાં રજુ કરવા સંબંધકર્તા અધિકારીઓને સુચના આપી હતી તેમજ વિવિધ કમીટીઓને કરવાની થતી ટેન્ડરીંગની કામગીરી  અત્યારથી હાથ ધરવા પણ જણાવાયુ હતું.

26 January

- Advertisement -

- Advertisement -

503

Get real time updates directly on you device, subscribe now.

Image By : searchpng.com
Related Posts
1 of 398
  • રાજકોટ ખાતે આગામી તા. ૨૬મી જાન્યુઆરીના થનાર પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીના સંદર્ભે વિવિધ ૧૬ જેટલી કમીટીની કરાયેલ રચના
  • રાજયકક્ષાના  પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે વિવિધ કમીટીઓ/ખાતાઓએ કરવાની થતી કામગીરીનું પ્રેઝન્ટેશન એક સપ્તાહમાં રજુ કરવા સુચના
  • રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની કલેકટર સુશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને મળેલ બેઠક
Image By : freepik.com
Also You like to read
1 of 209

આ વિવિધ કમીટીની કરાયેલ રચનાઓમાં મુખ્ય સંકલન સમિતિ, એટહોમ કાર્યક્રમ સમિતિ, પરેડ સલામતિ સમિતિ, આમંત્રણ સ્વાગત-પ્રોટોકોલ, વાહન સંપાદન, પાર્કીંગ ટ્રાફિક નિયમન સમિતિ, મેગા ઇવેન્ટસ કાર્યક્રમ, વિકાસ કામોના લોકાર્પણ/ખાત મુહુર્ત, મંડપ, લાઇટ વ્યવસ્થાપન, ઉજવણીના રીપોર્ટીંગની સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પીવાના પાણી અંગે વ્યવસ્થાપન, મહેમાનો માટે રહેઠાણ, ભોજન, આરોગ્ય, ડીઝાસ્ટર સેલ, સ્વચ્છતા તથા સુશોભન અને પ્રેસ, મીડીયા-પ્રચાર પ્રસાર કમીટીનો સમાવેશ થાય છે.

Image By : hdnicewallpapers.com

કલેકટર સુશ્રી રેમ્યા મોહને વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા. ૧૫ જાન્યુઆરીથી જિલ્લામાં વિવિધ સ્થળોએ વિવિધ ખાતાઓ હસ્તકના વિકાસના કામોના ખાતમુહુર્તો/લોકાર્પણના કાર્યક્રમોનો શુભારંભ મંત્રીશ્રીઓ તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. કલેકટરશ્રીએ ઉમેર્યુ  હતું કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સાંસ્કૃતિક-મનોરંજન કાર્યક્રમની સાથેરાજય સરકારના ખાતાઓ દ્વારા જિલ્લાના ગામ/તાલુકામાં લોકોપયોગીયોજનામાં ૧૦૦ ટકા કામગીરી થઇ શકે તેવી યોજનાઓના અમલીકરણ પર ખાસ ધ્યાન આપવા સુચના આપી હતી.

26 January
26 January

આ સંકલન-ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓના વિવિધ લોકપ્રશ્નો રજુ થયા હતા.અને જેના ઉકેલ માટે સંબંધકર્તા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ કર્યુ હતું. આ બેઠકમાં ધારાસભ્યશ્રી લલીતભાઇ કગથરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. કે. પટેલ, પ્રાંત અધિકારીઓ અને સબંધકર્તા ખાતાના જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. (એ.પી.જોશી/પરમાર)

26january
26january

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More