અમદાવાદમાં અહિંસા કેળવણી અભિયાન શિક્ષણમંત્રીશ્રીની ઉપસ્થિતિ

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે એક શૈક્ષણિક પ્રયાસ

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત સરકાર, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન(સીઇઇ), અમદાવાદ અને ગાંધી આશ્રમના સહયોગથી બાળકોના વિકાસ, ઘડતર અને શિક્ષણને લઇને બાળકોમાં અહિંસાના સંસ્કારનું સિંચન થાય તે ઉમદા હેતુ સાથે ‘અહિંસાની કેળવણી’ અંતર્ગત એક વિશેષ અભિયાનનો શુભારંભ થઇ રહ્યો છે.

Ahmedabad Ahinsa Kelavani Abhiyan Siksan Mantri Ni Upasthiti 01
289

Get real time updates directly on you device, subscribe now.

અમદાવાદમાં અહિંસા કેળવણી અભિયાન શિક્ષણમંત્રીશ્રી ની ઉપસ્થિતિ

Related Posts
1 of 323

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત સરકાર, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન(સીઇઇ), અમદાવાદ અને ગાંધી આશ્રમના સહયોગથી બાળકોના વિકાસ, ઘડતર અને શિક્ષણને લઇને બાળકોમાં અહિંસાના સંસ્કારનું સિંચન થાય તે ઉમદા હેતુ સાથે ‘અહિંસાની કેળવણી’ અંતર્ગત એક વિશેષ અભિયાનનો શુભારંભ થઇ રહ્યો છે.

  • મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે એક શૈક્ષણિક પ્રયાસ
  • અમદાવાદમાં ‘અહિંસા કેળવણી’ અભિયાનને લઇને શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ
  • આજના સમયમાં અહિંસાના સંસ્કારનું સિંચન સમયની આવશ્યકતા : શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
  • ‘અહિંસા કેળવણી’ અભિયાનમાં રાજ્યના ૧૪ જિલ્લા, ૧૦ તાલુકા અને ૩૦૦ શાળાના વિદ્યાર્થીઓ જોડાશે
Ahmedabad Ahinsa Kelavani Abhiyan Siksan Mantri Ni Upasthiti 01
Ahmedabad Ahinsa Kelavani Abhiyan Siksan Mantri Ni Upasthiti 01

ખાસ કરીને  પ્રાથમિક શિક્ષણના બાળકોમાં અહિંસાના સંસ્કારનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી શરૂ થયેલા અભિયાનની વિસ્તુત માહિતી આપતી એક બેઠકનું શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન આજે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ‘અહિંસા કેળવણી’ અભિયાનને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિવિધ સંસ્થાઓઓના પ્રતિનિધિઓ, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓએ પોતાના મંત્વ્યો  શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સમક્ષ રજૂ કર્યા હતાં.

Also You like to read
1 of 135

શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે સમગ્ર અભિયાનને બિરદાવતા જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળામાં ભણતા બાળકોમાં અહિંસાના સંસ્કાર સિંચનનું અભિયાન છેડાશે તો આગામી દિવસોમાં એક વૈચારિક રીતે સ્વસ્થ પેઢીનું નિર્માણ થશે. વિદ્યાર્થીઓને શિખવવામાં આવે તેના કરતા આચરણ, વ્યવહારથી વધુ શીખવી શકાય છે. મહાત્મા ગાંધીજીના કુલ ૧૧ વ્રતો પૈકી અહિંસાનું વ્રત કેન્દ્રસ્થાને હતું અને આજના સમયમાં અહિંસાના સંસ્કારનું સિંચન સમયની આવશ્યકતા છે.

Ahmedabad Ahinsa Kelavani Abhiyan Siksan Mantri Ni Upasthiti 02
Ahmedabad Ahinsa Kelavani Abhiyan Siksan Mantri Ni Upasthiti 02

અહિંસા વિશ્વશાંતિ માટે પણ જરૂરી છે. બાળકોમાં જો અહિંસાના સંસ્કાર હશે તો આગામી દિવસોમાં સ્વસ્થ સમાજ નિર્માણની પ્રક્રિયા પણ ઝડપી બનશે. અહિંસાના સંસ્કાર સિંચનની પ્રક્રિયાને આપણે એક ઝુંબેશ તરીકે અપનાવીએ અને આમેય અહિંસા એ ગુજરાતનો સ્વભાવ છે. તેમણે જણાવ્યુ હતું કે, અહિંસા વૃત્તિમાંથી બહાર આવવા માટે અહિંસાના સંસ્કારો બાળકોમાં નાનપણથી પડે તે ખુબ જ જરૂરી છે. અને આ અભિયાન તેમાં સહાયક બનશે.

‘અહિંસા કેળવણી’ અભિયાન અંતર્ગત તૈયાર કરાયેલ પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્યના ૧૪ જિલ્લા, ૧૦ તાલુકા અને ૩૦૦ શાળાના ઘોરણ ૬, ૭ અને ૮માં અભ્યાસ કરતા ૩૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને જોડવામાં આવશે. રોજબરોજના વ્યવહારો અને આતંકી ઘટનાઓની સીધી અસર બાળકોના માનસ વિકાસ અને શિક્ષણ પર પડી રહી છે તેમાંથી આ બાળકોને બહાર લાવવા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ‘અહિંસા કેળવણી’ અભિયાન થકી બાળકોમાં અહિંસા વિષયક સમજ કેળવાય અને સંસ્કાર તરીકે પ્રસ્થાપિત થાય તેવા પ્રયાસો કરવામાં આવશે

Ahmedabad Ahinsa Kelavani Abhiyan Siksan Mantri Ni Upasthiti 03
Ahmedabad Ahinsa Kelavani Abhiyan Siksan Mantri Ni Upasthiti 03

આ અભિયાનના સહયોગી કાર્યકર્તાઓએ આ અભિયાન અંગેના પોતાના વિસ્તારના અનુભવો રજૂ કર્યા હતા. આ બેઠકમાં સીઇઇના ફાઉન્ડર અને ડિરેક્ટરશ્રી કાર્તિકેય સારાભાઇ, ‘અહિંસા શીખીએ’ પ્રોજેક્ટની સહયોગી સંસ્થાઓ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, શિક્ષણ અને બાળકોના ઘડતર માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More