અમદાવાદ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો

રોજગાર ભરતી મેળામાં ૨,૩૧૮ યુવાનોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી

મુખ્ય સચિવશ્રી જે.એન.સિંહએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી ગુજરાતના દરેક જિલ્લાઓમાં રાજ્ય વ્યાપી ભરતીમેળા પખવાડિયા અંતર્ગત મોટા પ્રમાણમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ફક્ત અમદાવાદ જિલ્લામાં જ ૩૭ રોજગાર ભરતી મેળાનું આયોજન થઇ ચૂક્યું છે, જેમાં અંદાજિત ૨૦,૦૦૦થી વધુ યુવાનોને અત્યાર સુધી રોજગારી મળી ચૂકી છે.

Ahmedabad Jilla Kaksa No Rojagara Bharati Melo Yojayo 03
255

Get real time updates directly on you device, subscribe now.

અમદાવાદ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો

Related Posts
1 of 323

મુખ્ય સચિવશ્રી જે.એન.સિંહએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી ગુજરાતના દરેક જિલ્લાઓમાં રાજ્ય વ્યાપી ભરતીમેળા પખવાડિયા અંતર્ગત મોટા પ્રમાણમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ફક્ત અમદાવાદ જિલ્લામાં જ ૩૭ રોજગાર ભરતી મેળાનું આયોજન થઇ ચૂક્યું છે, જેમાં અંદાજિત ૨૦,૦૦૦થી વધુ યુવાનોને અત્યાર સુધી રોજગારી મળી ચૂકી છે.

  • રોજગાર ભરતી મેળામાં ૨,૩૧૮ યુવાનોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી
  • ૪૪થી વધુ કંપનીઓએ ૯૬,૦૦૦થી લઇને ૬ લાખ સુધીનું પેકેજ યુવાનોને આપ્યું
  • યુવાનોને કારકિર્દીની શરૂઆતમાં પોતાના કૌશલ્ય મુજબની નોકરી મળતી હોય તો તે તક ઝડપી લેવા મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંહનો અનુરોધ
  • અમદાવાદ જિલ્લામાં આ વર્ષે ૩૭ રોજગાર ભરતી મેળામાં ૨૦,૦૦૦થી વધુ યુવાનોને જોબ મળી : મુખ્ય સચિવશ્રી

ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ, મદદનીશ નિયામક રોજગારની કચેરી અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાજ્ય વ્યાપી ભરતીમેળા પખવાડિયા અંતર્ગત આયોજીત અમદાવાદ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળાને ગુજરાત સરકારના મુખ્ય સચિવશ્રી ડો.જે.એન.સિંહએ ખુલ્લો મુક્યો હતો.

Ahmedabad Jilla Kaksa No Rojagara Bharati Melo Yojayo 01
Ahmedabad Jilla Kaksa No Rojagara Bharati Melo Yojayo 01

આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રોજગાર વાંચ્છુકોને માર્ગદર્શન આપતા મુખ્ય સચિવશ્રી જણાવ્યું કે, પોતાની સ્કિલ મુજબ શરૂઆતમાં કોઇપણ પ્રકારની જોબ મળતી હોય તો તે તકને કોઇપણ સંકોચ વગર ઝડપી લેવી જોઇએ. કારણે કે, જ્યારે તમે કરિયરમાં આગળ વધશો ત્યારે પ્રથમ જોબનો અનુભવ તમારા કરિયરને વધુ સરળ બનાવશે.

મુખ્ય સચિવશ્રી વધુમાં  જણાવ્યુ કે, દરેક વ્યક્તિમાં એક સ્કિલ હોવી ખુબ જરૂરી છે. જો તમે કોઇ ભાષા કે વિષયમાં નબળા હોવ તો તેના પર સતત મહેનત કરીને નબળાઇ દૂર કરવી જોઇએ. દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઇએ કે, હંમેશા લાયકાત, શિક્ષણ અને સતત પરિશ્રમ અને મહેનતથી જ જોબ મળતી હોય છે.

Also You like to read
1 of 135
Ahmedabad Jilla Kaksa No Rojagara Bharati Melo Yojayo 02
Ahmedabad Jilla Kaksa No Rojagara Bharati Melo Yojayo 02

ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી ડો.હિમાશુભાઇ પંડ્યાએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીમાં આયોજીત અમદાવાદ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળામાં કુલ સાડા છ હજારથી વધુ રોજગાર વાંચ્છુકોને જોબની ઓફર આપવા માટે ૪૪થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો.

રોજગાર વાંચ્છુકોને માર્ગદર્શન આપતા વાઇસ ચાન્સેલરશ્રીએ વધુમાં જણાવ્યું કે, દરેક વ્યક્તિએ પોતાની લાયકાત અનુસાર શરૂઆતમાં જોબ હાંસિલ કરી લેવી જોઇએ. શરૂઆતમાં જે-પણ કામ મળે તેનો સ્વીકાર કરીને પોતાનું કરિયર બનાવવું જોઇએ.

Ahmedabad Jilla Kaksa No Rojagara Bharati Melo Yojayo 03
Ahmedabad Jilla Kaksa No Rojagara Bharati Melo Yojayo 03

અમદાવાદ રોજગાર મદદનીશ નિયામકશ્રી એ.આર.વિજયવર્ગીયના જણાવ્યા અનુસાર, ગુજરાત યુનિવર્સિટીમાં આયોજીત રોજગાર ભરતી મેળામાં ૨,૩૧૮ યુવાનોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ રોજગાર ભરતીમેળા યુવાનોને ૯૬,૦૦૦થી ૬ લાખ સુધીનું પેકેજ ઓફર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા, કલેક્ટરશ્રી ડો.વિક્રાંત પાંડે, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.હિમાશુભાઇ પંડ્યા, પ્રો. વાઇસ ચાન્સેલર જગદીશભાઇ ભાવસાર, ગુજરાત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ ઓફિસર કિંજલબેલ દેસાઇ, મદદનીશ નિયામક એસ.આર. વિજયવર્ગીય સહિત મોટી સંખ્યામાં રોજગાર વાંચ્છુકો ઉપસ્થિત રહ્યા હતા.

Ahmedabad Jilla Kaksa No Rojagara Bharati Melo Yojayo 04
Ahmedabad Jilla Kaksa No Rojagara Bharati Melo Yojayo 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More