- Advertisement -

અમદાવાદ જિલ્લાનું શિયાળ ગામ સંપૂર્ણ આયુષ ગામ

‘નેશનલ આયુષ મિશન’ અંતર્ગત ગુજરાતનાં ૨૦ ગામોને ‘આયુષ ગ્રામ’ માટે પસંદ કરાયા

કેન્દ્ર સરકારના ‘નેશનલ આયુષ મિશન’ અંતર્ગત ગુજરતનાં ૨૦ ગામોને આયુષ ગ્રામ યોજના માટે પસંદ કરાયા છે. ‘આયુષ’ એ આયુર્વેદ, યોગ, નિસર્ગોપચાર, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી ઉપચાર પધ્ધતિઓનો સમુહ છે. આયુષ વિભાગના નિયામક સુશ્રી ભાવનાબેન પટેલના જણાવ્યા મુજબ ‘આયુષ ગ્રામ’ અંતર્ગત ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ‘આયુષ ગ્રામ’ના ખ્યાલ તરફ સંવેદનશીલ બનાવવામાં આવે છે. ઉપરાંત, ગ્રામજનોની દિનચર્યા બદલાય અને આયુષ ઉપચાર પધ્ધતિઓ લોકોની જીવનશૈલીમાં વણાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

Ahmedabad Jilla Nu Shiyal Gam Sampurn Ayush Gam 01

- Advertisement -

- Advertisement -

44

Get real time updates directly on you device, subscribe now.

  • ‘નેશનલ આયુષ મિશન’ અંતર્ગત ગુજરાતનાં ૨૦ ગામોને ‘આયુષ ગ્રામ’ માટે પસંદ કરાયા
  • શાળાના બાળકોએ ગ્રામજનોને ‘આયુષ’ના પાઠ ભણાવ્યા
  • ૨૫૦૦ આયુષ કાર્ડ થકી તમામ ૮ હજાર ગામવાસીઓને આવરી લેવાશે
Ahmedabad Jilla Nu Shiyal Gam Sampurn Ayush Gam 04
Ahmedabad Jilla Nu Shiyal Gam Sampurn Ayush Gam 04

તેઓના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના અસલાલી, જેતપુર અને શિયાળ ગામ. ગાંધીનગર જિલ્લાના કોલવડા, નારદીપુર, અને સાદરા ગામ. બરોડા જિલ્લાના દશરથ, સોખડા, અને વાઘોડિયા ગામ, ભાવનગર જિલ્લાના નવાગામ અને કોળીયાક ગામ. જૂનાગઢ જિલ્લાના મેંદરડા અને અજબ ગામ. સુરત જિલ્લાનું જોલવા ગામ. રાજકોટ જિલ્લાનું ખાખીજળીયા ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નંદાણા ગામ. મહેસાણા જિલ્લાનું માણસા તથા બોટાદ જિલ્લાનું ઢસાગામ પસંદ કરવામાં આવ્યા છે. કુલ ૨૦ ગામો માંથી ૮ ગામમાં આયુષ ગ્રામ પ્રકલ્પનું લોકાર્પણ સોમવારના રોજ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના શિયાળ ગામને આયુષ ગ્રામ માટે પસંદ કરાયું છે.

Ahmedabad Jilla Nu Shiyal Gam Sampurn Ayush Gam 03
Ahmedabad Jilla Nu Shiyal Gam Sampurn Ayush Gam 03
Related Posts
1 of 483

સોમવારે બાવળા તાલુકાના શિયાળ ગામ ખાતે સોમવારે ‘આયુષ ગ્રામ પ્રકલ્પ’ ખુલ્લું મુકવામાં આવ્યું. આ અંતર્ગત બાવળા તાલુકાના શિયાળ ગામના અંદાજે ૮ હજાર જેટલા ગ્રામજનોને આવરી લેવામાં આવશે. શિયાળ ગામ બહુધા પઢાર લોકોની વસ્તી ધરાવતું ગામ છે. ‘આયુષ ગ્રામ પ્રકલ્પ’ના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે, આયુષ ગ્રામ થકી શિયાળ ગામને પુરાતન ચિકિત્સા પદ્ધતિઓનો ઘર-આંગણે લાભ મળશે. ગ્રામજનો આમ તો ઘણી દેશી ઉપચાર પદ્ધતિઓ જાણતા હોય છે, ત્યારે સંસ્થાગત આયુષ ઉપચાર પદ્ધતિ આપણી દિનચર્યામાં પુનઃસ્થાપિત કરવાનો આ સુવર્ણ અવસર છે. બાવળા મામલતદાર શ્રી પી. આર. દેસાઇએ જણાવ્યું કે, તાજેતરમાં શિયાળ ગામ ખાતે પોષણ અભિયાનનો પ્રારંભ થયો હતો ત્યારબાદ હવે ‘આયુષ ગ્રામ પ્રકલ્પ’ ગ્રામજનોના સંપૂર્ણ સ્વાસ્થ્યવર્ધન માટે પૂરક બની રહેશે.

Ahmedabad Jilla Nu Shiyal Gam Sampurn Ayush Gam 02
Ahmedabad Jilla Nu Shiyal Gam Sampurn Ayush Gam 02

જિલ્લા આયુર્વેદ અધિકારી એચ. એમ. જોષીએ જણાવ્યું કે, આયુષ ગ્રામ પ્રકલ્પ અંતર્ગત અગ્નિકર્મ ચિકિત્સા, મર્મ ચિકિત્સા, કાય ચિકિત્સા (હૃદય્રોગ, મધુમેહ, શ્વાસ, કાંસ, વગેરે), શલ્ય ચિકિત્સા (હરસ, મસા, ભગંદર, વગેરે), સ્ત્રી તથા બાલરોગ ચિકિત્સા, ચાંમડીના રોગનો વિભાગ અને હોમિયોપેથી ચિકિત્સા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. ગામના ૨૫૦૦ કુટુંબને આયુષ કાર્ડ આપવામાં આવશે. અને દરેક ગ્રામજનોની પ્રકૃતિ નક્કી કરી તે મુજબ આહાર-વિહારનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક શાળાના બાળકો તથા ગ્રામજનોને યોગ શીખવવામાં આવશે. આગામી એક વર્ષ દરમિયાન આયુષ ચિકિત્સા કેમ્પનું આયોજન નિયમિત કરવામાં આવશે. આમ સમગ્ર ગામ આયુષ થકી સુસ્વાસ્થ્ય મેળવે તેવા પ્રયત્ન કરવામાં આવશે. અહીં વિવિધ ઘરગથ્થું ઔષધિય-વનસ્પતિના ફાયદા જણાવતું પ્રદર્શન પણ ગ્રામજનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે, તેમ તેઓએ ઉમેર્યું હતું.

Ahmedabad Jilla Nu Shiyal Gam Sampurn Ayush Gam 01
Ahmedabad Jilla Nu Shiyal Gam Sampurn Ayush Gam 01

શિયાળ પ્રાથમિક શાળાના બાળકોએ ભવાઈ દ્વારા ગ્રામજનોને આયુષ ચિકિત્સા પદ્ધતિના ફાયદા સમજાવ્યા હતા. નાનકડા રંગલો અને રંગલી ગ્રામજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત બાળકોએ વિવિધ ઔષધિઓ પ્રદર્શિત કરતી અનોખી શોભાયાત્રા કાઢી હતી અને આયુષ કળશનું સ્થાપન કર્યું હતું. આ પ્રસંગે એ.પી.એમ.સી. ચેરમેન શ્રી હરીભાઈ ડાભી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી બહાદુર સિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી વી.કે. બારોટ, શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (ઉમંગ બારોટ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More