અમદાવાદના પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી

અમદાવાદ શહેરના ૪૦થી વધુ પોલીસ સ્ટેશનમાં ‘સુરક્ષાબંધન’ પહેલ અંતર્ગત થઇ રક્ષાબંધનની ઉજવણી

સમગ્ર અમદાવાદ શહેર ૧૫મી ઓગસ્ટ અને રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે અમદાવાદની પોલીસ શહેરના તમામ લોકો સુરક્ષિત રીતે રક્ષાબંધન અને ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરી શકે છે તેના માટે ખડેપગે તૈયાર હતી. સામાન્ય દિવસોમાં કોઇપણ પ્રકારની પરિસ્થિતિમાં અમદાવાદ પોલીસ ૨૪ કલાક અને ૩૬૫ દિવસ શહેરની રક્ષા માટે તહેનાત જ હોય છે, પણ તહેવારોની સિઝનમાં શહેરને સુરક્ષિત રાખવાની વધુ જવાબદારી તેમના ખભા પર આવી જતી હોય છે.

Ahmedabad Na Police Station Ma Raksabandhan Ni Ujavani 02
554

Get real time updates directly on you device, subscribe now.

અમદાવાદ શહેરના ૪૦થી વધુ પોલીસ સ્ટેશનમાં ‘સુરક્ષાબંધન’ પહેલ અંતર્ગત થઇ રક્ષાબંધનની ઉજવણી

Related Posts
1 of 302

સમગ્ર અમદાવાદ શહેર ૧૫મી ઓગસ્ટ અને રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે અમદાવાદની પોલીસ શહેરના તમામ લોકો સુરક્ષિત રીતે રક્ષાબંધન અને ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરી શકે છે તેના માટે ખડેપગે તૈયાર હતી. સામાન્ય દિવસોમાં કોઇપણ પ્રકારની પરિસ્થિતિમાં અમદાવાદ પોલીસ ૨૪ કલાક અને ૩૬૫ દિવસ શહેરની રક્ષા માટે તહેનાત જ હોય છે, પણ તહેવારોની સિઝનમાં શહેરને સુરક્ષિત રાખવાની વધુ જવાબદારી તેમના ખભા પર આવી જતી હોય છે.

Ahmedabad Na Police Station Ma Raksabandhan Ni Ujavani 01
Ahmedabad Na Police Station Ma Raksabandhan Ni Ujavani 01

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો ભાઈને રાખડી બાંધીને તેની સુરક્ષા માટે આશીર્વાદ આપે છે. ત્યારે વ્રજ ઓ ફોર એમ્પાર્વમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજીત ‘સુરક્ષાબંધન’ પહેલ અંતર્ગત સતત પ્રજાની સુરક્ષામાં તહેનાત રહેતા અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા જવાનોને અમદાવાદ શહેરની મહિલાઓ દ્વારા રાખડી બાંધીને તેમની સુરક્ષા માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.

Ahmedabad Na Police Station Ma Raksabandhan Ni Ujavani 02
Ahmedabad Na Police Station Ma Raksabandhan Ni Ujavani 02
Also You like to read
1 of 116

આ પહેલ અંતર્ગત અમદાવાદ શહેરના કુલ ૪૦થી વધુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી સહિતના સ્ટાફને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ પોલીસ કર્મીઓએ અમદાવાદ શહેરની તમામ બહેનોને સતત સુરક્ષા આપવાની ખાતરી પણ આપી હતી. ‘સુરક્ષાબંધન’ પહેલ અંગે વાત કરતા વ્રજ ઓ ફોર એમ્પાર્વમેન્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી રૂઝાન ખંભાતાએ જણાવ્યું કે, અમે છેલ્લાં ઘણા વર્ષોથી રક્ષાબંધનના અવસર પર વિવિધ જગ્યાઓ જેમ કે હોસ્પિટલ, એનજીઓ, પોલીસ સ્ટેશનની મુલાકાત લઇને ત્યાં તહેનાત ભાઇઓને રાખડી બાંધતા આવ્યા છીએ. પણ આ વખતે અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા કર્મીઓને રાખડી બાંધવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલમાં અમારી સાથે કુલ ૧,૦૦૦થી વધુ મહિલાઓ જોડાઇ હતી.

Ahmedabad Na Police Station Ma Raksabandhan Ni Ujavani 03
Ahmedabad Na Police Station Ma Raksabandhan Ni Ujavani 03

આ મહિલાઓએ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશન પર તહેનાત પોલીસ જવાનોને રાખડી બાંધી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, કેટલાક પોલીસ સ્ટેશન પર અમને લાગણીશીલ દૃશ્યો પણ જોવા મળ્યા હતા. ઘણા પોલીસ કર્મચારીઓ અમારી આ પહેલને બીરદાવીને કહેતા કે આ પહેલાં આ પ્રકારે કોઇ બહેન રાખડી બાંધવા પોલીસ સ્ટેશનમાં આવી નહોતી. આ ઉપરાંત કેટલાક પોલીસ સ્ટેશન પર એવા કેટલાય કર્મીઓ હાજર હતા જેમની બહેન નહોતી ત્યારે પોલીસ સ્ટેશનમાં રાખડી બાંધવા આવેલી બહેનોને જોઇને તેઓ લાગણીશીલ થઇ ગયા હતા.

Ahmedabad Na Police Station Ma Raksabandhan Ni Ujavani 04
Ahmedabad Na Police Station Ma Raksabandhan Ni Ujavani 04

આ પહેલમાં મહિલાઓ સાથે અમદાવાદની વિવિધ કોલેજની છોકરીઓ અને એનજીઓની મહિલાઓ પણ જોડાઇ હતી. પોલીસ સ્ટેશનમાં છોકરીઓ જ્યારે પોલીસ કર્મીઓને રાખડી બાંધતી હતી ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ આ છોકરીઓને સેફ્ટીની ટિપ્સ અને તાલીમ પણ આપતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાની જી.વી.કે. ઇ.એમ.આર.આઇ(૧૦૮) ઇમરજન્સીના કર્મચારીઓ જે ઇમરજન્સીમાં શહેરના નાગરિકોને સેવા પૂરી પાડે છે તેમણે દેશની સુરક્ષા માટે સેવા પૂરી પાડનારા આપણા બહાદુર જવાનોને રાખડી બાંધીને જવાનો રક્ષણ અને દેશ હિતના સંકલ્પ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

Ahmedabad Na Police Station Ma Raksabandhan Ni Ujavani 05
Ahmedabad Na Police Station Ma Raksabandhan Ni Ujavani 05

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More