અમદાવાદ શહેર-જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો, તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ

આપણી સંસ્કૃતિમાં શિક્ષકનું સ્થાન સૌથી ઉપર છે : - મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

પાંચમી સપ્ટેમ્બર એટલે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ આ દિવસને શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. આજે અમદાવાદના જિલ્લા શિક્ષણ કચેરી ગ્રામ્ય અને શહેર તથા શિક્ષણ સમિતિ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા શિક્ષકદિન કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ શ્રેષ્ઠ શિક્ષકો તથા તેજસ્વી તારલાઓનું રોકડ રકમ, સાલ, સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું

Ahmedabad Saher Jilla Na Sresth Siksako, Tejasvi Taralao No Sanman Samaroh 04
467

Get real time updates directly on you device, subscribe now.

અમદાવાદ શહેર-જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો, તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

Related Posts
1 of 302

આપણી સંસ્કૃતિમાં શિક્ષકનું સ્થાન સૌથી ઉપર છે ‌‌‌- મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

પાંચમી સપ્ટેમ્બર એટલે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ આ દિવસને શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. આજે અમદાવાદના જિલ્લા શિક્ષણ કચેરી ગ્રામ્ય અને શહેર તથા શિક્ષણ સમિતિ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા શિક્ષકદિન કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ શ્રેષ્ઠ શિક્ષકો તથા તેજસ્વી તારલાઓનું રોકડ રકમ, સાલ, સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું

Ahmedabad Saher Jilla Na Sresth Siksako, Tejasvi Taralao No Sanman Samaroh 01
Ahmedabad Saher Jilla Na Sresth Siksako, Tejasvi Taralao No Sanman Samaroh 01

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, દેશના ઇતિહાસની તવારીખ ચકાસીએ તો મૂળમાં શિક્ષકોનું યોગદાન રહેલું જોવા મળશે. તેમણે કહ્યું કે, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષણનો ભેખ પ્રસરાવ્યો છે ત્યારે તેમને સાચી  દિવ્યાંજલિ આપવા શિક્ષક ભાઈ-બહેનોને દેશ, રાષ્ટ્ર, સમાજના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

Also You like to read
1 of 116
Ahmedabad Saher Jilla Na Sresth Siksako, Tejasvi Taralao No Sanman Samaroh 02
Ahmedabad Saher Jilla Na Sresth Siksako, Tejasvi Taralao No Sanman Samaroh 02

એકવીસમી સદી શિક્ષણની સદી છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી તથા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ તથા ગુણોત્સવ જેવા કાર્યક્રમો થકી ૧૦૦ ટકા નામાંકન કરાવવામાં અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં જે સફળતા અપાવી છે તેની નોંધ સમગ્ર દેશમાં લેવાઇ છે આજે ડિજિટલ શિક્ષણનો પણ વ્યાપ વધે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારની શિક્ષણ, સમાજ, આરોગ્ય કલ્યાણ લક્ષી અનેકવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા લોકોને લાભાન્વિત કરવામાં આવે છે, ડિજિટલ શિક્ષણનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે તેમ જણાવ્યું હતું.

Ahmedabad Saher Jilla Na Sresth Siksako, Tejasvi Taralao No Sanman Samaroh 04
Ahmedabad Saher Jilla Na Sresth Siksako, Tejasvi Taralao No Sanman Samaroh 04

આ પ્રસંગે અમદાવાદ નગરના મેયર શ્રીમતી બિજલબેન પટેલ, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકીએ શિક્ષક ભાઈ બહેનો તથા વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદબોધન કરી શુભકામના પાઠવી હતી. કાર્યક્રમમાં મહાનગરના અગ્રણીઓ ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ, પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અમુલભાઈ ભટ્ટ, દંડક શ્રી રાજુભાઈ ઠાકોર વિવિધ સમિતિઓના સભ્યશ્રીઓ શિક્ષક ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Ahmedabad Saher Jilla Na Sresth Siksako, Tejasvi Taralao No Sanman Samaroh 03
Ahmedabad Saher Jilla Na Sresth Siksako, Tejasvi Taralao No Sanman Samaroh 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More