- Advertisement -

અમરેલી એજયુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ નવતર શૈક્ષણિક પ્રયોગો એપ

૩૦૦ જેટલા શૈક્ષણિક પ્રયોગો દેશ-દુનિયાના કોઈપણ ખૂણેથી નિહાળી શકાશે,

અમરેલી એજયુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ નવતર શૈક્ષણિક પ્રયોગો’ એપ. અમરેલી જિલ્લાના ટેકનોક્રેટ શિક્ષકે વિકસાવી ‘નવતર શૈક્ષણિક પ્રયોગો’ એપ, ૩૦૦ જેટલા શૈક્ષણિક પ્રયોગો દેશ-દુનિયાના કોઈપણ ખૂણેથી નિહાળી શકાશે, લોન્ચ થયાના માત્ર ચાર જ દિવસમાં ૫૦૦થી વધુ શિક્ષકો જોડાયા, ડિજિટલ ઇન્ડિયાના સપનાને સિદ્ધ કરવા અમરેલી જિલ્લાના જાફરાબાદના રોહીસા ગામના શિક્ષક શ્રી સંજય પારઘીએ કમર કસી છે. કોમ્પ્યુટરની કોઈ ડિગ્રી ન હોવા છતાં અંગત રુચિ હોવાથી કોમ્પ્યુટરમાં સારું જ્ઞાન ધરાવનાર સંજયભાઈને વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના શિક્ષકોએ છેલ્લા ૫ વર્ષમાં ૩૦૦ જેટલા શૈક્ષણિક ઇનોવેશનો (નવતર અભિગમો) રજુ કર્યા હતા 

ટેકનોક્રેટ શિક્ષકે વિકસાવી નવતર શૈક્ષણિક પ્રયોગો એપ 02

- Advertisement -

- Advertisement -

211

Get real time updates directly on you device, subscribe now.

અમરેલી એજયુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ નવતર શૈક્ષણિક પ્રયોગો એપ

ટેકનોક્રેટ શિક્ષકે વિકસાવી નવતર શૈક્ષણિક પ્રયોગો એપ 02
ટેકનોક્રેટ શિક્ષકે વિકસાવી નવતર શૈક્ષણિક પ્રયોગો એપ 02

અમરેલી જિલ્લાના ટેકનોક્રેટ શિક્ષકે વિકસાવી નવતર શૈક્ષણિક પ્રયોગોએપ, ૩૦૦ જેટલા શૈક્ષણિક પ્રયોગો દેશ-દુનિયાના કોઈપણ ખૂણેથી નિહાળી શકાશે

Related Posts
1 of 439

લોન્ચ થયાના માત્ર ચાર જ દિવસમાં ૫૦૦થી વધુ શિક્ષકો જોડાયા, સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ આવી એપ વિકસાવનાર

સંજય પારઘીને ડીડીઓ શ્રી તેજસ પરમારે અભિનંદન પાઠવ્યા

ટેકનોક્રેટ શિક્ષકે વિકસાવી નવતર શૈક્ષણિક પ્રયોગો એપ 01
ટેકનોક્રેટ શિક્ષકે વિકસાવી નવતર શૈક્ષણિક પ્રયોગો એપ 01

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સિદ્ધ કરવા અમરેલી જિલ્લાના જાફરાબાદના રોહીસા ગામના શિક્ષક શ્રી સંજય પારઘીએ કમર કસી છે. કોમ્પ્યુટરની કોઈ ડિગ્રી ન હોવા છતાં અંગત રુચિ હોવાથી કોમ્પ્યુટરમાં સારું જ્ઞાન ધરાવનાર સંજયભાઈને વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના શિક્ષકોએ છેલ્લા ૫ વર્ષમાં ૩૦૦ જેટલા શૈક્ષણિક ઇનોવેશનો (નવતર અભિગમો) રજુ કર્યા હતા પરંતુ આવા શૈક્ષણિક ઇનોવેશનોની પહોંચ ઓછી હોવાથી એનો ઉપયોગ સીમિત થયો હતો. આથી એમણે ડિજિટલ માધ્યમથી સમગ્ર જિલ્લા સહીત રાજ્યભરના શિક્ષકો સુધી પહોંચે તે માટે એન્ડ્રોઇડ એપ બનાવવાનું નક્કી કર્યું.

Also You like to read
1 of 218

દર વર્ષે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી દ્વારા એજયુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં વર્ષ ૨૦૧૫-૧૬ માં કુલ ૫૬, વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ ૬૨, વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૬૫, વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ૫૦ અને વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૬૧ એમ કુલ મળીને અંદાજે ૩૦૦ જેટલા નવતર પ્રયોગો રજુ કરવામાં આવ્યા હતા. સંજયભાઈએ સમગ્ર જિલ્લા સહીત રાજ્યના શિક્ષકોને ઉપલબ્ધ થાય તે માટે નવતર શૈક્ષણિક પ્રયોગો એપ વિકસાવી આ તમામ ૩૦૦ ઇનોવેશનની સંપૂર્ણ માહિતી મૂકી હતી. ગત તા: ૨ જાન્યુઆરી ૨૦૨૦ ના આ એપ લોન્ચ કરવામાં આવી હતી અને આજ સુધીમાં અંદાજે ૫૦૦ થી વધુ શિક્ષકમિત્રો જોડાયા છે.

સંજય પારઘીના પ્રયત્નોને બિરદાવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે જણાવ્યું હતું કે યુવા શિક્ષકો પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન છે. ભુલકાઓને યોગ્ય શિક્ષણ, માર્ગદર્શન આપવાની સાથે સાથે પોતાના કૌશલ્યો થકી એમના જીવન ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય એમના દ્વારા કરવામાં આવે છે. સંજયભાઈ જેવા શિક્ષકો અન્ય શિક્ષકો માટે ખરા અર્થમાં પ્રેરણાદાયી છે. તાજેતરમાં ઉજવાયેલા જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ઘણા યુવા શિક્ષકોની મુલાકાત લીધી હતી. દરેક યુવા શિક્ષકોએ રજુ કરેલા નવતર શૈક્ષણિક પ્રયોગો ખુબ જ પ્રશંસનીય હતા જે બદલ તમામ યુવા શિક્ષકોને રાજ્ય સ્તરે સારા પ્રદર્શન માટે શુભેચ્છાઓ આપી હતી.

ટેકનોક્રેટ શિક્ષકે વિકસાવી નવતર શૈક્ષણિક પ્રયોગો એપ 03
ટેકનોક્રેટ શિક્ષકે વિકસાવી નવતર શૈક્ષણિક પ્રયોગો એપ 03

વાતચીત દરમિયાન સંજયભાઇએ જણાવ્યું હતું કે શિક્ષણને વધુમાં વધુ અસરકારક બનાવવા માટે શિક્ષકો પોતાના શિક્ષણ કાર્યમાં અવનવા પ્રયોગો કરતા જ રહે છે જેના થકી શાળાના બાળકો અને શિક્ષણકાર્યમાં ખુબ જ પરિવર્તન થતું રહે છે. જયારે શિક્ષક તરીકે અમને સમાજના આવતીકાલ એવા બાળકોનું ઘડતર કરવાની તક જયારે મળી છે ત્યારે અમે રાજ્ય સરકારને ખુબ જ આભારી છીએ. આ એપ્લિકેશન બનાવવામાં મારા અથાગ પ્રયત્નો અને તનતોડ મહેનત છે. આ એપ્લિકેશનના માધ્યમથી મારા જેવા હજારો શિક્ષકમિત્રો એક બીજાના નવતર પ્રયોગોને નિહાળી શકશે અને જો એમને ગમે તો એ પોતાના શિક્ષણ કાર્યમાં ફોલો પણ કરી શકશે. આ એપ્લિકેશન ઉપરાંત વાંચન લેખન ગણન, બાળગીત કાવ્ય ખજાનો, સાયન્સ મોડેલ્સ, આલ્ફાબેટ્સ અને સ્કૂલ સાથી જેવી અન્ય શૈક્ષણિક એપ્લિકેશન વિકસાવી છે. આ બધી એપ્લિકેશનોનો લગભગ ૧ લાખ જેટલા લોકોએ લાભ લીધો છે.

ટેકનોક્રેટ શિક્ષકે વિકસાવી નવતર શૈક્ષણિક પ્રયોગો એપ 04
ટેકનોક્રેટ શિક્ષકે વિકસાવી નવતર શૈક્ષણિક પ્રયોગો એપ 04

અમરેલીના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના જિલ્લા ઇનોવેશન કો-ઓર્ડીનેટર શ્રી ભરતભાઈ ડેર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સુશ્રી દક્ષાબેન પાઠકે અને શિક્ષણ સમિતિના પદાધિકારીઓએ રાજ્યના તમામ શિક્ષકોને શિક્ષણ કાર્યમાં મદદરૂપ થાય એવી એપ્લિકેશન વિકસાવવા બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.

સમગ્ર રાજ્યના શિક્ષકોએ આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ. QR કોડને સ્કેન કરી અથવા પ્લે સ્ટોર ઉપર Navtar Education Innovation સર્ચ કરી નીચે દર્શાવેલ આઇકોન વાળી એપ ઇન્સ્ટોલ કરી શકાય છે. (સુમિત ગોહિલ, જિલ્લા માહિતી કચેરી, અમરેલી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More