- Advertisement -

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રોડ-શોના યજમાન મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ  અમેરિકાથી સીધા જ ગુજરાતની ધરતી પર આવીને ભારત પ્રવાસનો આરંભ કરવાના છે તે ઘટના સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવરૂપ છે એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા જેવા દેશના પ્રમુખ દિલ્હીને બદલે સીધા અમદાવાદ આવે તે વાત ગુજરાતના વૈશ્વિક મહત્વને પ્રસ્થાપિત કરે છે. ગુજરાત આખુ અમેરિકી રાષ્ટ્રપ્રમુખને આવકારવા તેમનું સ્વાગત-અભિવાદન કરવા ઉમંગથી આતુર છે.

Vijayabhai Rupani

- Advertisement -

- Advertisement -

615

Get real time updates directly on you device, subscribe now.

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રોડ-શોના યજમાન મુખ્યમંત્રી છે

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ  અમેરિકાથી સીધા જ ગુજરાતની ધરતી પર આવીને ભારત પ્રવાસનો આરંભ કરવાના છે તે ઘટના સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવરૂપ છે એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા જેવા દેશના પ્રમુખ દિલ્હીને બદલે સીધા અમદાવાદ આવે તે વાત ગુજરાતના વૈશ્વિક મહત્વને પ્રસ્થાપિત કરે છે. ગુજરાત આખુ અમેરિકી રાષ્ટ્રપ્રમુખને આવકારવા તેમનું સ્વાગત-અભિવાદન કરવા ઉમંગથી આતુર છે.

-: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી :-

Related Posts
1 of 528
  • નયા ભારતના નિર્માણમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખની આ મુલાકાત મહત્વપૂર્ણ રહશે,જેનો પ્રારંભ અમદાવાદથી થઈ રહ્યો છે, સાડા છ કરોડ ગુજરાતીઓ માટે આ ગૌરવપૂર્ણ ઘટના
  • લાખો લોકો મોટેરા સ્ટેડિયમ ખાતે અમેરિકી રાષ્ટ્રપ્રમુખના સ્વાગત માટે ઉમટી પડશે
Vijayabhai Rupani
Vijayabhai Rupani

ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ હવાઈ મથકે આવશે ત્યારે તેમને તેઓ આવકારવાના છે તેમ જણાવતા વિજયભાઈ રૂપાણીએ રોડ-શોના યજમાન મુખ્યમંત્રી અને સરકાર છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, શ્રીયુત ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી એવા વિશ્વના બે શકિતશાળી નેતાઓનું સ્વાગત-અભિવાદન એક ચિરંજીવ અને ઐતિહાસિક બની રહેશે. એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના માર્ગ પર રોડ-શો  નરેન્દ્રભાઈ અને ટ્રમ્પની મૈત્રીના કારણે શક્ય બન્યો છે. દેશના વિવિધ પ્રાંતની સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે લોકો આ બે નેતાઓને આવકારી ભવ્ય અભિવાદન કરવાના છે. તેમ તેઓએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનવા જઈ રહ્યું છે. અને નયા ભારતના નિર્માણમાં અમેરિકાના પ્રમુખની  આ યાત્રા મહત્વપૂર્ણ બનશે તેનો આરંભ ગુજરાતની ધરતી પરથી થવાનો છે તે સાડા છ કરોડ ગુજરાતીઓ માટે એક ગૌરવ રૂપ છે. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ખાતે ગુજરાત ભરમાંથી લાખો લોકો ઉપસ્થિત રહીને ડોનાલ્ડ ટ્રમ્પનું અભિવાદન કરવાના છે, જે તેમની પૂર્વેની અન્ય કોઈપણ  દેશની યાત્રા કરતા ભવ્ય અભિવાદન હશે.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

%d bloggers like this: