- Advertisement -

આણંદમાં મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં જનસુવિધા-જનસુખાકારીના વિકાસ પ્રકલ્‍પોનું લોકાર્પણ

આણંદમાં મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં જનસુવિધા-જનસુખાકારીના વિકાસ પ્રકલ્‍પોનું લોકાર્પણ

આણંદ : તા.૨૫મી સપ્‍ટેમ્‍બર,૨૦૧૯ : બુધવાર : મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું છે કે રાજય સરકારે શહેરોના સંતુલિત વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી, જયાં માનવી ત્‍યાં સુવિધાના સંકલ્‍પને સાકાર કર્યો છે. જીડીપીની સાથે નાગરિકોનો હેપ્‍પીનેસ ઇન્‍ડેક્ષ વધે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 15

- Advertisement -

- Advertisement -

405

Get real time updates directly on you device, subscribe now.

આણંદમાં મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં જનસુવિધા-જનસુખાકારીના વિકાસ પ્રકલ્‍પોનું લોકાર્પણ

આણંદ : તા.૨૫મી સપ્‍ટેમ્‍બર,૨૦૧૯ : બુધવાર : મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું છે કે રાજય સરકારે શહેરોના સંતુલિત વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી, જયાં માનવી ત્‍યાં સુવિધાના સંકલ્‍પને સાકાર કર્યો છે. જીડીપીની સાથે નાગરિકોનો હેપ્‍પીનેસ ઇન્‍ડેક્ષ વધે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.

Related Posts
1 of 484
 • આણંદમાં મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં રૂા.૨૪.૨૧ કરોડના જનસુવિધા-જનસુખાકારીના ત્રણ વિકાસ પ્રકલ્‍પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
 • આણંદમાં અદ્યતન સિવિલ હોસ્‍પિટલના નિર્માણ માટેની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે – મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 10
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 10

મુખ્‍યમંત્રીશ્રી : –

 • જયાં માનવી ત્‍યાં સુવિધાના સંકલ્‍પને સરકારે સાકાર કર્યો છે
 • જીડીપીની સાથે નાગરિકોનો હેપ્‍પીનેસ ઇન્‍ડેક્ષ વધે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે
 • શહેરોમાં બાંધકામ પ્રવૃતિને સુનિશ્ર્ચિત કરવા માટે રાજય સરકારે કોમન જી.ડી.સી.આર. હેઠળ અનેકવિધ નિર્ણયો કર્યા છે
 • આગામી ત્રણ વર્ષમાં આઠ લાખ ઘરોને સોલર રૂફ ટોપથી આવરી લેવાશે
 • ગુજરાત સમગ્ર દેશમાં વિકાસના રોલ મોડલ તરીકે ઉભરી રહયું છે
 • મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.અટલ બિહારી વાજપેઇજીની પૂર્ણ કદની પ્રતિમા નિર્માણ કામગીરીનું ખાતમુહૂર્ત
 • એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાનું મુખ્યમંત્રીશ્રીના હસ્‍તે અનાવરણ

  Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 09
  Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 09

મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું કે દિન પ્રતિદિન શહેરીકરણનો વ્‍યાપ વધી રહયો છે, ત્‍યારે નગરપાલિકાઓ દ્વારા લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી વિવાદ નહીં પરંતુ સંવાદથી નાગરિકોને સાથે લઇ પાયાની અને માળખાગત સુવિધાઓ પૂરી પાડી છે. આણંદમાં અદ્યતન સિવિલ હોસ્‍પિટલના નિર્માણ માટેની કાર્યવાહી ટૂંક સમયમાં જમીનની પસંદગી કરી પૂર્ણ કરવામાં આવશે તેમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 08
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 08

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે દૂધનગરી આણંદ ખાતે પંચાયત રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્‍થિતિમાં નગરપાલિકા દ્વારા શહેરના લોટેશ્ચર તળાવ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.અટલ બિહારી વાજપેઇજીની પૂર્ણ કદની પ્રતિમા નિર્માણ કામગીરીનું ખાતમુહૂર્ત કરવા સાથે આણંદ નગરપાલિકા સંકુલ સામે એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાનું તેમના જન્મદિને અનાવરણ કર્યુ હતું.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 07
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 07

મુખ્યમંત્રીશ્રીએ આણંદ નગરપાલિકા દ્વારા રૂા.૬.૧૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલ બાકરોલ તળાવ, અવકુડા દ્વારા રૂા.૧.૨૦ કરોડના ખર્ચે નિર્મિત કૃષિ કોલેજથી દાંડી માર્ગનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અમૃત પ્રોજેકટ હેઠળ રૂા.૧૬.૮૬ કરોડના ખર્ચે ટી.પી.નં.૯ માં અમૂલ ડેરી રોડ ઉપર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા ફૂટપાથ નવીનીકરણ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂા.૨૪.૨૧ કરોડના ત્રણ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 06
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 06

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જનવિકાસ ઝુંબેશ અંતર્ગત તારાપુર તાલુકાના ૧૦૦૦ ઉપરાંત લાભાર્થીઓને યોજનાકીય સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું છે કે એકાત્‍મ માનવવાદ અને અંત્‍યોદયના પ્રણેતા પ્રખર રાષ્‍ટ્રવાદી પંડિત દિનદયાળ ઉપાધ્‍યાયજીએ તેમની જન્‍મતિથિએ તેમના સદ્દગુણો અને વિચારો જીવનના ઉચ્‍ચતમ મૂલ્‍યો આજે પણ આપણા પથદર્શક બની રહયા છે. માનવતાના સાચા ઉપાસક, સંગઠનકર્તા અને દ્રરિદ્ર નારાયણના ઉત્‍કર્ષ અને સામાજિક ચેતનાના ઉત્‍થાન માટે સૌને કટિબધ્‍ધ થવા તેમણે જણાવ્યું હતું.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 05
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 05

પંડિત દિનદયાળ ઉપાધ્‍યાયજીએ જ્ઞાતિ-ધર્મ-જાતિ-ભાષાથી ઉપર ઉઠીને રાષ્‍ટ્રવાદને કેન્‍દ્ર સ્‍થાને રાખી છેવાડાના માનવીના કલ્‍યાણનું લક્ષ્‍ય સેવ્‍યું હતું, તો પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્‍ન શ્રી સ્‍વ.અટલ બિહારી વાજપાઇજીએ ભારત માતાને આરાધ્‍ય દેવ ગણીને કવિતાના માધ્‍યમથી રાષ્‍ટ્રવાદના રંગોમાં દેશને રંગ્‍યો હતો.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 04
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 04

આ બંને મહાનુભાવોની યાદો અવિસ્‍મરણીય રહે તે માટે આણંદ નગરપાલિકાએ કરેલ કાર્યને તેમણે બિરદાવ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે ગુજરાતના શહેરોનો પણ વૈશ્ર્વિક વિકાસ થાય  તે માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા ઝડપથી વિકસતા શહેરોમાં બાંધકામ પ્રવૃતિને સુનિશ્ચિત કરવા માટે રાજય સરકારે કોમન જી.ડી.સી.આર. હેઠળ અનેકવિધ નિર્ણયો કર્યા છે.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 03
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 03

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે ઝુપડપટ્ટી મુકત શહેરોના નિર્માણ માટે સરકારે નીતિ અમલમાં મુકી છે. રાજય સરકારે ૩૦ વર્ષ જુના મકાનોના રી-ડેવલપમેન્‍ટ માટે પણ નીતિ અમલમાં મુકી છે તેની ભૂમિકા આપી હતી. રાજય સરકારે પર્યાવરણ, પાણી અને પ્રકૃતિના સંરક્ષણ માટે અનેકવિધ પગલાં લીધા છે, તેમ જણાવતાં મુખ્‍યમંત્રીશ્રીએ આ વર્ષે ગુજરાતમાં મેઘરાજા પણ મહેરબાન થયા છે ત્‍યારે પાણીને પારસમણી સમજીને તેના ટીપે ટીપાંનો સદ્દઉપયોગ કરવા જણાવ્‍યું હતું.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 02
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 02

ગુજરાતને પાણીદાર બનાવવા માટે સુજલામ-સુફલામ જળ અભિયાન હેઠળ ૧૨૦૦૦ થી વધુ તળાવો ઊંડા કરવામાં આવ્‍યા છે. જેને પરિણામે જળ સ્‍તરમાં વધારો થતાં ભૂગર્ભના પાણી તળ ઉંચા આવ્‍યા છે તેમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગુજરાતમાં દરિયાના પાણીને મીઠું બનાવવા ડીસેલીનેશન પ્‍લાન્‍ટ, વોટર રી-ચાર્જ, રીયુઝ માટે સરકારે લીધેલ પગલાંની તેમણે વિસ્‍તૃત માહિતી આપી હતી.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 01
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 01

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે રાજયમાં ગ્રીન-કલીન એનર્જી માટે સી.એન.જી.-પી.એન.જી. પંપો, પવન અને સૂર્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ થાય તે માટે બે લાખ ઘરોમાં સોલર રૂફટોપ સિસ્‍ટમ સ્‍થાપિત કરાશે. આગામી ત્રણ વર્ષમાં આઠ લાખ ઘરોને સોલર રૂફ ટોપથી આવરી લેવાશે અને વધારાની વિજળી રાજય સરકાર ખરીદશે.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 27
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 27

રાજય સરકાર પારદર્શિતા, નિર્ણાયકતા, પ્રગતિશીલતા અને સંવેદનશીલતા સાથે સમાજના તમામ વર્ગોનો સમતુલિત વિકાસ થાય તે દિશામાં નકકર પ્રયાસો સાથે આગળ વધી રહી છે. જેને પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસના રોલ મોડલ તરીકે ઉભરી રહયું છે તેમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 26
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 26

મુખ્‍યમંત્રીશ્રીએ આણંદ શહેરમાં સો ટકા ઘરોમાં નળ થી પાણી પહોંચાડવા, એસ.ટી.પી.નું કામ ઝડપથી પૂર્ણ કરી ડ્રેનેજના પાણીને શુધ્‍ધ કરી તેના પુન: ઉપયોગ કરવા આહવાન કર્યું હતું. આણંદ માટે આજનો સોનેરી દિવસ છે, તેવી લાગણી વ્‍યકત  કરતાં નગરપાલિકા પ્રમુખશ્રી કાન્‍તિભાઇ ચાવડાએ જણાવ્‍યું કે સંવેદનશીલ મુખ્‍યમંત્રીશ્રીએ આણંદ નગરપાલિકાના અવકુડા હસ્‍તકના પ્‍લોટ પરત કરવાનો નિર્ણય કર્યો છે જે આણંદ શહેર માટે આનંદની વાત છે. મુખ્‍યમંત્રીશ્રીના સક્ષ્‍મ નેતૃત્‍વમાં સેવાસેતુ કાર્યક્રમના લાભો છેવાડાના માનવી સુધી પહોંચ્‍યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 25
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 25

પ્રારંભમાં સૌનો આવકાર કરતાં કલેકટરશ્રી દિલીપ રાણાએ જણાવ્‍યું કે જનવિકાસ ઝુંબેશ કાર્યક્રમ હેઠળ તારાપુર તાલુકાના ૫૦ હજાર ઉપરાંત લાભાર્થીઓને સરકારની કલ્‍યાણકારી યોજનાઓ પહોંચાડવાનો જિલ્‍લા પ્રશાસને નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે ૮૦૦૦ ઉપરાંત લાભાર્થીઓને સરકારી યોજનાના લાભો પહોંચાડવામાં આવ્‍યા છે. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી હાથ ધરેલ આ કાર્યક્રમ હેઠળ એક માસમાં તારાપુર તાલુકાના તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આવરી લેવામાં આવશે તેમ શ્રી રાણાએ ઉમેર્યુ હતું.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 23
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 23

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, ધારાસભ્‍ય શ્રી મયુરભાઇ રાવલ, ગોવિંદભાઇ પરમાર, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, પૂર્વમંત્રીશ્રી રોહિતભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્‍ય શ્રીમતી જ્યોત્‍સનાબેન પટેલ, પક્ષ અગ્રણી શ્રી અમિતભાઇ શાહ, મહેશભાઇ પટેલ, પદાધિકારીઓ, નગરસેવકો, અધિકારીઓ સહિત વિશાળ સંખ્‍યામાં નગરજનો હાજર રહયા હતા.

Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 21
Anand Ma Mukh‍yamantri Ni Upas‍thiti Ma Janasuvidha Janasukhakarina Vikasa Prakal‍ponu Lokarpana 21

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More