- Advertisement -

આણંદના કલેક્ટર તરીકેના કાર્યભાર સંભાળતા શ્રી આર.જી. ગોહિલ

આણંદ જિલ્લા કલેક્ટર તરીકે નવનિયુક્ત થયેલ શ્રી આર.જી. ગોહિલે આજે તા. ૧૭-૧૨-૨૦૧૯ના રોજ આણંદના કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.

શ્રી આર.જી.ગોહિલ સને ૨૦૦૭માં આઇ.એ.એસ.માં નોમીનેટ થયા હતા. તેઓ મૂળ ભાવનગરના વતની છે. તેઓએ બી.કોમ.નો અભ્યાસ કર્યા બાદ વર્ષ ૧૯૯૦માં સુરેન્દ્રનગર ખાતે નાયબ  કલેક્ટર તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. ત્યારબાદ શ્રી ગોહિલ વિવિધ જગ્યાએ ફરજો બજાવી ચૂક્યા છે.

Anand Na Collector Tarike Karyabhar Sambhalata R.g. Gohil 02

- Advertisement -

- Advertisement -

95

Get real time updates directly on you device, subscribe now.

આણંદના કલેક્ટર તરીકેના કાર્યભાર સંભાળતા શ્રી આર.જી. ગોહિલ

  • આણંદના કલેક્ટર તરીકેના કાર્યભાર સંભાળતા શ્રી આર.જી. ગોહિલ
  • આણંદ જિલ્લા કલેક્ટર તરીકે નવનિયુક્ત થયેલ શ્રી આર.જી. ગોહિલે આજે તા. ૧૭-૧૨-૨૦૧૯ના રોજ આણંદના કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.
Related Posts
1 of 443

શ્રી આર.જી.ગોહિલ સને ૨૦૦૭માં આઇ.એ.એસ.માં નોમીનેટ થયા હતા. તેઓ મૂળ ભાવનગરના વતની છે. તેઓએ બી.કોમ.નો અભ્યાસ કર્યા બાદ વર્ષ ૧૯૯૦માં સુરેન્દ્રનગર ખાતે નાયબ  કલેક્ટર તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. ત્યારબાદ શ્રી ગોહિલ વિવિધ જગ્યાએ ફરજો બજાવી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી ગોહિલ અગાઉ આણંદ ખાતે વર્ષ ૨૦૧૧માં આણંદના નિવાસી નાયબ કલેક્ટર તરીકે ફરજો બજાવી ચૂકયા છે.

આણંદ ખાતેથી તેઓ ગાંધીનગર ખાતે અર્બન ડેવલપમેન્ટ વિભાગમાં બદલી થઇને ગયા હતા ત્યારબાદ પુન: આણંદ ખાતે નિવાસી નાયબ કલેકટર તરીકે નિમણૂંક પામીને ફેબ્રુઆરી-૨૦૧૫ સુધી ફરજો બજાવી હતી. શ્રી ગોહિલ આણંદ ખાતે નિવાસી નાયબ કલેકટર પદેથી મહીસાગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક પામીને ગયા હતા. જ્યાંથી તેઓ છેલ્લે નવસારી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજો બજાવતા હતા. આમ આણંદના જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂંક પામનાર શ્રી ગોહિલ અગાઉ આણંદ ખાતે ફરજો બજાવી ચૂક્યા હોઇ તેમના અનુભવોનો લાભ આણંદ જિલ્લાના નાગરિકોને પ્રાપ્ત થશે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More