- Advertisement -

આણંદની મુલાકાતથી અત્યંત પ્રભાવિત યુવા આઈ.એ.એસ. અધિકારી

અમુલ, ચોકલેટ, એન.ડી.ડી.બી, સરદાર નિવાસ સ્થાન સહિત આણંદની મુલાકાત લીધી

આણંદ સરકીટ હાઉસ ખાતે ગુજરાતમાં સેવા કાર્યરત તાલીમ આઈ.એ.એસ અધિકારીશ્રીઓની યુવા ટીમ સાથે કલેક્ટરશ્રી આર.જી. ગોહિલ અને જિ.વિ. અધિકારીશ્રી આશિષકુમાર સાથે શુભેચ્છા બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રી આર.જી. ગોહિલે તાલીમી અધિકારીશ્રીઓ સાથે પરિચય સહિત ગુજરાત અને ખાસ આણંદ જિલ્લાના વિકાસ તેમજ અમૂલ, એન.ડી.ડી.બી, ઈરમા, સરદાર પટેલ નિવાસ સ્થાન કરમસદ સહિત ના વિષયો ઉપર તાલીમ અધિકારીશ્રીઓને માહિતગાર કર્યા હતા.

Anand Ni Mulakatthi Atyanta Prabhavit Yuva I.a.s. Adhikario 02

- Advertisement -

- Advertisement -

449

Get real time updates directly on you device, subscribe now.

આણંદની મુલાકાત થી અત્યંત પ્રભાવિત
યુવા આઈ.એ.એસ. અધિકારીશ્રીઓ

  • અમુલ, ચોકલેટ, એન.ડી.ડી.બી, સરદાર નિવાસ સ્થાન સહિત આણંદની મુલાકાત લીધી
  • કલેક્ટરશ્રી ડી.ડી.ઓશ્રી સાથે શુભેચ્છા  બેઠક યોજાઈ
  • સરદાર પટેલ જીવન કવન પુસ્તક-પ્રતિમા ભેટ અપાઈ
Anand Ni Mulakatthi Atyanta Prabhavit Yuva I.a.s. Adhikario 01
Anand Ni Mulakatthi Atyanta Prabhavit Yuva I.a.s. Adhikario 01
Related Posts
1 of 439

આણંદ સરકીટ હાઉસ ખાતે ગુજરાતમાં સેવા કાર્યરત તાલીમ આઈ.એ.એસ અધિકારીશ્રીઓની યુવા ટીમ સાથે કલેક્ટરશ્રી આર.જી. ગોહિલ અને જિ.વિ. અધિકારીશ્રી આશિષકુમાર સાથે શુભેચ્છા બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રી આર.જી. ગોહિલે તાલીમી અધિકારીશ્રીઓ સાથે પરિચય સહિત ગુજરાત અને ખાસ આણંદ જિલ્લાના વિકાસ તેમજ અમૂલ, એન.ડી.ડી.બી, ઈરમા, સરદાર પટેલ નિવાસ સ્થાન કરમસદ સહિત ના વિષયો ઉપર તાલીમ અધિકારીશ્રીઓને માહિતગાર કર્યા હતા.

Anand Ni Mulakatthi Atyanta Prabhavit Yuva I.a.s. Adhikario 02
Anand Ni Mulakatthi Atyanta Prabhavit Yuva I.a.s. Adhikario 02
Also You like to read
1 of 194

કલેક્ટરશ્રી સાથેના વાર્તાલાપમાં દેશના અન્ય પ્રદેશોના યુવા આઈ.એ.એસ અધિકારીશ્રીઓ એ ગુજરાત અને આણંદની મુલાકાત અને અદભૂત વિકાસ થી ખૂબજ પ્રભાવિત હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. અને આણંદ વિસ્તારની મુલાકાત સંદર્ભે પોતાના સુંદર પ્રતિભાવ પણ આપ્યા હતા. કલેક્ટરશ્રી આર.જી. ગોહિલે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમારે યુવા અધિકારીશ્રીઓની ટીમને સરદાર પટેલ સાહેબનું જીવન ચરિત્ર દર્શાવતું ઉમદા પુસ્તક અને સરદાર સાહેબની પ્રતિમા ભેટ કરીને ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.

Anand Ni Mulakatthi Atyanta Prabhavit Yuva I.a.s. Adhikario 03
Anand Ni Mulakatthi Atyanta Prabhavit Yuva I.a.s. Adhikario 03

પ્રોબેશનરી તાલીમી આઈ.એ.એસ અધિકારીશ્રીઓ ટીમે મોગર સ્થિત શ્રી ત્રિભોવન દાસ પટેલ ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જ્યાં સમગ્રયતા પ્લાન્ટનું નિરિક્ષણ અને વિગતો મેળવી હતી. અમુલ ડેરી, એન.ડી.ડી.બી ચોકલેટ પ્લાન્ટના અધિકારીશ્રીઓએ યુવા આઈ.એ.એસ ટીમને પોતાના પ્લાન્ટ અને કામગીરીની વિગતોથી વાકેફ કર્યા હતા. ત્યાર બાદ એન.ડી.ડી.બી  ખાતે વૈશ્વિક ઓળખ ધરાવતા અમુલના શરૂઆતના ઈતિહાસના પૂર્ણ પ્રદર્શનીની પરિક્રમાનું નિરિક્ષણ કર્યું હતું.

Anand Ni Mulakatthi Atyanta Prabhavit Yuva I.a.s. Adhikario 04
Anand Ni Mulakatthi Atyanta Prabhavit Yuva I.a.s. Adhikario 04

ગુજરાત સેવામાં હાલ કાર્યરત ૨૦૧૮ની બેચના તાલીમી આઈ.એ.એસ અધિકારી સર્વશ્રી શિવાની ગોયલ (છોટાઉદેપુર), શ્રી અંકિત પન્નુ (પંચમહાલ), શ્રી મમતા પોપટ (સાબરકાંઠા), શ્રી અક્ષય બુદાનિયા (જુનાગઢ), શ્રી હરસત જાસમીન (વલસાડ), શ્રી સ્નેહલ ભપકાર (જામનગર) એ તમામ  સ્થળોની મુલાકાત બાદ ખૂબ જ પ્રભાવિત થયા હતા. નાયબ કલેક્ટરશ્રી ગોપાલ બામણીયાના નેતૃત્વ માં આ તાલીમી અધિકારીશ્રીઓએ આણંદ વિશેની વિવિધ માહિતીથી જાણકારી મેળવી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More