આણંદ જિલ્લામાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજજ

ખંભાત ખાતે લાયઝન અધિકારીઓની જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠક

હવામાન વિભાગ દ્વારા આજથી એટલે કે તા. ૬ઠ્ઠી નવેમ્બરથી ૮મી નવેમ્બર દરમિયાન મહા વાવાઝોડાની આગાહીને પગલે આણંદ જિલ્લામાં વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સજજ હોવાનું જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાએ જણાવ્યું છે. મહા વાવાઝોડાની ખાસ કરીને દરિયાકાંઠાના ખંભાત, તારાપુર અને બોરસદ તાલુકાના અસરગ્રસ્ત ૧૫ ગામોના લાયઝન અધિકારીઓ સાથે આજે જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને ખંભાત ખાતે બેઠક મળી હતી.

Ananda Jilla Ma Sambhavit Vavajoda Ni Paristhiti Ne Pahunchi Valava Vahivati Tantra Sajaja 02
184

Get real time updates directly on you device, subscribe now.

આણંદ જિલ્લામાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજજ

હવામાન વિભાગ દ્વારા આજથી એટલે કે તા. ૬ઠ્ઠી નવેમ્બરથી ૮મી નવેમ્બર દરમિયાન મહા વાવાઝોડાની આગાહીને પગલે આણંદ જિલ્લામાં વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સજજ હોવાનું જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાએ જણાવ્યું છે. મહા વાવાઝોડાની ખાસ કરીને દરિયાકાંઠાના ખંભાત, તારાપુર અને બોરસદ તાલુકાના અસરગ્રસ્ત ૧૫ ગામોના લાયઝન અધિકારીઓ સાથે આજે જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને ખંભાત ખાતે બેઠક મળી હતી.

  • મહા વાવાઝોડુ
  • આણંદ જિલ્લામાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજજ
  • ખંભાત ખાતે લાયઝન અધિકારીઓની જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠક
  • સંબંધિતોને ભયજનક હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના આપતા જિલ્લા કલેકટરશ્રી
Related Posts
1 of 367
Ananda Jilla Ma Sambhavit Vavajoda Ni Paristhiti Ne Pahunchi Valava Vahivati Tantra Sajaja 04
Ananda Jilla Ma Sambhavit Vavajoda Ni Paristhiti Ne Pahunchi Valava Vahivati Tantra Sajaja 04

આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ તલાટીઓને મુખ્ય મથકે હાજર રહેવા તેમજ લાયઝન અધિકારીઓને સંબંધિત ગામોની મુલાકાત લઇ સંભવિત પરિસ્થિત પર ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. કલેકટરશ્રીએ આણંદ જિલ્લામાં જાહેર જનતાની સલામતી માટે અને સાવચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ આયોજનની વિગતો આપી વાવાઝોડાના સમયે નાગરિકોએ શું કરવું અને શું ન કરવું જોઇએ તેની નાગરિકોને સમજ આપવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

Also You like to read
1 of 178
Ananda Jilla Ma Sambhavit Vavajoda Ni Paristhiti Ne Pahunchi Valava Vahivati Tantra Sajaja 03
Ananda Jilla Ma Sambhavit Vavajoda Ni Paristhiti Ne Pahunchi Valava Vahivati Tantra Sajaja 03

કલેકટરશ્રીએ ભયજનક હોર્ડિંગ્સ સત્વરે ઉતારી લેવા તેમજ વાવાઝોડા દરમિયાન  પડી જાય તેવા વૃક્ષોનું ટ્રીમીંગ કરવા પણ સંબંધિતોને સૂચના આપી હતી. કલેકટર શ્રી રાણાએ લાયઝન અધિકારીઓ સાથે ગામ દીઠ કરવામાં આવેલ આયોજનની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શ્રી રાણાએ પોલીસ, પંચાયત, પુરવઠા, કૃષિ, માર્ગ-મકાન વિભાગ, આરોગ્ય, શિક્ષણ, પશુપાલન, વન વિભાગ સહિત સંબંધિતોને આપવા પ્રબંધન અંગે પોતાના વિભાગોને લગતી કામગીરી હાથ ધરી બચાવ રાહત સહિત તકદારી અને અગમચેતીના પગલાં લેવા પણ જણાવ્યું હતું.

Ananda Jilla Ma Sambhavit Vavajoda Ni Paristhiti Ne Pahunchi Valava Vahivati Tantra Sajaja 02
Ananda Jilla Ma Sambhavit Vavajoda Ni Paristhiti Ne Pahunchi Valava Vahivati Tantra Sajaja 02

કલેકટરશ્રીએ ખંભાત નગરપાલિકાને શહેરના નાગરિકોને પૂરતા પ્રમાણમાં કે તેથી વધુ પાણીનો જથ્થો પૂરો પાડવા સૂચના આપી હતી. કલેકટર શ્રી દિલીપ રાણાએ વાવાઝોડા દરમિયાન ખોટી અફવાઓથી દૂર રહી આધારભૂત સૂચનાઓનો જ ધ્યાને લેવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, પ્રાદેશિક મ્યુનિસિપાલિટીના કમિશનરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, નાયબ પોલીસ વડાશ્રી, લાયઝન અધિકારીશ્રીઓ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Ananda Jilla Ma Sambhavit Vavajoda Ni Paristhiti Ne Pahunchi Valava Vahivati Tantra Sajaja 01
Ananda Jilla Ma Sambhavit Vavajoda Ni Paristhiti Ne Pahunchi Valava Vahivati Tantra Sajaja 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More