અંદિજાનમાં શારદા યુનિવર્સિટીનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી

અંદિજાનમાં શારદા યુનિવર્સિટીનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના તેમના પ્રથમ દિવસે અંદિજાન રિજિયનમાં શારદા યુનિવર્સિટીનો શુભારંભ કરાવ્યો હતો. આ યુનિવર્સિટી ઉઝબેકિસ્તાનના અંદિજાન અને ફરગના પ્રદેશના યુવાઓને સ્કીલ ડેવલપમેન્ટ સાથે વર્લ્ડ ક્લાસ એજ્યુકેશનની સુવિધાઓમાં અહેમ ભૂમિકા નિભાવશે.

Andijan 08
256

Get real time updates directly on you device, subscribe now.

Andijan 04
Andijan 04
Related Posts
1 of 367
  • મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાનમાં પ્રથમ દિવસ
  • અંદિજાનમાં શારદા યુનિવર્સિટીનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી
  • ભારતમાં બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરતા શારદા ગ્રૂપની અંદિજાનમાં પ્રથમ સ્વતંત્ર ખાનગી યુનિવર્સિટી શરૂ કરવાની પહેલ
  • ભારત-ઉઝબેકિસ્તાન-ગુજરાત વચ્ચેના સંબંધો આ શૈક્ષણિક સંકુલ- મહાવિદ્યાલય વધુ મજબૂત બનાવશે : મુખ્યમંત્રીશ્રી
  • ઉઝબેકિસ્તાનના યુવાઓના સ્કીલ ડેવલપમેન્ટમાં શારદા યુનિવર્સિટી અહેમ ભૂમિકા નિભાવશે
  • એન્જિનિયરિંગ-મેનેજમેન્ટ-મેડિકલ- બાયોમેડિકલ – સ્ટેમસેલ- જીવ વિજ્ઞાનના વિષયોનું વિદ્યાર્થીઓને ગ્લોબલ એજ્યુકેશન મળશે
Also You like to read
1 of 179
Andijan 06
Andijan 06

મુખ્યમંત્રીશ્રીએ ભારતમાં બે દાયકાથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરી રહેલા શારદા ગ્રૂપે રૂ. બે કરોડના ખર્ચે અંદિજાન-ફરગના રિજિયનમાં પ્રથમ સ્વતંત્ર ખાનગી યુનિવર્સિટી શરૂ કરવાની કરેલી પહેલની સરાહના કરી હતી. આ યુનિવર્સિટીમાં વિશ્વના વિવિધ દેશોના યુવાઓ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, બાયો મેડિકલ, સ્ટેમ સેલ- જીવ વિજ્ઞાનનું ગ્લોબલ એજ્યુકેશન મેળવશે. શારદા યુનિવર્સિટીનો આ પ્રારંભ મધ્ય એશિયામાં ભારતની એક ઉચ્ચતમ શિક્ષણ સંસ્થાની મૌજૂદગી બન્યો છે.

Andijan 08
Andijan 08

શ્રી વિજયભાઈ રૂપાણીએ ભારત-ઉઝબેકિસ્તાન-ગુજરાતના સંબંધોને આ શૈક્ષણિક સંસ્થા વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ યુનિવર્સિટીનો પ્રારંભ કરાવતા દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીનું આ યુનિવર્સિટીના પ્રાંગણમાં બેન્ડની સુરાવલિ સાથે ઉષ્માપૂર્ણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. (પી.આર.ઓ./જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More