- Advertisement -

અંજારમાં રાજયકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું સમાપન

અંજારમાં રાજયકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું સમાપને રાજયમંત્રી હસ્તે ખેલાડીઓને ઇનામો અર્પણ કરાયાં

ભુજ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત તેમજ કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ, અંજારના સહયોગથી યોજાયેલ ખેલ મહાકુંભ-૨૦૧૯ની રાજયકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું આજે અંજાર મધ્યે નગરપાલિકા ટાઉનહોલ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરાયું હતું. આ વેળાએ રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે વિજેતા ટીમના ખેલાડીઓને ઇનામોની રકમનાં ચેક અર્પણ કરાયાં હતા.

Anjara Ma Rajya Kaksa Ni Rassi Khech Spardha Nu Samapana 04

- Advertisement -

- Advertisement -

321

Get real time updates directly on you device, subscribe now.

અંજારમાં રાજયકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું સમાપન

ભુજ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત તેમજ કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ, અંજારના સહયોગથી યોજાયેલ ખેલ મહાકુંભ-૨૦૧૯ની રાજયકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું આજે અંજાર મધ્યે નગરપાલિકા ટાઉનહોલ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરાયું હતું. આ વેળાએ રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે વિજેતા ટીમના ખેલાડીઓને ઇનામોની રકમનાં ચેક અર્પણ કરાયાં હતા.

  • અંજારમાં રાજયકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું સમાપને રાજયમંત્રી હસ્તે ખેલાડીઓને ઇનામો અર્પણ કરાયાં
  • સ્પર્ધાના અંતિમ દિને અંડર-૧૭ અને અબવ-૪૦ મહિલા રસ્સાખેંચ સ્પર્ધા યોજાઇ
  • અંડર-૧૭માં પ્રથમક્રમે ગીર-સોમનાથ જયારે અબવ-૪૦માં મહેસાણાએ બાજી મારી
Related Posts
1 of 398
Anjara Ma Rajya Kaksa Ni Rassi Khech Spardha Nu Samapana 01
Anjara Ma Rajya Kaksa Ni Rassi Khech Spardha Nu Samapana 01

ઐતિહાસિક અંજાર શહેરના ટાઉનહોલ ગ્રાઉન્ડ ખાતે રાજયકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનો અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે ટોસ ઉછાડી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ તથા પ્રવાસન રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે સમગ્ર ગુજરાતમાંથી તેજસ્વી રમતવીરો કચ્છના આંગણે આવીને ભાગ લઇ વિજેતા જાહેર થયેલ ગીર સોમનાથ ટીમ સહિતની અન્ય તમામ ખેલાડીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, રાજય સરકાર મહાકુંભનું આયોજન કરી ખેલકુદ પ્રવૃતિને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું છે.

Anjara Ma Rajya Kaksa Ni Rassi Khech Spardha Nu Samapana 02
Anjara Ma Rajya Kaksa Ni Rassi Khech Spardha Nu Samapana 02
Also You like to read
1 of 209

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સરકારના નેતૃત્વમાં યુવાધન માટે ખેલ ક્ષેત્રે કરાયેલી સુવિધાઓ અને પ્રોત્સાહનોના પરિણામે રમતગમત ક્ષેત્રે યુવાનો ભાગ લઇને દેશનું ગૌરવ વધારી રહ્યા છે.

ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય ગીરની સિંહણો સમી બહેનોને રસ્સાખેંચ સ્પર્ધામાં કૌવત દાખવી વિજેતા થવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે ઘર-પરિવારની જવાબદારી સાથે બહેનોને અઘરી પ્રેકટીશ કરવી પડતી હોય છે, તેનો ઉલ્લેખ કરી રાજય સરકાર દ્વારા વધુને વધુ સુવિધા અને તાલીમ ઉપલબ્ધ કરાવાતી હોવાનું જણાવી વિજેતાઓને હવે રાષ્ટ્રીયકક્ષાએ પણ સફળતા પ્રાપ્ત થાય તેવી શુભકામના પાઠવી હતી.

Anjara Ma Rajya Kaksa Ni Rassi Khech Spardha Nu Samapana 03
Anjara Ma Rajya Kaksa Ni Rassi Khech Spardha Nu Samapana 03

ઉલ્લેખનીય છે કે, વિવિધ એજ ગ્રુપ અંડર-૧૭, ઓપન એજ ગ્રુપ, અબવ-૪૦, અબવ-૬૦ ભાઇઓ-બહેનોની રાજયકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું અંજારમાં તા. ૧૦ થી ૧૪ નવેમ્બર દરમિયાન આયોજન કરાયું હતું, જેમાં ૬૪ ટીમો અને ૫૭૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આજે અંતિમ દિવસે યોજાયેલી મહિલાઓ માટેની રસ્સાખેંચની અન્ડર-૧૭માં પ્રથમ ગીર સોમનાથ, બીજા ક્રમે કચ્છ અને તૃતીય સ્થાને મહેસાણા જયારે અબવ-૪૦ની સ્પર્ધામાં પ્રથમ મહેસાણા બીજા ક્રમે પોરબંદર અને તૃતીયસ્થાને કચ્છ આવ્યા હોવાની વિગતો પીવાયડીઓ શ્રી નરસિંહભાઈ ગાગલે આપી હતી.

Anjara Ma Rajya Kaksa Ni Rassi Khech Spardha Nu Samapana 04
Anjara Ma Rajya Kaksa Ni Rassi Khech Spardha Nu Samapana 04

શ્રી ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યાં હતા. આ પ્રસંગે અંજાર નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઈ પલણ, અંજાર પ્રાંત અધિકારી ડો. વી.કે.જોષી, ડેનીભાઈ શાહ, સંજયભાઈ દાવડા, વસંતભાઈ કોડરાણી, તેજસભાઈ મહેતા સહિતના અગ્રણીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કે.કે.એમ.એસ.ગર્લ્સ સ્કૂલ અંજારના આચાર્ય શ્રી દિવ્યરાજસિંહ જાડેજાએ આભારવિધિ કરી હતી. (વીએભટ્ટ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More