- Advertisement -

અંજારમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ

રાજયમંત્રીશ્રીના હસ્તે અંજારમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ

શાળામાં અભ્યાસ કરતાં બાળકોમાં રહેલી ગંભીર બીમારીઓનું આગોત્તરૂ નિદાન થાય તે હેતુ સાથે આજથી શરૂ કરાયેલા રાજયવ્યાપી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો કચ્છમાં અંજારથી આરંભ કરાવતાં રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે એક પણ બાળક આરોગ્ય ચકાસણીથી વંચિત ન રહે તે જોવા આહ્વાન કર્યું હતું.

Anjara Ma Shala Arogya Tapasani Karyakram No Shubharambh 03

- Advertisement -

- Advertisement -

222

Get real time updates directly on you device, subscribe now.

અંજારમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ

શાળામાં અભ્યાસ કરતાં બાળકોમાં રહેલી ગંભીર બીમારીઓનું આગોત્તરૂ નિદાન થાય તે હેતુ સાથે આજથી શરૂ કરાયેલા રાજયવ્યાપી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો કચ્છમાં અંજારથી આરંભ કરાવતાં રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે એક પણ બાળક આરોગ્ય ચકાસણીથી વંચિત ન રહે તે જોવા આહ્વાન કર્યું હતું.

  • કચ્છમાં એક પણ બાળક આરોગ્ય ચકાસણીથી વંચિત ન રહે
  • રાજયમંત્રીશ્રીના હસ્તે અંજારમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ
Related Posts
1 of 398
Anjara Ma Shala Arogya Tapasani Karyakram No Shubharambh 01
Anjara Ma Shala Arogya Tapasani Karyakram No Shubharambh 01

અંજાર નગરપાલિકા પ્રાથમિક શાળા નં. ૩ ખાતેથી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો દીપ પ્રગટાવી શુભારંભ કરાવતાં સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે,  બાળકોની જીંદગીમાં ઓજસતા પાથરવા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મક્કમ નિર્ધાર સાથે આખા દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો.

Also You like to read
1 of 209
Anjara Ma Shala Arogya Tapasani Karyakram No Shubharambh 02
Anjara Ma Shala Arogya Tapasani Karyakram No Shubharambh 02

તેમણે રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા આરોગ્યલક્ષી યોજનાઓનો ચિતાર આપી શાળાએ જતાં એક-એક બાળકની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આરોગ્ય તપાસણી સાથે જરૂર પડ્યે સુપર સ્પેશ્યાલીસ્ટ સુધીનો સારવાર કરાતી હોવાની પણ વિગતો આપી કચ્છમાં ગત વર્ષ દરમિયાન વિવિધ સારવાર અર્થે રૂ. ૧.૩૫ કરોડનો ખર્ચ કરાયો હોવાનું જણાવ્યું હતું.

Anjara Ma Shala Arogya Tapasani Karyakram No Shubharambh 03
Anjara Ma Shala Arogya Tapasani Karyakram No Shubharambh 03

સીડીએચઓ ડો. પ્રેમકુમાર કન્નરે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ફાટેલા હોઠ/તાળવા, કલબફુટ, જન્મજાત મોતીયો સારવાર-ઓપરેશન, હ્રદય, કિડની, કેન્સર જેવા રોગો માટે સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર ઉપરાંત કિડની, લિવર, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ,કોકલીયર ઇમપ્લાન્ટ જેવી અત્યાધુનિક સારવાર પણ વિનામુલ્યે અપાશે, તેમ જણાવી કચ્છમાં ૨૩૭૮ આંગણવાડી/બાલમંદિરના ૧,૯૭,૨૮૭ બાળકો, ૨૦૮૮ પ્રાથમિક શાળાનાં ૩,૪૭,૫૯૫ બાળકો, માધ્યમિક/ઉચ્ચ.માધ્યમિક ૪૫૦ શાળાના ૮૮,૩૯૪ તથા અન્ય ૩૬ શાળાના ૭,૭૧૨ સહિત શાળાએ ન જતાં ૮,૦૨૬ બાળકો મળીને કુલ ૬,૪૯,૦૧૪ બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવશે, તેની વિગતો આપી હતી.

Anjara Ma Shala Arogya Tapasani Karyakram No Shubharambh 04
Anjara Ma Shala Arogya Tapasani Karyakram No Shubharambh 04

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ પલણ, શહેર પ્રમુખ ડેનીભાઈ શાહ, સંજયભાઈ દાવડા, વસંતભાઈ કોડરાણી, કિશોરભાઈ ખટાઉ, અંજાર મામલતદાર તેમજ તેજસભાઈ મહેતા, મ્યાજરભાઈ આહિર, જયદીપભાઈ, અશ્વિનભાઈ, માવજીભાઈ મહેશ્વરી, વાસંતીબેન, કરીમાબેન, મેડીકલ ઓફિસર ડો. વર્મા, શિક્ષકગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (વીએભટ્ટ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More