વિજ્ઞાનીકોએ સ્તનધારીઓમાં ઉમ્ર વધવાની પ્રક્રિયાને કરી રીવર્સ,
૧૦ વર્ષની અંદર માનવ પર પરિક્ષણ કરવાની ભવિષ્યવાણી
આવનારા સમયમાં માનવીની ઉમ્ર ૧૦૦ વર્ષથી પણ વધુ હશે, પરંતુ તેમના ચહેરા પર કળચલીઓ નહિ જોવા મળે. કેલીફોર્નીયાનાં સાક ઇન્સ્ટીટયુટએ કુદરત અને કિસ્મતનો ખેલ બદલવાનો દાવો કર્યો છે. તેમના દાવા મુજબ હવે તેમની શોધ માનવીને વૃદ્ધ નહિ થવા દે. ઉમ્ર તો વધશે પણ ઉમરની નિશાની માનવ શરીર પર નહિ જોવા મળે. જો કે આ પ્રયોગ શરૂઆતી તબ્બકામાં છે. જો વૈજ્ઞાનિકોને માનીએ તો આ લાંબા ગાળાની પ્રોસેસ છે. પરંતુ એ વાત ચોક્કસ છે, જો પ્રયોગ સફળ થાય તો માનવ ઇતિહાસની સૌથી મોટી ઉપલબ્ધી કે શોધ સાબિત થશે.