અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિએ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લીધી

અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિએ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લીધી

ભાવનગર : 19 અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે વિધાનસભા અનુસૂચિત જાતિઓના કલ્યાણ સમિતિના સભ્યોએ અભ્યાસ પ્રવાસ ગોઠવી અનુસૂચિત જાતિના સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી અને અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી.

Anusucit Jati Kalyan Samiti E Alang Shipbreking Yard Ni Mulakat Lidhi 04
282

Get real time updates directly on you device, subscribe now.

અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિએ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લીધી

Related Posts
1 of 323

ભાવનગર : 19 અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે વિધાનસભા અનુસૂચિત જાતિઓના કલ્યાણ સમિતિના સભ્યોએ અભ્યાસ પ્રવાસ ગોઠવી અનુસૂચિત જાતિના સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી અને અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી.

Anusucit Jati Kalyan Samiti E Alang Shipbreking Yard Ni Mulakat Lidhi 01
Anusucit Jati Kalyan Samiti E Alang Shipbreking Yard Ni Mulakat Lidhi 01
  • અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિએ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લીધી
  • સમિતિ એ અનુસુચિતજાતિ ના આગેવાનો સાથે બેઠક યોજી શિપ બ્રેકિંગ યાર્ડના પડતર પ્રશ્નો અંગે કાર્યવાહી કરવાની ખાતરી આપી

આ બેઠકમાં શિપ બ્રેકિંગ યાર્ડના આગેવાનો દ્વારા હયાત પ્લોટમાં અનામત, અરસ પરસ પ્લોટની ફેરબદલી, પ્લોટની પુનઃફાળવણી, વેગન પ્લોટના સ્થાને તમામ પ્લોટમાં ૭% ટકા તેમજ ૧૪% રિઝર્વેશન, ડિફોલ્ટર થયેલ પ્લોટ ધારકો ના કેસ રીવ્યુ કરવા, અનુસુચિત જાતિઓને ઉદ્યોગમાં યોગ્ય હિસ્સેદારી આપવી, બેંક સી.સી, પ્લોટ ફાળવણી વગેરે જેવી બાબતો પર અનુસૂચિત જાતિઓ માટે અલગથી વ્યવસ્થા કરવી, તેમજ નાણાકીય, વહીવટી તથા વેચાણ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ હતી.

Also You like to read
1 of 135
Anusucit Jati Kalyan Samiti E Alang Shipbreking Yard Ni Mulakat Lidhi 02
Anusucit Jati Kalyan Samiti E Alang Shipbreking Yard Ni Mulakat Lidhi 02

આગેવાનો દ્વારા રજૂ કરાયેલ તમામ પ્રશ્નો અને રજૂઆતને સમિતિએ સાંભળી હતી અને અધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ અંગેના તમામ લાભો અનુસૂચિતજાતિઓને મળી રહે તે માટે ઘટતું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ રજૂ થયેલ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે.

Anusucit Jati Kalyan Samiti E Alang Shipbreking Yard Ni Mulakat Lidhi 03
Anusucit Jati Kalyan Samiti E Alang Shipbreking Yard Ni Mulakat Lidhi 03

આ બેઠકમાં વિધાનસભા અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રીપ્રદીપભાઈ પરમાર, સભ્યો શ્રીપ્રવિણભાઈ મારુ, શ્રીનૌસાદભાઈ સોલંકી, શ્રીકરસનભાઈ સોલંકી, શ્રીપ્રવીણભાઈ મુસડિયા, તેમજ એસ.સી, એસ.ટી શીપ યાર્ડ એસોસિએસનના ડો.જોગદિયા, શ્રીરતીભાઈ મકવાણા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી બી.જે. સોસા, પોર્ટ ઓફિસરશ્રી ચઢ્ઢા, ગુજરાત મેરીટાઇમ બોર્ડના શ્રીમુકેશભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. (વીરેન્દ્રસિંહ પરમાર)

Anusucit Jati Kalyan Samiti E Alang Shipbreking Yard Ni Mulakat Lidhi 04
Anusucit Jati Kalyan Samiti E Alang Shipbreking Yard Ni Mulakat Lidhi 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More