- Advertisement -

અરવલ્લીના  શ્રેષ્ઠ સારસ્વતોનો સન્માન સમારંભ યોજાયો

સમાજ ઘડતર તથા બાળકોમાં શિક્ષણ અને સંસ્કાર સિંચનનું કામ એક શિક્ષક જ કરી શકે - મંત્રીશ્રી  રમણભાઇ પાટકર

મોડાસા-બુધવાર, અરવલ્લી જિલ્લામાં શિક્ષક દિન નિમિત્તે સમાજના સંસ્કાર અને આવિષ્કારના આધારસ્તંભ શ્રેષ્ઠ શિક્ષકોનો  સન્માન સમારંભ જિલ્લા પ્રભારી તથા વન અને આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી રમણલાલ પાટકર અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લાના મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

Aravalli Na Sresth Sarasvato No Sanman Samarambh Yojayo 03

- Advertisement -

- Advertisement -

517

Get real time updates directly on you device, subscribe now.

અરવલ્લીના  શ્રેષ્ઠ સારસ્વતોનો સન્માન સમારંભ યોજાયો

સમાજ ઘડતર તથા બાળકોમાં શિક્ષણ અને સંસ્કાર સિંચનનું કામ એક શિક્ષક જ કરી શકે – મંત્રીશ્રી  રમણભાઇ પાટકર

મોડાસા-બુધવાર, અરવલ્લી જિલ્લામાં શિક્ષક દિન નિમિત્તે સમાજના સંસ્કાર અને આવિષ્કારના આધારસ્તંભ શ્રેષ્ઠ શિક્ષકોનો  સન્માન સમારંભ જિલ્લા પ્રભારી તથા વન અને આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી રમણલાલ પાટકર અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લાના મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસની સ્મૃતિમાં આપણે આ દિવસ  ” શિક્ષક દિન ” તરીકે ઉજવીએ છીએ. ઉચ્ચ  કોટિના શિક્ષણવિદ્ ર્ડા. એસ.રાધાકૃષ્ણન ના જીવનમાંથી પ્રેરણા લઇને વિધાર્થીઓના જીવન ઘડતરમાં એક શિક્ષકની શુ ભૂમિકા હોઇ શકે તે આજના સન્માનિત થનાર સારસ્વતોએ સાબિત કર્યુ છે.

Aravalli Na Sresth Sarasvato No Sanman Samarambh Yojayo 01
Aravalli Na Sresth Sarasvato No Sanman Samarambh Yojayo 01
Related Posts
1 of 451

વધુમાં મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, બાળકમાં શિક્ષણની સાથે સંસ્કાર સિંચન કરવાની સાથે સમાજ ધડતર કરવાનું પ્રેરણાદાયી કામ શિક્ષકો થકી જ શક્ય બન્યું છે. તેમણે રાજ્ય સરકાર વિધાર્થીઓના શિક્ષણની ચિંતા કરતા હોવાનું જણાવી હતુ કે ગામના અંતરીયાળ વિસ્તારના બાળકોને શહેરીકક્ષાનુ સમકક્ષ શિક્ષણ મળે તે માટે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના શિક્ષકોની પારદર્શી ભરતી કરવામાં આવી છે તો વળી શાળામાં અત્ય આધુનિક કમ્પ્યૂટર-વિજ્ઞાન લેબોરેટરી પણ શરૂ કરી પાયાની સુવિધાઓ આ સરકાર પુરી પાડી રહી હોવાનું તેમણે ઉમેર્યુ હતું. રાજ્યની આ સરકારે કન્યા કેળવણી પર ખાસ ભાર આપી તેમના માટે અલાયદી સુવિધાઓ ઉભી કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Aravalli Na Sresth Sarasvato No Sanman Samarambh Yojayo 01
Aravalli Na Sresth Sarasvato No Sanman Samarambh Yojayo 01

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરે સન્માનિત થયેલ શિક્ષકોને શુભેચ્છા પાઠવી રાષ્ટ્રનિર્માણના શિક્ષણકાર્ય વધુ પ્રજ્જવલિત બને તે દિશામાં કામ કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ હંસાબેન પરમાર તથા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જશૃભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. આ પ્રસંગે  અરવલ્લી જિલ્લાના તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા શ્રેષ્ઠ વિધાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.

Aravalli Na Sresth Sarasvato No Sanman Samarambh Yojayo 03
Aravalli Na Sresth Sarasvato No Sanman Samarambh Yojayo 03

આ પ્રસંગે અરવલ્લી પોલીસ વડાશ્રી મયુર પાટીલ, પ્રાયોજના વહિવટદારશ્રી દાવેરા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, મોડાસા પ્રાંત અધિકારીશ્રી મતિ ઇલાબેન આહીર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પટેલ, મોડાસા નગરપાલિકાના પ્રમૃખશ્રી સુભાષભાઇ શાહ, શાળા સંચાલકશ્રીઓ, મ.લા.ગાંધી કેળવણી મંડળના પ્રમુખશ્રી, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત હરહયા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More