- Advertisement -

આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠકો યોજતા જિલ્લા કલેક્ટર

ટોબેકો કંટ્રોલ, રસીકરણ અને મિશન ઇન્દ્રધનુષ જેવા વિવિધ વિષયો ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરાઈ

આજ રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા આરોગ્ય ખાતાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠકો યોજાઇ હતી. દરેક બેઠકમાં જુદા જુદા વિષય ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરાઈ હતી. આ બેઠકોમાં કલેક્ટરશ્રીએ ટોબેકો કંટ્રોલ, સંચારી રોગ સર્વેક્ષણ, રસીકરણ જેવા વિવિધ વિષયો ઉપર આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા કરાયેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Arogya Vibhag Na Adhikario Sathe Bethako Yojata Jilla Kalektar 01

- Advertisement -

- Advertisement -

125

Get real time updates directly on you device, subscribe now.

આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠકો યોજતા જિલ્લા કલેક્ટર

  • આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠકો યોજતા જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક
  • ટોબેકો કંટ્રોલ, રસીકરણ અને મિશન ઇન્દ્રધનુષ જેવા વિવિધ વિષયો ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરાઈ
  • ગયા મહિને તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ ૨૧૧ જેટલા કેસ કરીને રૂ. ૧૬,૫૩૦/- જેટલો દંડ વસૂલાયો
  • પરપ્રાંતીય ખેતમજૂરોની સંબંધિત ખેડૂતમિત્રોએ સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવાની રહેશે
  • અધિકૃત પ્રસુતિગૃહ સિવાય અન્ય કોઈ જગ્યાએ પ્રસુતિ ન થાય તે માટે અધિકારીઓને કડક સૂચના

આજ રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા આરોગ્ય ખાતાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠકો યોજાઇ હતી. દરેક બેઠકમાં જુદા જુદા વિષય ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરાઈ હતી. આ બેઠકોમાં કલેક્ટરશ્રીએ ટોબેકો કંટ્રોલ, સંચારી રોગ સર્વેક્ષણ, રસીકરણ જેવા વિવિધ વિષયો ઉપર આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા કરાયેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Arogya Vibhag Na Adhikario Sathe Bethako Yojata Jilla Kalektar 04
Arogya Vibhag Na Adhikario Sathe Bethako Yojata Jilla Kalektar 04

જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જિલ્લામાં થયેલા કેસોની સમીક્ષા કરાઈ હતી અને કેટલાક વિભાગોને વધુ પ્રમાણમાં કાર્યરત થવા સૂચના આપી હતી. આ ઉપરાંત તમામ વિભાગોને તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ની વિવિધ કલમોનું ચુસ્ત પાલન થાય અને કલમોના ભંગ બદલ નિયમિત દંડની વસુલાત કરી તાત્કાલિક રિપોર્ટ કરવા કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ કુલ ૨૧૧ જેટલા કેસ કરીને કુલ ૧૬૫૩૦ જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.

Arogya Vibhag Na Adhikario Sathe Bethako Yojata Jilla Kalektar 02
Arogya Vibhag Na Adhikario Sathe Bethako Yojata Jilla Kalektar 02
Related Posts
1 of 443

જિલ્લા કલેક્ટરશ્રીએ ખેતમજૂરી માટે આવેલા તમામ પરપ્રાંતીય લોકોની સંબંધિત ખેડૂતમિત્રોએ સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં અધિકૃત પ્રસુતિગૃહ સિવાય અન્ય કોઈ જગ્યાએ પ્રસુતિ ન થાય તે માટે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

Arogya Vibhag Na Adhikario Sathe Bethako Yojata Jilla Kalektar 03
Arogya Vibhag Na Adhikario Sathe Bethako Yojata Jilla Kalektar 03

આરોગ્ય ખાતા દ્વારા આગામી ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સઘન પોલીયો રસીકરણની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેમાં જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના ૦થી ૫ વર્ષના તમામ બાળકોને બાળ લકવા વિરોધી રસીના ડોઝ અને એન.આઈ.ડી. ના રાઉન્ડ દરમિયાન ૧૦૦ % બાળકોને સુરક્ષિત કરવામાં આવશે. આ ઉપરાંત બાળ લકવાના કેસોની શોધખોળ તેમજ સર્વેલન્સ કામગીરી ઘનિષ્ઠ રીતે કરવા જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

Arogya Vibhag Na Adhikario Sathe Bethako Yojata Jilla Kalektar 01
Arogya Vibhag Na Adhikario Sathe Bethako Yojata Jilla Kalektar 01

આ બેઠકોમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ, એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. એ. કે. સિંહ, પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષાબેન બારોટ, નાયબ પશુપાલન નિયામક શ્રી ટી.સી ભાડજા તથા જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (સુમિત ગોહિલ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More