આર્થિક નબળા વર્ગના ૨૧૮૨ પરિવારોને મળશે ઘરનું ઘર
વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના ભાયલી અને બીલ ખાતે આધુનિક સુવિધાથી સજ્જ નિર્માણ પામી રહેલા ૨૧૮૨ આવાસોનો કોમ્પ્યયુટરાઈઝ્ડ ફાળવણી ડ્રો વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યો હતો. રૂા. ૧૪૭.૪૦ કરોડના નિર્મિત થઈ રહેલા આવાસોનું હાલ ૨૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અને સભંવિત રીતે બે વર્ષ બાદ લાભાર્થીઓને આવાસનો કબ્જો સોંપી દેવામાં આવશે.
- શહેરના અકોટામાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે કોમ્પ્યુટરાઈઝડ ડ્રોના માધ્યમથી લોકોને આલીશાન સુવિધાયુક્ત આવાસોની કરાઈ ફાળવણી
- ભાયલી અને બીલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂા. ૧૪૭.૪૦ કરોડના ખર્ચે આવાસો થઈ રહ્યા છે નિર્મિત
- આવાસોનું ૨૫ ટકા કામ કરાયું પૂર્ણ, સભંવિત બે વર્ષમાં લોકોને આવાસનો કબ્જો સોંપી દેવાશે
- કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ-મધ્યમ વર્ગના લોકોને આવાસો આપવા પ્રતિબદ્ધ -વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી

સમારોહના અધ્યક્ષ સ્થાને સંબોધિત કરતા વિધાનસભાના સ્પીકર શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યની સંવેદનશીલ અને પારદર્શી સરકાર સમાજ ગરીબ-મધ્યમ વર્ગના લોકોને પોતાનુ ઘરનું ઘર મળે તે માટે પ્રતિબદ્ધ છે. શહેરના ૨૧૮૨ પરિવારોને પોતાનું ઘરનું ઘર મળવા જઈ રહ્યું છે. સાથે જ સરકાર અને તેની વ્યવસ્થા કેવી હોય ? તે આજે આપણે અનુભવી રહ્યા છીએ. સંપૂર્ણ પારદર્શકતા સાથે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોના માધ્યમથી લોકોને આવાસ ફાળવામાં આવી રહ્યા છે. જે અયોધ્ય અને રામ રાજ્યની પ્રતીતિ કરાવે છે. રાજ્ય સરકાર વિવિધ યોજનાઓના માધ્યમથી સમાજના તમામ વર્ગોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં નવી આશા અને હિંમત જાગૃત થઈ છે. દેશના અન્ય કોઈ પણ પ્રધાનમંત્રી હિંમત નથી કરી તેવી તેવુ હિંમત-સાહસ દાખવીને પ્રધાનમંત્રશ્રીએ અનુચ્છેદ ૩૭૦ને એક જ જાટકે નાબૂદ કર્યો છે. તેમજ આજે કોઈ આપણો પડોશી દુશ્મનોની આંખ ઉંચી કરવાની હિંમત દાખવી શકતુ નથી. ઉપરાંત દેશને આર્થિક મોરચે મજબૂત કરવા અને સામાન્ય માણસનુ જીવન ધોરણ ઉંચુ લાવવા ૫ ટ્રીલીયન ઈકોનોમીનો સંકલ્પ કર્યો છે.

આ પ્રસંગે મેયર શ્રીમતિ જીગીષાબેન શેઠે જણાવ્યું કે, દરેક વ્યક્તિને પોતાના ઘરનું ઘર હોય તેનુ સ્વપ્ન હોય છે જે તમને તો મળવાનું જ છે. પણ ચાર દિવાલથી બનેલું મકાન ઘર મંદિર બને તેની કાળજી આપણે લેવાની છે. સૌ કોઈ એકબીજા સાથે હળીમળીને રહે અને મેળેલી સુવિધાનું જતન કરે.તેવી લાગણી તેમણે વક્ત કરી હતી. ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા જણાવ્યું કે, ખાનગી ફ્લેટ-મકાનમાં જેવી સુવિધા હોય તેવી તમામ સુવિધાથી સજ્જ તમને મકાન મળવાનું છે. ત્યારે જેઓને પોતાનું ઘરનું ઘર મળવાનું છે તેમને શુભેચ્છા અભિનંદન પાઠવું છું.

વુડા મુખ્ય કારોબારી અધિકારી શ્રી એ. બી. પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર જમીનની કિંમત લીધા વગર માત્ર મકાનના બાંધકામના ખર્ચમાં જ ગરીબ-મધ્યમ વર્ગના લોકોને આવાસ પુરા પાડવામાં આવી રહ્યા છે. હજુ આગામી સમયમાં ૩૬૪૪ આવાસો માટે અરજી મંગાવામાં આવશે એટલે કોઈ લાભાર્થીને અરજી કરવાની બાકી હોય તેઓ પણ આ યોજનાનો લાભ મળવી શકશે. આ પ્રસંગે સયાજીગંજના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડીયા, અકોટાના ધારાસભ્ય શ્રીમતિ સીમાબેન મોહલે, વડોદરા શહેર વિકાસ સત્તામંડળના અધિકારીશ્રીઓ અને મોટી આવાસ યોજનાના અરજદારો-લાભાર્થીઓ હાજર રહ્યા હતા. (રોહિત)
મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.