- Advertisement -

અસંગઠિત લોકોને પેન્શન થકી સામાજિક સુરક્ષા

ભારત સરકારની પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના અને લઘુ વ્યાપારી માન-ધન યોજનાઓ અસંગઠિત લોકોને પેન્શન થકી સામાજિક સુરક્ષા પુરી પાડે છે. - ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ

ભારત સરકારની “પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના” અને “પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માન-ધન યોજના” હેઠળ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા સંદર્ભે તા. ૩૦/૧૧/૧૯ થી તા. ૬/૧૨/૧૯ દરમિયાન સમગ્ર રાજય અને રાજકોટ જિલ્લામાં પેન્શન સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાનાર છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિત રાજકોટ એન્જીનીયરીંગ એસો. હોલમાં કાર્યક્રમ યોજાયો હતો.

Asangathit Lokone Pension Thaki Samajik Suraksha 02

- Advertisement -

- Advertisement -

378

Get real time updates directly on you device, subscribe now.

અસંગઠિત લોકોને પેન્શન થકી સામાજિક સુરક્ષા

ભારત સરકારની પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના અને લઘુ વ્યાપારી માન-ધન યોજનાઓ અસંગઠિત લોકોને પેન્શન થકી સામાજિક સુરક્ષા પુરી પાડે છે. – ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ

ભારત સરકારની પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના અને લઘુ વ્યાપારી માન-ધન યોજનામાં નોંધણી કરવા રાજકોટ ખાતે પેન્શન સપ્તાહનો શુભારંભ કાર્યક્રમ યોજાયો

Related Posts
1 of 401

ભારત સરકારની “પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના” અને “પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માન-ધન યોજના” હેઠળ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા સંદર્ભે તા. ૩૦/૧૧/૧૯ થી તા. ૬/૧૨/૧૯ દરમિયાન સમગ્ર રાજય અને રાજકોટ જિલ્લામાં પેન્શન સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાનાર છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિત રાજકોટ એન્જીનીયરીંગ એસો. હોલમાં કાર્યક્રમ યોજાયો હતો.

Asangathit Lokone Pension Thaki Samajik Suraksha 01
Asangathit Lokone Pension Thaki Samajik Suraksha 01
Also You like to read
1 of 211

આ કાર્યક્રમમાં યોજનાકીય જાણકારી આપતા ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્યું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર લોક કલ્યાણની અનેકવિધ યોજનાઓનું અમલીકરણ કરી રહી છે. “પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના”  અને “પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માન-ધન યોજના” ઓ  અસંગઠિત એવા અસુરક્ષિત લોકોને વૃધ્ધાવસ્થા સમયે પેન્શન થકી સામાજિક સુરક્ષા પુરી પાડવાનો ઉમદા હેતુ છે. આ યોજનાઓનો શ્રમિકો, છુટક વેપારીઓ, સ્વરોજગારમાં રોકાયેલ વિગેરેને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Asangathit Lokone Pension Thaki Samajik Suraksha 02
Asangathit Lokone Pension Thaki Samajik Suraksha 02

આ પ્રસંગે બંને યોજનાઓની જાણકારી આપવા અને પેન્શન સપ્તાહ ઉજવણી સંદર્ભે કેન્દ્રીય શ્રમ મંત્રી શ્રી સંતોષકુમાર ગંગવારનું વકતવ્યનું દિલ્હીથી પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં “પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માન-ધન યોજના” માં જોડાયેલ લાભાર્થીઓને પ્રતીકાત્મક રીતે પ્રમાણપત્રોનું ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવ, રાજકોટ એન્જીનીયરીંગ એસો. પ્રમુખશ્રી પરેશભાઇ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલ પંડયા વિગેરેના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

Asangathit Lokone Pension Thaki Samajik Suraksha 03
Asangathit Lokone Pension Thaki Samajik Suraksha 03

આ કાર્યક્રમના પ્રારંભમાં શ્રમ અધિકારી મેડમશ્રી એસ. એસ. બકલએ સ્વાગત પ્રવચન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી સરોજબેને કર્યુ હતું. આ પ્રસંગે તાલીમી નાયબ કલેકટર સુશ્રી સરયુબેન જનકાંત, સંકલીત બાળ વિકાસ યોજનાનાં પ્રોગ્રામ અધિકારીશ્રી વત્સલાબેન દવે, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી કિરણબેન મોલીયા, શ્રી ચેતનાબેન, અન્ય ખાતાના અધિકારીઓ, વેપારીઓ અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિક ભાઇ-બહેનો વિગેરે ઉપસ્થિત રહયા હતા. (એ.પી.જોશી/જીતેન્દ્ર)

Asangathit Lokone Pension Thaki Samajik Suraksha 04
Asangathit Lokone Pension Thaki Samajik Suraksha 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More