અતિ ઓછા વજનવાળા બાળકોનું સ્ક્રીનીંગ અને કુપોષણ નિવારણ કાર્યક્રમ

અતિ ઓછા વજનવાળા બાળકોનું સ્ક્રીનીંગ અને કુપોષણ નિવારણ કાર્યક્રમનું મોનીટરીંગ કરાશે સમતોલ આહાર અને મેડીકલ ટ્રીટમેન્ટ થકી બાળકને બાલવીર બનાવાશે.

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના અધ્યક્ષ સ્થાને અતિ ઓછા વજનવાળા બાળકોનું મોનીટરીંગ અને કુપોષણ નિવારણ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના વિવિધ ૧૫ ઘટકોમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પોષણ કીટ અને તેના યોગ્ય વિતરણ બાબતે ચર્ચા કરાઇ હતી.

Image By : upi.com
283

Get real time updates directly on you device, subscribe now.

અતિ ઓછા વજનવાળા બાળકોનું સ્ક્રીનીંગ અને કુપોષણ નિવારણ કાર્યક્રમનું મોનીટરીંગ કરાશે સમતોલ આહાર અને મેડીકલ ટ્રીટમેન્ટ થકી બાળકને બાલવીર બનાવાશે.

Related Posts
1 of 326

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના અધ્યક્ષ સ્થાને અતિ ઓછા વજનવાળા બાળકોનું મોનીટરીંગ અને કુપોષણ નિવારણ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના વિવિધ ૧૫ ઘટકોમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પોષણ કીટ અને તેના યોગ્ય વિતરણ બાબતે ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત જિલ્લામાં તાલુકા સ્તરે તાલુકા હેલ્થ ઓફિસર,મેડીકલ ઓફિસર,સી.ડી.પી.ઓ અને મુખ્ય સેવિકાને લાયઝન તરીકે નિમણુંક કરાઇ છે.જિલ્લામાં મહેસાણા, વિજાપુર, વિસનગર, કુકરવાડામાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ હોઇ આ સ્થળો પર ખાસ ભાર મુકવા મીટીંગમાં અનુંરોધ કરાયો હતો તાલુકા આરોગ્ય અધિકારીએ પી.એચ.સી પર વિશિષ્ટ પ્લાન તૈયાર કરી બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવા જણાવવામાં આવ્યું હતું.

Also You like to read
1 of 139
Low High Birth Weight Babies At Higher Risk For Cardiovascular Disease
Image By : upi.com

આ ઉપરાંત વિવિધ એન.જી.ઓ અને લોક સહકાર થકી કુપોષણ મુક્ત જિલ્લા બનાવવા ચર્ચા કરાઇ હતી.કુપોષીત બાળકોને ૧૦૦ થી ૧૫૦ કેલેરી ફુડ પ્રતિદિન આપવા અને ઇપીડીમાં દુધનો પાઉડર, સિંગદાણા,કોકોનેટ અને ખાંડ આપવાનું પણ બેઠકમાં નક્કી કરાયું હતું. આ ઉપરાંત આંગણવાડીઓમાં બાળકોને પ્રોટીનયુ્કત પસંદગી મુજબનો પોષણયુક્ત આહાર આપવાની વિચારણા કરવામાં આવી હતી. બાળકોની ૧૦૦ ટકા હાજરી અને આંગણવાડીઓ સુચારૂ વાતાવરણ ઉભું કરવું,સમતોલ આહાર આપવો,જરૂરીયાત મુજબ બાળકને મેડીકલ ટ્રીટમેન્ટ આપવાની સાથે બાળક બાલવીર બને તે દિશામાં પ્રયત્નો કરવા બેઠકમાં સુચન કરાયું હતું. જિલ્લામાં મંદિરમાં મળતો ટોપરાનો પ્રસાદ આંગણવાડી કેન્દ્રોમાં લાવી બાળકોને આપવો,ગામમાં આવેલ ડેરી સાથે સંકલન સાધી બાળકોને દુધ અને છાસ આપવી,કરૂણા સેતુ ટ્રસ્ટ દ્વારા ૮૩૦ કિલો ખજુર અને પ્રોટીનનો પાઉડરનું આપવાનું આયોજન છે જે પ્રમાણે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આયોજન કરાવવા સહિતની ચર્ચાઓ કરાઇ હતી.

Causes Of Low Birth Weight
Causes Of Low Birth Weight

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More