આયુષમાન ભારત પખવાડીકની ઉજવણી વડોદરા ખાતે

આયુષમાન ભારત પખવાડીકની ઉજવણી : ૧૨૩૫ લાભાર્થીઓએ વિનામૂલ્યે રોગ નિદાન સેવાઓનો લાભ લીધો.

વડોદરા તા.૨૩ સપ્ટેમ્બર (સોમવાર) પ્રધાનમંત્રીશ્રીએ લોક આરોગ્ય રક્ષાના જાગૃત પ્રહરી સમાન આયુષમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી છે. હાલમાં તેના પ્રથમ વર્ષની પૂર્ણતાને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો દ્વારા આયુષમાન ભારત પખવાડીકની ઉજવણી કરવામાં આવી રહી છે.

Aushaman Bharat Pakhavadika Ujavani Vadodara Khate 02
368

Get real time updates directly on you device, subscribe now.

આયુષમાન ભારત પખવાડીકની ઉજવણી : ૧૨૩૫ લાભાર્થીઓએ વિનામૂલ્યે રોગ નિદાન સેવાઓનો લાભ લીધો.

Related Posts
1 of 323

વડોદરા તા.૨૩ સપ્ટેમ્બર (સોમવાર) પ્રધાનમંત્રીશ્રીએ લોક આરોગ્ય રક્ષાના જાગૃત પ્રહરી સમાન આયુષમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી છે. હાલમાં તેના પ્રથમ વર્ષની પૂર્ણતાને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો દ્વારા આયુષમાન ભારત પખવાડીકની ઉજવણી કરવામાં આવી રહી છે.

Aushaman Bharat Pakhavadika Ujavani Vadodara Khate 01
Aushaman Bharat Pakhavadika Ujavani Vadodara Khate 01

તેના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે જિલ્લાના ૬૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેંટર્સના વિસ્તારોમાં પ્રભાતફેરી યોજીને લોકોમાં આરોગ્ય વિષયક જાગૃતિનો સંચાર કરવામાં આવ્યો હતો.

Also You like to read
1 of 135
Aushaman Bharat Pakhavadika Ujavani Vadodara Khate 02
Aushaman Bharat Pakhavadika Ujavani Vadodara Khate 02

આ ઉપરાંત આયુષમાન ભારત દિન નિમિત્તે શહેરની જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ડાયાબીટીસ, બ્લડપ્રેશર, માનસિક રોગો, હૃદયરોગ અને કેન્સર નિદાન તબીબી તપાસ યોજવામાં આવી હતી જેનો ૨૬૦ લોકોએ અને સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજવામાં આવેલા સર્વ રોગ નિદાન કેમ્પનો ૯૭૫ લોકોએ લાભ લીધો હતો.

Aushaman Bharat Pakhavadika Ujavani Vadodara Khate 03
Aushaman Bharat Pakhavadika Ujavani Vadodara Khate 03

અત્રે નોંધ લેવી ઘટે કે આયુષમાન ભારત સાથે વડોદરા જિલ્લાની સરકારી અને ખાનગી કુલ ૧૬૬ હોસ્પિટલ્સ જોડાયેલી છે અને જેમના નામોના  ૨૦૧૧ના સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણની યાદીમાં સમાવેશને પાત્ર છે અને જેને આ યોજનાનો લાભ લેવા માટે ગોલ્ડન કાર્ડ મળ્યું છે એવા, જિલ્લાના કાર્ડ ધારકો પૈકી પહેલા વર્ષમાં ૩૭૧૬ લાભાર્થીઓએ વિવિધ ખર્ચાળ રોગોની સારવારનો વિનામૂલ્યે લાભ આ કાર્ડની મદદ થી લીધો છે. ગુજરાતે રાજ્ય સરકારની મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાઓના તમામ લાભાર્થી પરિવારોને આયુષમાન ભારત યોજનાના ધારાધોરણો પ્રમાણે નાની મોટી થી લઈને ગંભીર બીમારીઓમાં રૂ.૫ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપવાનું શરૂ કર્યું છે. (મિશ્રા)

Aushaman Bharat Pakhavadika Ujavani Vadodara Khate 04
Aushaman Bharat Pakhavadika Ujavani Vadodara Khate 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More