- Advertisement -

અવનવા વસ્ત્રોની સિલાઇ કરીને અન્યોને સિવણની તાલીમ આપી

સરકારી આઇટીઆઇમાં સિવણની તાલીમ મેળવનારી આરતીને  બેવડો લાભ : અવનવા વસ્ત્રોની સિલાઇ કરીને અને અન્યોને સિવણની તાલીમ આપી મેળવે છે બેવડી આવક

કુશળતા હોય અને તાલીમ મળી રહે તો યુવાનોને નવી દિશા મળે છે. સર્જનાત્મકતાના બખૂબી ઉપયોગથી આર્થિક ઉપાર્જન કરી સ્વનિર્ભર પણ બની શકે તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા આઇટીઆઇમાં અનેકવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કૌશલ્યવર્ધન અભ્યાસક્રમમાં જોડાતા યુવાનોને પ્રોત્સાહન પૂરૂં પાડવા સ્ટાઇપેન્ડ પણ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે.

Avanava Vastro Ni Silai Karine Anyone Sivana Ni Talisma Api 01

- Advertisement -

- Advertisement -

486

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 398

ઓછો અભ્યાસ હોય પરંતુ કંઇક કરવાની ખેવના હોય તેવા યુવાનો માટે આઇટીઆઇ અને તેમાં આપવામાં આવતી તાલીમ તેમના જીવનમાં સુખદ વળાંક લાવે છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષીય આરતી અમૃત્તગીરી ગોસ્વામીએ ૧૨ પાસ કર્યુ છે. વડોદરાના ગોરવા આઇટીઆઇમાંથી સૂઇંગ ટેકનોલોજીનો કોર્ષ કર્યો છે. સૂઇંગ ટેક્નોલોજીના અભ્યાસક્રમમાં કટીંગ અને સિવણ એમ બંને બાબતો શીખવવામાં આવે છે. આરતીની તાલીમ પૂર્ણ થતાં તેણે પોતાની તાલીમ અને આવડતનો બખૂબી ઉપયોગ કર્યો.

Avanava Vastro Ni Silai Karine Anyone Sivana Ni Talisma Api 02
Avanava Vastro Ni Silai Karine Anyone Sivana Ni Talisma Api 02
Also You like to read
1 of 209

આરતીએ વાત કરતા કહ્યું કે, મને એ વાતની ખુશી છે કે રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કૌશલ્યવર્ધન કાર્યક્રમોથી ઓછું ભણેલા પરંતુ કુશળતા અને કૌવત ધરાવતા યુવાનોને તેમની શક્તિઓનો ઉપયોગ કરીને સ્વનિર્ભર બનવાની તક મળે છે. આઇટીઆઇનો સૂઇંગ ટેક્નોલોજી અભ્યાસક્રમ એક વર્ષ જેટલા ટૂંકાગાળામાં ઘણું શીખવા-જાણવા મળે છે. મને મારા જ ઉદાહરણ પરથી લાગ્યું કે હું ઘરબેઠા સૂઇંગનું કામ કરું તે ઉપરાંત જરૂર હોય અને સિવણમાં રસ હોય તેવી યુવતીઓને સિવણ કામ શીખવું. હાલમાં મારે ઘરે બે મશીન છે જેમાં હું સવાર-સાંજ મળી દસેક છોકરીઓને સિવણકામ શીખવું છું. આઇટીઆઇમાંથી મેળવેલી તાલીમ પછી હું ડ્રેસ, બ્લાઉઝ અને પાર્ટીવેર સહિતના કપડાઓ સીવી શકું છું અને મારા પાસે શીખવા આવે એ તમામને પણ શીખવું છું.

Avanava Vastro Ni Silai Karine Anyone Sivana Ni Talisma Api 03
Avanava Vastro Ni Silai Karine Anyone Sivana Ni Talisma Api 03

વધુમાં આરતીએ કહ્યું કે, શીખવા આવે તેની મહિને રૂ.૩૦૦ ફી રાખી છે, એમને કટીંગ-સૂઇંગ શીખવું છું. લગભગ બે થી ચાર માસમાં એ કટીંગ અને સિવણ એમ બંને કામ શીખી લે છે. આમ, મારાથી બીજી છોકરીઓને શીખવા મળે અને એપણ તૈયાર થઇ સ્વનિર્ભર બને તેનો મને આનંદ છે. મેં એક વર્ષ પૂર્વે આ કોર્ષ કર્યો અને હાલ બે છોકરીઓને સીવણ શીખવીને તૈયાર કરી છે. છોકરીઓને આ સિવણ તાલીમ આપવા ઉપરાંત હું ઘરબેઠા સિવણનું જે કામ મળે તે પણ કરું છું. આઇટીઆઇની આ તાલીમ મેળવ્યા પછી હાલમાં ઘરબેઠાં દર મહિને ૫થી ૬ હજારની કમાણી કરે છે.

Avanava Vastro Ni Silai Karine Anyone Sivana Ni Talisma Api 04
Avanava Vastro Ni Silai Karine Anyone Sivana Ni Talisma Api 04

મારા પરિવારમાં મારા માતા જે ગૃહિણી છે, મારા ભાઇ-ભાભી અને નાની બહેન છે. એમનો મને મારા કામમાં સહકાર મળે છે. હાલમાં બે મશીન પર દસને શીખવી શકું છું વધુ મશીન ખરીદવા અને વધુને સિવણની તાલીમ આપવી એ મારો લક્ષ્ય છે વધુમાં મારું મન છે કે હવે મારે મારું બુટીક શરૂ કરવાની આશા પણ તેમણે વ્યકત કરી હતી. (દિવ્યા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More