આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી

આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને રૂબરૂ  મળીને સીધો સંવાદ કયો હતો. સોલા સિવિલ હોસ્પિટલમાં  ખાતે ગૃહમંત્રીશ્રીએ લાભાર્થીઓને યોજનાનો લાભ કેવી રીતે મળ્યો? આ કાર્ડ કેવી રીતે કાઢવામાં આવ્યું અને આ કાર્ડ પછી જે રોગની સારવાર થઈ તેમાં કોઈપણ પ્રકારનો ખર્ચ થયેલ છે? કેવી રીતે હોસ્પિટલે સારવાર કરી તેનો વિગતવાર માહિતી મેળવી હતી. વિવિધ રોગો જેવા કે, હૃદયરોગ-કિડની-એપેન્ડિક્સ બર્ન્સ કેસ, એકસીડન્ટ કેસ, ની રિપ્લેસમેન્ટ સહિત વિવિધ લાભાર્થીઓ સાથે વાતચીત કરી ગૃહમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ગૃહમંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધી એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ યોજના અંગે લોક-અભિપ્રાય શું છે.

Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 04
251

Get real time updates directly on you device, subscribe now.

  • અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે
  • આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના છેવાડાની માનવી સુધી પહોંચી રહી હોવાનો સંતોષ વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી
  • આયુષ્માન ભારત યોજના અંતર્ગત લાભાર્થીઓ ક્લેઈમ ચૂકવવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
Related Posts
1 of 364
Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 02
Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 02

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી સંવાદ શરુ કર્યો તે પહેલા લાભાર્થીઓને રુબરુ મળ્યા અને ખબર-અંતર પુછ્યા હતા. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના દદુકા ગામના અણદુભાઈ ડોડીયાએ પોતાનો સ્વઅનુભવ વર્ણવતા કેન્દ્રીય ગૃહમંત્રીને કહ્યું કે, તેમને હાર્ટએટેક આવ્યો હતો ત્યારે તેમને ક્રિશ્ના સેલ્બી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, જેનો ખર્ચ અંદાજે ૩ થી ૪ લાખ રુપિયા થયો હોત, પણ આયુષ્યમાન ભારતનું કાર્ડ હોવાથી તેમની સારવાર વિના મૂલ્યે થઈ.

આયુષ્યમાન યોજનાના અન્ય એક લાભાર્થી – રિદ્ધિબહેન પ્રજાપતિએ એપેન્ડીક્સના ઓપરેશનમાં કઈ રીતે તેમને મફત સારવાર મળી તેનો અનુભવ વર્ણવ્યો હતો. રિદ્ધિએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પત્ર મળ્યો ત્યારે તેમને આ યોજના અંગે જાણ થઈ હતી. યોજનાના અન્ય એક લાભાર્થી ભરતભાઈએ તેમની હાર્ટએટેકની સારવારમાં કઈ રીતે આયુષ્યમાન ભારત કાર્ડ ઉપયોગી બન્યું તેનો અનુભવ વર્ણવ્યો હતો. તેમણે  આપીવીતી વર્ણવતા કે જો આ યોજનાનો લાભ ના મળ્યો હોત તો હું દેવાના બોજ તળે દબાઈ ગયો હોત.

Also You like to read
1 of 176
Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 03
Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 03

અમદાવાદ જિલ્લાના ૧૦૦થી વધુ લાભાર્થીઓ આ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ  સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ આયુષ્યમાન ભારત યોજનામાં સરકારની આ યોજનાનો લાભ વ્યાપક પ્રમાણમાં  લેવા ખાસ અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે આ લાભાર્થીઓના હસતા ચહેરા જોઈને આનંદ થાય છે.

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા બનાવવામાં આવેલ કલાત્મક રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો બહોળો પ્રચાર પ્રસાર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેનો ગૃહમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 04
Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 04

નોંધપાત્ર બાબત એ છે કે, આયુષ્યમાન ભારત યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં કુલ ૪,૫૧,૫૨૬ કુટુંબોએ લાભ મેળવ્યો છે. જેમાં ૩,૩૫,૮૬૩ કુટુંબો શહેરી વિસ્તારના છે, જ્યારે ૧,૧૫,૯૬૩ લાભાર્થી કુટુંબ ગ્રામ્ય વિસ્તારના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ કુલ ૨,૬૨૮ હોસ્પિટલ આવરી લેવામાં આવી છે.જેમાં ૧૮૦૫ સરકારી હોસ્પિટલ અને ૮૨૩ મલ્ટીસ્પેશિયાલીટી ખાનગી હોસ્પિટલ છે.

આ સંવાદ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લા કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ પણ હાજર રહ્યા હતા. (લાલજીચાવડા/જિતેન્દ્રરામી)

Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 01
Ayushman Bharat Yojana Na Labharthio Sathe Sanvada Karata Kendriya Gruh Mantri 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More