આયુષ્માન ભારત યોજના ઈશ્વરીય આશિર્વાદ સમાન

જામનગરના મેરામણભાઇ ચાવડા માટે આયુષ્માન ભારત યોજના ઈશ્વરીય આશિર્વાદ સમાન બની 

જામનગર તા.૦૯ ઓક્ટોબર, ‘પહેલું સુખ તે જાતે નર્યા’  સુખદ આરોગ્ય માટેની આ કહેવત દરેક વ્યક્તિ માટે લાગુ પડે છે, પરંતુ આજની વ્યસ્ત જિંદગીમાં આરોગ્યની દરકાર લેવાનો સમય ક્યાં? વળી સામાન્ય  મધ્યમવર્ગીય પરિવારો નાનાં સપનાઓને સાકાર કરવા સતત દોટ મૂકીને આજના જીવનની રેસમાં દોડતા હોય છે ત્યારે તંદુરસ્ત આરોગ્ય માટે સમય અને મૂડી ખર્ચ કરવાનું તેઓ ટાળતા હોય છે અને જો આવા સમયે અચાનક જ પરિવારના કોઈ સભ્યને કોઈ મોટી બીમારી આવી પડે તો તે મોટી આફતરૂપ બની જતી હોય છે.

Ayusmana Bharat Yojana Ishwariya Asirvad Samana 02
280

Get real time updates directly on you device, subscribe now.

જામનગરના મેરામણભાઇ ચાવડા માટે આયુષ્માન ભારત યોજના ઈશ્વરીય આશિર્વાદ સમાન બની 

Related Posts
1 of 326

હૃદયની તકલીફમાં પૈસા ખર્ચી શકવાની તાકાત ન હોતા ભગવાન ભરોસે જાતને મુકી ત્યારે આયુષ્માન ભારત યોજના ભગવાન જેવી સાબિત થઈ – મેરામણભાઇ ચાવડા

જામનગર તા.૦૯ ઓક્ટોબર, ‘પહેલું સુખ તે જાતે નર્યા’  સુખદ આરોગ્ય માટેની આ કહેવત દરેક વ્યક્તિ માટે લાગુ પડે છે, પરંતુ આજની વ્યસ્ત જિંદગીમાં આરોગ્યની દરકાર લેવાનો સમય ક્યાં? વળી સામાન્ય  મધ્યમવર્ગીય પરિવારો નાનાં સપનાઓને સાકાર કરવા સતત દોટ મૂકીને આજના જીવનની રેસમાં દોડતા હોય છે ત્યારે તંદુરસ્ત આરોગ્ય માટે સમય અને મૂડી ખર્ચ કરવાનું તેઓ ટાળતા હોય છે અને જો આવા સમયે અચાનક જ પરિવારના કોઈ સભ્યને કોઈ મોટી બીમારી આવી પડે તો તે મોટી આફતરૂપ બની જતી હોય છે. પરંતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જ વિચાર સાથે, લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના આયુષ્માન ભારત અમલમાં મૂકી લોકોને આરોગ્યના મોંઘાદાટ ખર્ચ કરી શકવાની અસમર્થતાને કારણે માનવ જીવન ગુમાવવા જેવી મુશ્કેલીઓમાંથી ઉગાર્યા છે.

Also You like to read
1 of 138
Ayusmana Bharat Yojana Ishwariya Asirvad Samana 01
Ayusmana Bharat Yojana Ishwariya Asirvad Samana 01

જામનગરના આવા જ એક મધ્યમવર્ગીય પરિવારના મેરામણભાઇ ચાવડાને થોડા મહિના પહેલા છાતીમાં દુખાવો થતાં જામનગરમાં હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યાંથી તેમને રાજકોટ ખાતે સ્ટર્લિંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. નિદાનમાં હૃદયની ચાર નળીઓ બ્લોક આવતા બાયપાસ સર્જરી કરાવવાની જરૂરિયાત ઊભી થઈ. નળીઓના બ્લોક વિશે અને લાખોના ખર્ચે થતી તેની સારવાર વિશે સાંભળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું પરંતુ સારવાર કરાવવી આવશ્યક હતી. મેરામણભાઇ થોડા સમય પહેલાં જ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડના લાભાર્થી બન્યા હતા ત્યારે મેરામણભાઇના પુત્રએ હોસ્પિટલના માહિતી કેન્દ્ર પર તપાસ કરતા તેમને માહિતી મળી કે સ્ટર્લીંગ હોસ્પિટલ આ યોજના સાથે જોડાયેલી હતી. યોજના અંતર્ગત ઓપરેશન પહેલા અને પછીની તમામ સારવાર મેરામણ ભાઈને  કાર્ડ પરથી મફતમાં ઉપલબ્ધ થઈ જેનો સામાન્ય ખર્ચ આશરે ત્રણ લાખ રૂપિયા હતો અને આજે મેરામણભાઇ સ્વસ્થ જીવન જીવે છે.

Ayusmana Bharat Yojana Ishwariya Asirvad Samana 02
Ayusmana Bharat Yojana Ishwariya Asirvad Samana 02

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડના લીધે તમામ સારવાર ગુણવત્તાયુક્ત અને નિશુલ્ક મળતા મેરામણભાઇ અને તેમનો પરિવાર સરકારનો આભાર માને છે તેમજ મેરામણભાઇ કહે છે કે,’જ્યારે મને મારા હૃદયની નળીઓ બ્લોક હોવાની ખબર પડી ત્યારે મેં મારા પરિવારને ખર્ચ કરવા ઉછી ઉધારા કરવાની ના પાડી અને કહ્યું કે ભગવાન ભરોસે રહીએ, આવા સમયે આયુષ્માન ભારત યોજના મારા માટે ખરેખર ભગવાન જેવી જ સાબિત થઈ છે. આવી રીતે સરકાર દ્વારા સતત લોકોની ચિંતા કરાઈ છે અને લોકો માટે આવી કલ્યાણકારી યોજના બનાવવા માટે હું સરકારશ્રીનો આભારી છું. (સંકલન-દિવ્યાબેન ત્રિવેદી, માહિતી મદદનીશ ફોટો-માહિતી બ્યુરો,જામનગર)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More