આયુષ્યમાન ભારત યોજનાનો અનેક લોકો લાભ લઈ રહ્યા છે

આયુષ્યમાન ભારત યોજના આરોગ્ય કાર્ડના કારણે મોંઘી સારવાર મેળવી શક્યા

આયુષમાન ભારત યોજના આરોગ્ય સેવા માટે ગરીબ પરિવારો માટે એક માત્ર આધાર આણંદ જિલ્લા માં આયુષમાન યોજના હેઠળ મોટી સંખ્યામાં ગ્રામજનો એ વિવિધ સારવાર લીધી છે અને મોટા ખર્ચ માંથી બચી ગયા છે. આજે તેઓના ચહેરા ઉપર ખુશી છે.

Ayusyamana Bharata Yojana No Aneka Loko Labha Lai Rahya Che 01
262

Get real time updates directly on you device, subscribe now.

આયુષ્યમાન ભારત યોજનાનો અનેક લોકો લાભ લઈ રહ્યા છે

આયુષમાન ભારત યોજના આરોગ્ય સેવા માટે ગરીબ પરિવારો માટે એક માત્ર આધાર આણંદ જિલ્લા માં આયુષમાન યોજના હેઠળ મોટી સંખ્યામાં ગ્રામજનો એ વિવિધ સારવાર લીધી છે અને મોટા ખર્ચ માંથી બચી ગયા છે. આજે તેઓના ચહેરા ઉપર ખુશી છે.

  • આયુષ્યમાન ભારત યોજના આરોગ્ય કાર્ડના કારણે મોંઘી સારવાર મેળવી શક્યા
  • આણંદ જિલ્લાના લાભાર્થી ઓ એ સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલ ને મળી સારવાર ની ખુશી વ્યક્ત કરી
  • અનેક લોકો કૃષ્ણ હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યા છે.
Related Posts
1 of 359
Ayusyamana Bharata Yojana No Aneka Loko Labha Lai Rahya Che 01
Ayusyamana Bharata Yojana No Aneka Loko Labha Lai Rahya Che 01

જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી છારી એ આજે આવાજ કેટલાક લાભાર્થી ઓ ની આણંદ ના સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલ સાથે  મુલાકાત કરાવી હતી. સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલે તમામ લાભાર્થી ઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને પૂછ પરછ કરી વિગતો મેળવી હતી. મોટા ખર્ચ વાળા રોગો માંથી મુક્તિ મળી ઉપરાંત એક પણ રૂપિયો ખર્ચ ન થયો અને ખૂબ સારી સારવાર મળી તેનો ખુશી ખુશી આનંદ લાભાર્થી ઓ એ સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલ સમક્ષ વ્યક્ત કર્યો હતો.

Ayusyamana Bharata Yojana No Aneka Loko Labha Lai Rahya Che 02
Ayusyamana Bharata Yojana No Aneka Loko Labha Lai Rahya Che 02
Also You like to read
1 of 171

આ લાભાર્થી માં  જીણાજ ગામના લક્ષ્મી બેન  વાલ્મિકી ના પતિ પગની બીમારી થી પીડાતા હતા  અનિલા બેન રાણા ખંભાત, નાક ની બીમારી હતી.અને એક નાનકડી બાળકી નિકિતા પરમાર જી.બી.એસ.ની બીમારી થી આખું ઘર પરે શાન હતું.એક ભાઈ ને જીભ નું કેન્સર હતું.આમ તમામ લોકો રોગો થી પીડાતા અને સાથે સાથે તેઓનું પરિવાર પણ દુઃખી હતું

Ayusyamana Bharata Yojana No Aneka Loko Labha Lai Rahya Che 03
Ayusyamana Bharata Yojana No Aneka Loko Labha Lai Rahya Che 03

આ બધાજ લાભાર્થીઓએ  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત આયુષ્યમાન ભારત યોજનાના આરોગ્ય કાર્ડ બતાવીને સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલ ને કહ્યું કે આ દેખાવ માં ખુબ નાનકડું કાર્ડ છે પણ અમારા જેવા ગરીબો ના લાખો રૂપિયા બચાવી લીધા છે. અમારી પાસે પૈસા તો હતાજ નહી પણ આ નાનકડા આયુષમાન કાર્ડ ના લીધે સગવડ વાળી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ માં સારવાર મેળવી શક્યા. મોદી સાહેબે  અમને નાનકડું કાર્ડ આપ્યું પણ કામ મોટું કરવાની આ કાર્ડ માં તાકાત છે.

સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલે તમામ લાભાર્થી ઓ વાત ખુબ રસ પૂર્વક સાંભળી હતી અને હજુ પણ કોઈ કામ હોય તો જરૂર મળજો એવો સધિયારો પણ આપ્યો હતો.સર્કિટ હાઉસ આણંદ ખાતે આવેલા આયુષમાન લાભાર્થી ઓ  ને આરોગ્ય વિભાગ દ્વારા સ્વાગત કરી તેઓના ભોજન ની વ્યવસ્થા કરી હતી.

Ayusyamana Bharata Yojana No Aneka Loko Labha Lai Rahya Che 04
Ayusyamana Bharata Yojana No Aneka Loko Labha Lai Rahya Che 04

મારી દીકરી ને જી.બી.એસ.થયો હતો સારવાર મુશ્કેલ અને ખર્ચાળ હતી  આયુષ માન ભારત યોજના હેઠળ આરોગ્ય કાર્ડ ના કારણે  મારી દીકરી ની સારવાર થઇ અને આજે અમે આખું પરિવાર ખૂશ છીએ.  રવિપુરાના દિનેશભાઈ પરમારે સાંસદ શ્રી મિતેષ ભાઈ ને કહ્યું કે આયુષમાન કાર્ડ થી આજે મારી દીકરી હયાત છે. સાસંદશ્રી મિતેષભાઇ પટેલે સ્વસ્થ થયેલા પરિવારોને શુભેચ્છા પાઠવી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More