- Advertisement -

બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત હ્રદય રોગમાંથી મુક્તિ મળી

મહીસાગર જિલ્લાના આદિજાતિ વિસ્તારની દિકરી મેઘના પરેશભાઇ ડામોરને જન્મજાત હ્રદય રોગમાંથી મુક્તિ મળી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલ સરકારના વિવિધ વિભાગો કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સંકલ્પ બધ્ધ છે.બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે. સ્વસ્થ બાળ , તંદુરસ્ત સમાજના નિર્માણ માટે  કુપોષણ અને નાંણાના અભાવે કોઈપણ બાળક સારવારથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્રારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ બાળકો માટે આશીર્વાદ સમાન બની રહ્યો છે.

Bala Swasthya Karyakram Antargat Janmadata Hridaya Rogamanthi Mukti Mali 01

- Advertisement -

- Advertisement -

15

Get real time updates directly on you device, subscribe now.

બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત હ્રદય રોગમાંથી મુક્તિ મળી

  • શાળા આરોગ્ય -રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત
  • મહીસાગર જિલ્લાના આદિજાતિ વિસ્તારની દિકરી મેઘના પરેશભાઇ ડામોરને જન્મજાત હ્રદય રોગમાંથી મુક્તિ મળી
  • લાભાર્થી પરીવારમાં સંવેદનશીલ સરકાર પ્રત્યે આભારની લાગણી ધબકી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલ સરકારના વિવિધ વિભાગો કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સંકલ્પ બધ્ધ છે.બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે. સ્વસ્થ બાળ , તંદુરસ્ત સમાજના નિર્માણ માટે  કુપોષણ અને નાંણાના અભાવે કોઈપણ બાળક સારવારથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્રારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ બાળકો માટે આશીર્વાદ સમાન બની રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના અંતરીયાળ આદિજાતિ વિસ્તારના કડાણા તાલુકાના આગરવાડા ગામની બાળા મેઘના પરેશભાઇ ડામોરને જન્મજાત હ્રદય રોગમાંથી મુક્તિ મળતા તેમના પરીવારમાં સંવેદનશીલ સરકાર પ્રત્યે આભારની લાગણી ધબકી રહી છે.

Related Posts
1 of 439
Bala Swasthya Karyakram Antargat Janmadata Hridaya Rogamanthi Mukti Mali 01
Bala Swasthya Karyakram Antargat Janmadata Hridaya Rogamanthi Mukti Mali 01
Also You like to read
1 of 143

કડાણા તાલુકાના આગરવાડા ગામના પરેશભાઈ ડામોર ખેતી કરી તેમનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરે દિકરી મેઘનાનો જન્મ થતા ઘરમાં આનંદની લાગણી છવાઇ હતી. પરંતુ આ દિકરીનો વિકાસ બીજા બાળકો કરતા ઓછો હતો તેમજ તેને વારંવાર શરદી ઉધરસ ની ફરિયાદ પણ રહેતી હતી. શાળામાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે આવેલ આરોગ્ય તપાસણી ટીમે મેઘનાને તપાસ્યા બાદ જણાવ્યું કે દિકરીને હ્રદયની તકલીફ હોઈ શકે છે આ સાંભળતા પરીવારને માથે આફત આવી પડી તેની સારવાર કરવા ગરીબ પરીવારને ક્યાંથી ખર્ચની વ્યવસ્થા થશે અને કોણ સહાય કરશે એ જ વિચારોની ચિંતા સતાવ્યા કરતી હતી. તેવામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમના તબીબોએ પરેશભાઇના પરીવારને બાળકોના તબીબને બતાવવાની સલાહ આપી હૈયાધારણ આપી સમજાવ્યું કે આ કાર્યક્રમ અંતર્ગત સંવેદનશીલ સરકાર હૃદયની જન્મજાત ખામીના ઓપરેશન નિઃશુલ્ક કરાવી આપે છે અને તેનો તમામ ખર્ચ રાજય સરકાર ઉઠાવે છે. તેમની સલાહ મુજબ સિવિલ હોસ્પિટલ, ગોધરામાં તપાસ કરાવ્યા બાદ યુ.એન.મહેતા હોસ્પિટલ, અમદાવાદ લઈ જવા જણાવ્યું.

Bala Swasthya Karyakram Antargat Janmadata Hridaya Rogamanthi Mukti Mali 02
Bala Swasthya Karyakram Antargat Janmadata Hridaya Rogamanthi Mukti Mali 02

ત્યારબાદ ત્યાં તેના હૃદયનું સફળ ઓપરેશન કોઇ પણ જાતના ખર્ચ વિના જન્મજાત હ્રદય રોગની બીમારીમાંથી મુક્તિ મળી અને દિકરી મુક્ત મને હસતી રમતી થઇ ગઇ. દિકરીના પિતા પરેશભાઇ જણાવે છે કે, સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત  મારા બાળકને લાભ મળ્યો અને હદયનું સફળ ઓપરેશન કોઈ પણ જાતના ખર્ચ વિના આરોગ્યના કર્મચારીઓના સાથ સહકારથી થયું. સરકારનો હું ઋણી છું. જો આ યોજના ના હોત તો મારી દિકરીને આજીવન આ ખામી સહન કરવી પડતી. જેના વિચાર માત્રથી મારુ હ્રદય કંપી ઉઠે છે. આ કાર્યક્રમથી મારી દિકરીની જન્મજાત ખામી દુર થઇ. હવે તે સ્વસ્થ જીવન જીવી શકશે. હું આ કાર્યક્રમને બિરદાવું છું. ગુજરાતની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરૂ છું.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More