- Advertisement -

બાળકીને સીપીઆર આપી નવજીવન બક્ષતા 108ના કર્મયોગી

શ્વાસોચ્છવાસ અને ધબકારા બંધ થયેલ બાળકીને સીપીઆર આપી નવજીવન બક્ષતા 108 ના કર્મયોગી

જસદણથી ભાડલા તરફ જતી 108 ની એમ્બ્યુલન્સને મેસેજ મળે છે કે ભંડારીયા ગામની સીમમાં મહિલાને પ્રસુતિ ઉપડતા ઇમરજન્સીમાં તાત્કાલિક દવાખાને લઈ જવાની છે, 108 ની ટીમ પહોંચે એ પહેલા માતાને પ્રસુતિ થઈ જતા બાળકનો જન્મ થાય છે.

Balaki Ne Cpr Api Navajivan Baksata 108na Karmayogi 01

- Advertisement -

- Advertisement -

157

Get real time updates directly on you device, subscribe now.

બાળકીને સીપીઆર આપી નવજીવન બક્ષતા 108ના કર્મયોગી

  • શ્વાસોચ્છવાસ અને ધબકારા બંધ થયેલ બાળકીને સીપીઆર આપી નવજીવન બક્ષતા 108 ના કર્મયોગી
  • બાળકીને જીવિત જોઇ માતાના જીવમાં જીવ આવ્યો : બાળકના લાલન-પાલનના સ્વપ્નો બન્યા સાકાર

જસદણથી ભાડલા તરફ જતી 108 ની એમ્બ્યુલન્સને મેસેજ મળે છે કે ભંડારીયા ગામની સીમમાં મહિલાને પ્રસુતિ ઉપડતા ઇમરજન્સીમાં તાત્કાલિક દવાખાને લઈ જવાની છે, 108 ની ટીમ પહોંચે એ પહેલા માતાને પ્રસુતિ થઈ જતા બાળકનો જન્મ થાય છે.

Balaki Ne Cpr Api Navajivan Baksata 108na Karmayogi 01
Balaki Ne Cpr Api Navajivan Baksata 108na Karmayogi 01

108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળક અને માતાને તપાસે છે, ત્યારે ખબર પડે છે કે બાળકનો શ્વાસોચ્છવાસ અને હ્રદયના ધબકારા બંધ હતા. બાળક નિસ્તેજ હતું. માતા પિતાની ખુશી અને અરમાનો પર પાણી ફરી વળ્યું. 108 ના ઇમરજન્સી મેડિકલ ટેક્નિશ્યન પિયુષ ધોળકિયાએ પળવારનો વિલંબ કર્યા વગર બાળક અને માતાને એમ્બ્યુલન્સમાં બેસાડી, પ્રસુતાને તાત્કાલિક સારવાર આપી.

પિયુષભાઇ માટે બાળકને હોસ્પિટલ પહોંચાડતા પહેલા ગમે તેમ શ્વાસ લેતું કરવું તે જ પ્રાથમિકતા હતી. બાળકીના માતા-પિતાની પરિસ્થિતિ અને બાળકીને નવજીવન બક્ષવાની ઈશ્વરીય જવાબદારી નિભાવતા સૌ પ્રથમ વખત સીપીઆર(કાર્ડીયો પલ્મોનરી રીસકસીટેશન) આપવાનું શરુ કર્યું. માત્ર બે આંગળી વડે 600 ગ્રામ વજનના નાજુક પીંડને સીપીઆર આપવું અત્યન્ત કઠિન હતું. સાથો-સાથ અંબુ બેગની મદદથી મોઢામાં ઓક્સિજન આપવાનું પણ શરૂ કર્યું.

Balaki Ne Cpr Api Navajivan Baksata 108na Karmayogi 02
Balaki Ne Cpr Api Navajivan Baksata 108na Karmayogi 02
Related Posts
1 of 443

રાજકોટની ભાગોળે પહોંચ્યા ત્યાં સુધી હિંમત હાર્યા વગર પીયૂષે નવજાત બાળને નવજીવન બક્ષવાનું અતિ કપરું કાર્ય ભારે જહેમત બાદ પાર પાડયું, જેના ફળ સ્વરૂપે બાળકના પલ્સ અને શ્વાસોચ્છવાસ શરુ થતા સમગ્ર વાતાવરણમાં ખુશી છવાઈ ગઈ, બાળકીની માતાના જીવમાં જીવ આવ્યો. પિતાનું રુદન બંધ થયું અને નવી આશાઓ બંધાઈ. આ સમય દરમ્યાન માતાને જરૂરી ઇન્જેક્શન તેમજ બાટલા એમ્બ્યુલન્સમાં જ શરુ કરી દીધેલ.

ધન્યવાદ આપવા પડે 108 ના પાયલટ કરશનભાઈ ખાંભલાને કે જેમણે અવિરત ભંડારીયાથી રાજકોટ સુધી ગાડી ચલાવી પાસે બેઠેલા બાળકના પિતાને હિંમત આપવાની માનવીય જવાબદારી નિભાવી. કરશનભાઈ કહે છે કે ગાડીના હોર્ન સતત ચાલુ રાખ્યા, સાયરન અને હેડ લાઈટ ચાલુ રાખી શક્ય એટલી ઝડપે બંનેને રાજકોટ પહોંચાડયા, અમારા માટે આ પ્રકારનો પ્રથમ કેસ હતો, તેમ પિયુષભાઇ જણાવે છે.

Balaki Ne Cpr Api Navajivan Baksata 108na Karmayogi 03
Balaki Ne Cpr Api Navajivan Baksata 108na Karmayogi 03

રાજકોટ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકીને પહોંચાડતા જ અહીંના ડોક્ટરોએ બાળકીનો ચાર્જ સાંભળી લીધો. હાલ બાળક અને માતા બંને સારવાર હેઠળ છે. 108 ની ટીમને બિરદાવતા પ્રોજેક્ટ મેનજરશ્રી બિપીનભાઈ ભેટારીયા અને ઇમરજન્સી હેડ વિરલ ભટ્ટ જણાવે છે કે, ભંડારીયાના સામાન્ય મજુર પરિવારના જીલુબેન ગામડ અને રાહુલભાઈને 108 ની અનન્ય સેવા થકી ખુશનુમા સંસારની ભેટ મળી છે.

રાજ્ય સરકાર દવારા કાર્યરત 108 એ માત્ર એક નંબર નથી પરંતુ લાઈફ લાઈન છે તેમ કહીએ તો બિલકુલ અતિશિયોક્તિ નથી તે ફલિત થાય છે 108 ની ઇમર્જન્સી કામગીરી પરથી. ગંભીર અકસ્માત કે અન્ય આરોગ્ય સંબંધી જરૂરિયાત સમયે પળવારના વિલંબ વગર મૃત્યુને મહાત આપવા 108 ના કર્મયોગી દર્દી ને જરૂરી ઇમરજન્સી સારવાર અને હોસ્પિટલ સુધી પહોંચાડવાની અતિ મહત્વની કામગીરી સફળતાપૂર્વક પુરી કરે છે. (રાજકુમાર)

Balaki Ne Cpr Api Navajivan Baksata 108na Karmayogi 04
Balaki Ne Cpr Api Navajivan Baksata 108na Karmayogi 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More