બખરલા ગામે કલેકટરની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઇ

બખરલા ગામે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઇ

પોરબંદર તા.૨૦, પોરબંદરના બખરલા ગામે કલેકટરશ્રી ડી.એન. મોદીની અધ્યક્ષતામાં ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઇ હતી. આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું કે, સરકારશ્રીની જન હિતકારી યોજનાઓનો જરૂરીયાત મંદોએ લાભ લેવો જોઇએ તેમ જણાવી પાણી બચાવવા સાથે  જમીન ચોખી રાખવી જરૂરી છે. ગામમાં સ્વચ્છતા રાખવા અને  વેરા નિયમીત પણે  ભરાય તેવી તકેદારી લેવી જોઇએ, તેમણે વ્યસન મુક્ત બનવાની પણ હિમાયત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે. અડવાણીએ જણાવ્યું કે, પી.એમ. કિસાન યોજનાનો લાભ લેવો, આરોગ્ય લક્ષી વિમો કઢાવવો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઇએ.

Bakharala Game Kalekatarani Adhyaksatama Ratrisabha Yojai 01
349

Get real time updates directly on you device, subscribe now.

બખરલા ગામે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઇ

Related Posts
1 of 323

પોરબંદર તા.૨૦, પોરબંદરના બખરલા ગામે કલેકટરશ્રી ડી.એન. મોદીની અધ્યક્ષતામાં ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઇ હતી. આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું કે, સરકારશ્રીની જન હિતકારી યોજનાઓનો જરૂરીયાત મંદોએ લાભ લેવો જોઇએ તેમ જણાવી પાણી બચાવવા સાથે  જમીન ચોખી રાખવી જરૂરી છે. ગામમાં સ્વચ્છતા રાખવા અને  વેરા નિયમીત પણે  ભરાય તેવી તકેદારી લેવી જોઇએ, તેમણે વ્યસન મુક્ત બનવાની પણ હિમાયત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે. અડવાણીએ જણાવ્યું કે, પી.એમ. કિસાન યોજનાનો લાભ લેવો, આરોગ્ય લક્ષી વિમો કઢાવવો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઇએ.

Bakharala Game Kalekatarani Adhyaksatama Ratrisabha Yojai 01
Bakharala Game Kalekatarani Adhyaksatama Ratrisabha Yojai 01

પ્રાંત અધિકારીશ્રી કે.વી. બાટીએ નિરાધાર વૃધ્ધ પેન્શન, સંકટ મોચન યોજના, વિધવા પેન્શન સહિતની યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યુ હતું. જિલ્લા પશુપાલન અધિકારીશ્રી રાવલે પશુપાલનને લગતી યોજનાઓ તથા તેનાથી  મળતી સહાય વિશે વિસ્તારથી સમજ આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રાઠોડે આયુષ્યમાન ભારત કાર્ડ, માં કાર્ડ યોજના, માં વાત્સલ્ય યોજના વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પરમારે પ્રધાનમંત્રી કિશાન માનધન યોજના, આઇ ખેડુત પોર્ટલ વિશે, આનલાઇન ડ્રો સીસ્ટમ વિશે તથા ખેતીવાડીને લગતા જુદા-જુદા સાધનોમાં મળતી સહાય વિશે માહિતી પુરી પાડી હતી.

Also You like to read
1 of 135
Bakharala Game Kalekatarani Adhyaksatama Ratrisabha Yojai 02
Bakharala Game Kalekatarani Adhyaksatama Ratrisabha Yojai 02

પ્રોજેક્ટ ઓફીસરશ્રી અંજનાબેન જોશીએ વ્હાલી દિકરી યોજના વિશે તથા આંગણવાડી કેન્દ્રોમાં મળતી સુવિધા વિશે જાણકારી આપી હતી. બખરલા ગામે યોજાયેલ રાત્રીસભા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પોરબંદર જિલ્લાની પ્રથમ રાત્રીસભા હતી. ગામ લોકોએ સામુહિક આરોગ્ય કેન્દ્ર મળે તેવી માંગ કરવા સાથે PGVCLને લગતા તેમજ  પશુ દવાખાનું શરૂ કરવુ સહિતનાં પ્રશ્નો રજૂ કર્યા હતા. આ તમામ પ્રશ્નોનાં નિરાકરણ માટે કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી.

Bakharala Game Kalekatarani Adhyaksatama Ratrisabha Yojai 03
Bakharala Game Kalekatarani Adhyaksatama Ratrisabha Yojai 03

રાત્રીસભામાં જિલ્લા તથા તાલુકાનાં અધિકારીશ્રીઓ, સરપંચ અરસીભાઇ ખુંટી, તલાટી કમ મંત્રીશ્રી રમેશભાઇ પટેલ, આંગણવાડી કેન્દ્રની બહેનો, આશા વર્કરો સહિત મોટી સંખ્યામાં  ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન વાજાભાઇએ તથા આભાર વિધિ સરપંચશ્રીએ કરી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More