- Advertisement -

બારડોલી ખાતે ગાંધીવંદના નગરયાત્રા અને શાંતિસેના રેલી યોજાઈ

શાળાના ૧૫૦૦ વિદ્યાર્થીઓએ રેલીમાં શાંતિ અને સદભાવનાનો સંદેશો આપ્યો

સુરત જિલ્લાના બારડોલી ખાતે ગાંધી સાર્ધશતાબ્દી વર્ષની ઊજવણી નિમિત્તે આયોજિત ગાંધીવંદના નગરયાત્રા અને શાંતિસેના રેલીને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે પ્રસ્થાન કરાવી હતી. રેલીમાં બારડોલી તાલુકાની વિવિધ શાળાના ૧૫૦૦ વિદ્યાર્થીઓએ રેલીમાં જોડાઈ શાંતિ અને સદ્દભાવનો સંદેશ આપ્યો હતો.

Baradoli Khate Gandhivandan Nagryatra Ane Santisena Reli Yojai

- Advertisement -

- Advertisement -

102

Get real time updates directly on you device, subscribe now.

બારડોલી ખાતે ગાંધીવંદના નગરયાત્રા અને શાંતિસેના રેલી યોજાઈ

બાળકમાં નાનપણથી જ શાંતિના વિચારોનું બીજ રોપાશે તો ભવિષ્યમાં શાંતિના વટવૃક્ષ ખીલશે : – ઈશ્વરભાઈ પરમાર

શાળાના ૧૫૦૦ વિદ્યાર્થીઓએ રેલીમાં શાંતિ અને સદભાવનાનો સંદેશો આપ્યો

સુરત જિલ્લાના બારડોલી ખાતે ગાંધી સાર્ધશતાબ્દી વર્ષની ઊજવણી નિમિત્તે આયોજિત ગાંધીવંદના નગરયાત્રા અને શાંતિસેના રેલીને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે પ્રસ્થાન કરાવી હતી. રેલીમાં બારડોલી તાલુકાની વિવિધ શાળાના ૧૫૦૦ વિદ્યાર્થીઓએ રેલીમાં જોડાઈ શાંતિ અને સદ્દભાવનો સંદેશ આપ્યો હતો. નગરયાત્રા અવસરે મંત્રીશ્રીઈશ્વરભાઈ પરમારએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુના નિધન બાદ તેમના અસ્થિ જ્યાં-જ્યાં લઈ જવામાં આવ્યા ત્યાં ત્યાં ગાંધીમેળાઓ યોજવાનું ગાંધી સમર્થકો અને સ્વજનોએ નક્કી કર્યું હતું. તા.૩૦ જાન્યુઆરીએ બાપુનું દેહાંત થયું તેના બાર દિવસ બાદ એટલે કે, ફેબ્રુઆરીની ૧૧ અને ૧૨ તારીખે એક વિશાળ શાંતિસેના રેલી નીકળે એવી લોકચાહના હતી. આ શાંતિસેનાનો વિચાર પ્રથમ મહાત્મા ગાંધીજીએ આપ્યો હતો. જેનો ઉદ્દેશ આવી રેલીથી સમાજમાં શાંતિ સ્થાપવાનો હતો. ખાસ કરીને જો બાળકોમાં નાનપણથી જ શાંતિના વિચારનું બીજ રોપાય તો ભવિષ્યમાં શાંતિનું વટવૃક્ષ ખીલશે.

Related Posts
1 of 483
Baradoli Khate Gandhivandan Nagryatra Ane Santisena Reli Yojai
Baradoli Khate Gandhivandan Nagryatra Ane Santisena Reli Yojai

પૂજય વિનોબા ભાવેએ શાંતિસેનાના આ વિચારને વ્યવસ્થિત રૂપ આપીને આપણી સમક્ષ મૂક્યો હતો. તેમણે શાંતિસેના દ્વારા સર્વોદયના વિચારને રજૂ કર્યો હતો. આ વર્ષ આદરણીય વિનોબા ભાવેજીની ૧૨૫મી જન્મજયંતીનું વર્ષ પણ છે. જેથી આપણે સૌ એમનું પણ સ્મરણ કરીએ. વધુમાં તેમણે જણાવ્યું કે, આખી દુનિયા હકીકતમાં તો શાંતિની જ ઝંખના કરે છે. સમાજમાં શાંતિ હોય તો જ આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ સંભવ બને છે. આજના સમયમાં શાંતિ અને અહિંસાની તાતી જરૂરિયાત છે. આ “શાંતિસેના રેલી” નવી પેઢીમાં શાંતિની ભાવના સુદ્રઢ કરવાનું માધ્યમ બનશે તેવી આશા મંત્રીશ્રીએ વ્યકત કરી હતી. આ પ્રસંગે સ્વરાજ આશ્રમના નિરંજનાબેન ક્લાર્થી, મુકુલ ટ્રસ્ટના પ્રજ્ઞાબેન ક્લાર્થી, ગાંધી મેળાના પ્રમુખશ્રી ડો.અરવિંદભાઇ દેસાઈ, લેખક અને વિચારકશ્રી ભદ્રાયુ વચ્છરાજાની સહિત બારડોલીના નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More