- Advertisement -

બારડોલી ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારકનું લોકાર્પણ

બારડોલી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારકનું લોકાર્પણ

સુરત,ગુરુવાર: શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારકનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે, સમસ્ત મહારાષ્ટ્રિયન સમાજ તેમજ બારડોલી નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી  કરવામાં આવી છે તે ખરેખર બિરદાવવા લાયક છે. જેના માટે હું તેમને અભિનંદન પાઠવું છુ.મારા હસ્તે પ્રતિમાનું ખાતમુહુર્ત કરવું એ આ પહેલો પ્રસંગ છે અને આવા વીર સપુતની પ્રતિમાનું ખાત મુહુર્ત, લોકાર્પણ પ્રસંગે હાજર છુ તેના માટે હું પોતાને ધન્ય અનુભવું છુ.

Bardoli Khate Shri Chhatrapati Shivaji Maharaj Smarak Nu Lokarpan 01

- Advertisement -

- Advertisement -

60

Get real time updates directly on you device, subscribe now.

બારડોલી ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારકનું લોકાર્પણ

શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારકનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે, સમસ્ત મહારાષ્ટ્રિયન સમાજ તેમજ બારડોલી નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી  કરવામાં આવી છે તે ખરેખર બિરદાવવા લાયક છે. જેના માટે હું તેમને અભિનંદન પાઠવું છુ.મારા હસ્તે પ્રતિમાનું ખાતમુહુર્ત કરવું એ આ પહેલો પ્રસંગ છે અને આવા વીર સપુતની પ્રતિમાનું ખાત મુહુર્ત, લોકાર્પણ પ્રસંગે હાજર છુ તેના માટે હું પોતાને ધન્ય અનુભવું છુ.

  • બારડોલી ખાતે મહારાષ્ટ્રીયન સમાજ અને બારડોલી નગર પાલિકા દ્વારા પ્રોત્સાહિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારકનું લોકાર્પણ
  • બારડોલી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારકનું લોકાર્પણ
Bardoli Khate Shri Chhatrapati Shivaji Maharaj Smarak Nu Lokarpan 04
Bardoli Khate Shri Chhatrapati Shivaji Maharaj Smarak Nu Lokarpan 04

વધુમાં તેમને જણાવ્યું કે, અહી વર્ષોથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવાય છે અને આજે સોનગઢ શાળાની બે દીકરીઓ દ્વારા જે પોવાડો ગાવામાં આવ્યો છે તેમાં શિવાજી મહારાજનું આખું જીવન ચરિત્ર સમજાય છે તેમજ થોડાજ દિવસો પહેલા તાનાજી ફિલ્મ નિહાળી તેની કહાની  પણ આ પોવાડામાં છે. જેના માટે હું બંને દીકરીઓને અભિનંદન પાઠવું છુ. આજના અવસરે હું માં ભવાની ને વંદન કરું છુ અને ભારત ભૂમિના મહાન સપુત અદ્વિતીય અજોડ પરાક્રમી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે હું વંદન કરું છુ.

Bardoli Khate Shri Chhatrapati Shivaji Maharaj Smarak Nu Lokarpan 03
Bardoli Khate Shri Chhatrapati Shivaji Maharaj Smarak Nu Lokarpan 03
Related Posts
1 of 528

સ્મારક લોકાર્પણ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, આ સ્મારક ઉભારવામાં અંદાજીત ૩૦ લાખ રકમની જરૂર હતી આ રકમ લોક સહયોગ અને બારડોલી નગરપાલિકા દ્વારા પ્રતિમા માટે જગ્યા ફાળવવામાં આવી છે તેમાં માટે હું નગરપાલિકાના અધિકારીઓનો તથા યોગદાન આપનાર લોકોનો આભારી છું. આ પ્રતિમા ઉભારવા માટે લોકોની ઉત્સુકતા વિશાળકાય રેલીમાં જોડાયેલ અંદાજીત ૧૫ હજાર લોકોની સંખ્યા પરથી સમજી શકાય છે. આ દેશ માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે યોગદાન આપ્યુ છે.

Bardoli Khate Shri Chhatrapati Shivaji Maharaj Smarak Nu Lokarpan 02
Bardoli Khate Shri Chhatrapati Shivaji Maharaj Smarak Nu Lokarpan 02

ગોરિલા યુદ્ધ પદ્ધતિ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની દેન છે. માતા જીજાબાઇની વીરતાને આભારી છે. આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ,બારડોલી નગર પાલિકા પ્રમુખ ગણેશભાઈ તથા ઉપ પ્રમુખ મીનાબેન, ચીફ ઓફિસર કોમલબેન,સુરત જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, મહારાષ્ટ્રિયન સમાજ બારડોલી, અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

Bardoli Khate Shri Chhatrapati Shivaji Maharaj Smarak Nu Lokarpan 01
Bardoli Khate Shri Chhatrapati Shivaji Maharaj Smarak Nu Lokarpan 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

%d bloggers like this: