- Advertisement -

લુ ન લાગે તે માટે સાવધાની રાખો

- Advertisement -

- Advertisement -

10,007

Get real time updates directly on you device, subscribe now.

લુ ન લાગે તે માટે સાવધાની રાખોઃ લુ લાગે તો કરવાના ઉપચારો

લુ થી બચવા ઉનાળામાં ખુલતા અને સુતરાઉ કપડા પહેરવા

ઉનાળામા લુ લાગે ત્યારે ડુંગળી રામબાણ ઔષધ છે.

Related Posts
1 of 398

હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો છે. ચૈત્રી દનૈયા તપવા શરૂ થયા છે. વૈશાખી વાયરા બાકી છે. ત્યાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી ને પાર જાય છે. સૈારાષ્ટ્રનાં જિલ્લાઓમાં પણ ૪૨ ડિગ્રીની આસપાસ રહે છે, ત્યારે લોકોએ આ કુદરતી તાપથી બચવા-લુ થી બચવા કાળજી લેવી આવશ્યક છે.                                      

ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં મહેનત મજુરી કરી જીવન ગુજારતા શ્રમિક વર્ગ માટે લુ ઘણી વખત જીવલેણ સાબીત થાય છે. અસહ્ય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરિરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવો થવાથી ઘટી જાય છે. પરંતુ બહારનું તાપમાન ખુબ જ ઉંચુ હોય ત્યારે આ પરસેવાથી તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી. જેથી શરીરનું તાપમાન વધી હાથ-પગ દુઃખવા લાગે, ખુબ તરસ લાગે તેમજ ગભરામણ થાય અને ચક્કર આવી જાય છે. શ્વાસ ચડે અને હૃદયના ધબકારા વધી જાય અને ત્વરીત સારવાર ના મળે તો માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. સખત તાપમાં વધુ પડતી મહેનતનું કામ કરવાથી કે ફરવાથી તથા ગરમ હવાવાળા હવામાનમાં શરીરને પૂરતું ઢાંકયા વગર કામ કરવાથી લૂ લાગે છે.

લુ લાગવાના લક્ષણો-

માથાનો દુઃખાવો થવો, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, થાક લાગવો અને સ્‍નાયુનો  દુખાવો થવો, શરીરનું તાપમાન વધુ રહે, નાડીના ઘબકારા ૧૨૦ કે તેથી વધુ થવા, ચામડી લાલ થઇ જાય, મોટી ઉમર કે એકદમ નાની ઉંમરની વ્‍યકિત, જાડુ શરીર હોય તેવી વ્યકિત, જે વ્‍યકિત વાતાવરણથી ટેવાયેલ ન હોય તથા જે વ્‍યકિતને કોઇ ચેપ લાગેલો હોય કે પાચનતંત્રની ખરાબી, ઝાડા-ઉલ્‍ટી થયા હોય તેવી વ્‍યકિતને લુ લાગવાની શકયતા વધુ રહે છે.

Also You like to read
1 of 106

લુ ન લાગે તે માટે શું કરવું-

સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા, સખત તાપમાં સખત એક ધારૂ કામ ન કરવું પરંતુ કામ દરમિયાન થોડા થોડા સમયે આરામ કરવો, કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું, જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું પરંતુ તે બાજુ પીઠ રહે તે રીતે કામ કરવું, શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્‍લો રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે,  બજારૂ ઠંડા પીણા અને વાસી ખોરાક ખાવાથી દુર રહેવું, ડ્રીહાઇડ્રેશનથી બચવા લીંબુ પાણી પીવું જોઇએ. ગરમીની ઋતુમાં પુષ્‍કળ પ્રમાણમાં પાણી પીવાની આદત કેળવવી જોઇએ. બાળકો ખુલ્‍લા પગે ન ચાલે તેની કાળજી લેવી. આ ઉપરાંત નાના બાળકો, વૃધ્‍ધો, વધુ પડતા વજનવાળા, હ્રદયની બિમારીવાળા તથા બિમાર વ્‍યક્તિઓએ વધુ ગરમીના સમયે ઘર બહાર નીકળવાનું ટાળવું જોઇએ. વીંઝણો હાથવગો રાખવો જોઇએ. ગરમી વખતે ઘર બનાવટના ઠંડા પીણાનો ઉપયોગ કરવો હિતાવહ છે. ગરમીના સમયે ચા ને બદલેગોળલીંબુ, ખાંડ કે વરિયાળીથી બનાવેલ પાણી પીવું જોઇએ. ઓ.આર.એસ.નું દ્રાવણ પીવું, તીખુ-તળેલું અને મરી-મસાલાવાળો ખોરાક ટાળવો જોઇએ.સ્‍તનપાન કરાવતી માતાએ તડકેથી આવ્‍યા બાદ, અડધી કલાક પછી બાળકને સ્‍તનપાન કરાવવું જોઇએ. જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું.

લુ લાગે ત્‍યારે શું કરવું-

લુ લાગે ત્‍યારે સૌથી અગત્‍યનું કામ શરીરની ગરમી ઘટાડવાનું છે. જરા પણ સમય ગુમાવ્‍યા વગર સારવારના પગલાં લેવા જોઇએ. સૌ પ્રથમ વ્‍યકિતને છાયામાં લાવો, લુ લાગેલ વ્‍યકિતએ પહેરેલા કપડા ઢીલા કરવા, શરીર પર ઠંડુ પાણી છાંટી શકાય અથવા ઠંડા પાણીમાં બોળેલા કપડા વડે શરીરને ઢાંકવું જોઇએ, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, આરોગ્‍ય કર્મચારી તથા આંગણવાડી પર રખાયેલ પાઉડરના પેકેટમાંથી દ્વાવણ બનાવી દર્દીને પીવડાવવું જોઇએ, જેમ બને તેમ વધુમાં વધુ પ્રવાહી આપવુ જોઇએ, પ્રાથમિક સારવાર બાદ બને તેટલા જલદી દર્દીને નજીકના દવાખાને કોઇપણ જાતની ઢીલ વિના ખસેડો.

ઉક્ત સંજોગોમાં વધુ સારવાર માટે નજીકના આરોગ્‍ય કેન્‍દ્રનો સંપર્ક સાધવા  મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ગીર સોમનાથ દ્વારા જણાવાયુ છે.

ઉનાળામા લુ લાગે ત્યારે ડુંગળી રામબાણ ઔષધ છે :-

ઉનાળાની ગરમીને કારણે તાવ ચડી જાય, શરદી-ખાંસી થાય, માથું દુખે, ઊલટી કે ઊબકા આવે એ લક્ષણો લૂનાં છે. આકરો તડકો પડતો હોય ત્યારે શરીરમાં ગરમીની માઠી અસર થાય છે. એ માટે કસદાર કાંદા ખૂબ જ ગુણકારી છે. યાદ રહે કે લૂથી બચવું હોય તો કાંદાની વાનગીઓ કરતાં કાચા કાંદા વધુ હિતકારી છે. કાંદા બળપ્રદ, પચવામાં ભારે, મધુર, રૂચિકર, સ્નિગ્ધ, કફકર અને ધાતુવર્ધક છે. એનાથી ઊંઘ આવે છે. પાચનઅગ્નિ પ્રદીપ્ત થાય છે. આ બધા ગુણોને કારણે ટીબી, હૃદયરોગ, ઊલટી કે રક્તપિત્તના દર્દીઓ માટે એ ખૂબ ફાયદાકારક ગણાય છે. એનાથી વધુપડતો પરસેવો અને સોજો પણ ઘટે છે. ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે અને ખાવાનું પચવામાં પણ તકલીફ થાય છે. ખાવાનું રોચક બને એ માટે કાચી કેરી અને કાંદાનું કચુંબર ઉત્તમ દીપક અને પાચક ગણાયું છે. કાચી કેરી અને કાંદાના છીણમાં ગોળ, જીરૂં અને સિંધવ નાખીને બનાવેલું કચુંબર બપોરના ભોજનમાં અચૂક લેવું. એ ખાવાથી ભૂખ ઊઘડે છે તેમ જ ખાવાનું પચે છે. એ લેવાથી ગરમ વાયરાને કારણે લાગતી લૂથી બચી શકાય છે. ઉનાળામાં થતા ઝાડા, ડિસેન્ટ્રી, મસા, અપચો, કબજિયાત દૂર કરે છે. જો સાંધાના દુખાવાને કારણે કાચી કેરીની ખટાશ સદતી ન હોય કે પછી સારી કાચી કેરી મળતી ન હોય તો કાકડી સાથે સૅલડ બનાવી શકાય. કાંદા અને કાકડી બન્નેને ઝીણાં સમારી એના પર સિંધવ, કાળાં મરી, જીરૂં પાઉડર અને ચપટીક ખડી સાકરનો ભૂકો ભભરાવીને તૈયાર થયું કાકડી-કાંદાનું કચુંબર પણ એટલું જ ફાયદાકારક છે.

સંકલનઃ-અર્જૂન પરમાર,માહિતી બ્યુરો-ગીર સોમનાથ

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More