બેટી બચાવો બેટી પઢાવો દિનની ઉજવણી

મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત “બેટી બચાવો બેટી પઢાવો” દિનની ઉજવણી કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી

જામનગર, તા.૦૨ ઓગસ્ટ, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની શક્તિને ઉજાગર કરવા માટે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ દ્વારા મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો, બેટી પઢાવો, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા આરોગ્ય દિવસ, મહિલા કૃષિ દિવસ, મહિલા શિક્ષણ દિવસ,  મહિલા સ્વચ્છતા જાગૃત દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કાનૂની જાગૃતિ દિવસ, શ્રમજીવી મહિલા દિવસ અને મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસ ઉજવી મહિલાઓમાં રહેલ શક્તિને બહાર લાવી નીડર, સ્વાવલંબન અને સ્વાભિમાની બને તેવા આશયથી મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે શહેરની શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજના ઓડીટોરીયમમાં કૃષિમંત્રીશ્રી આર.સી.ફાળદુના અધ્યક્ષ સ્થાને “બેટી બચાવો બેટી પઢાવો” દિનની ઉજવણી કરવામાં આવેલ હતી.

Beti Bachao Beti Padhao Dinani Ujavani 03
271

Get real time updates directly on you device, subscribe now.

Beti Bachao Beti Padhao Dinani Ujavani 01
Beti Bachao Beti Padhao Dinani Ujavani 01
Related Posts
1 of 361
  • મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત “બેટી બચાવો બેટી પઢાવો” દિનની ઉજવણી કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી
  • મહિલાના ઉત્કર્ષ માટે આર્થિક આયોજન થકી યોજનાલક્ષી કામગીરી કરી મહિલાઓને પ્રોત્સાહિત કરવા રાજય સરકાર કટીબધ્ધ કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ
  • સૌ સાથે મળી દિકરો-દિકરી સમાન ગણી સેક્સ રેશીયો સમાન કરવાની અપીલ કરતા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુએ જણાવ્યુ હતુ કે, અગાઉના સમયમાં દિકરીનો જન્મ એ સાપનો ભારો સમજવામાં આવતો હતો અને તેમને દુધ પીતી કરવાની પ્રથા દ્વારા તેમની હત્યા કરવામાં આવતી હતી. આજે પરિસ્થિતિ બદલાણી છે. સરકાર દ્વારા ભૃણ હત્યા માટે અનેક કડક કાયદાઓ અમલમાં છે. આજે સ્ત્રી અનેક જગ્યાએ મોભાનું સ્થાન ધરાવે છે.

Beti Bachao Beti Padhao Dinani Ujavani 02
Beti Bachao Beti Padhao Dinani Ujavani 02

માતાના ઉદરમાં જીવ સંચાર થાય ત્યારથી લઇ મહિલા પુખ્ત બને ત્યાં સુધીની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે તેમ જણાવતા કૃષિ મંત્રીશ્રી ફળદુએ ઉમેર્યું કે, સમાજ જીવનની સમાજીક બદી દુર કરવા મહિલા સશક્તિકરણ ખુબ જ જરૂરી છે. રાજય સરકાર દ્વારા ચલાવાતી તમામ યોજનાઓ પૈકી ૨૧૦ યોજનાઓ માત્ર મહિલાઓ માટે ચલાવાય છે જેમાં અંદાજીત ૬૩ હજાર કરોડ રૂપિયાની વાર્ષિક જોગવાઇ બજેટમાં રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે.  સરકાર સાથે સમાજના લોકોને જોડી મહિલા સશકતિકરણને આગળ ધપાવવા હાંકલ કરી હતી.

Also You like to read
1 of 173
Beti Bachao Beti Padhao Dinani Ujavani 03
Beti Bachao Beti Padhao Dinani Ujavani 03

સૌ સાથે મળી દિકરો-દિકરી સમાન ગણી સેક્સ રેશીયો સમાન કરવાની અપીલ કરતા

અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે,  સમાજના વિકાસમાં પુરૂષો જેટલુ જ મહત્વ સ્ત્રીઓનું છે, સમાજના તમામ પાત્રો સાથે જોડાય સારા બીજ રોપે તેવા હેતુથી મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. નારી એટલે ભગવાનનુ રૂપ છે, છતા પણ આ નારાયણી ઉપર વધુ પ્રમાણમાં નાના મોટા અત્યાચારો થાય છે.

હવે નારીએ ભગવાનના રૂપને બદલે માત્ર નારી જ બને તો જ તે તેમના પર થતા અત્યાચારનો સામનો કરી શકશે. સમાજને સ્ત્રી પાસેથી ખૂબ મોટી અપેક્ષાઓ હોય છે, ત્યારે દરેક નારીએ પોતે જ નક્કી કરવુ પડશે કે પોતાને શું બનવુ છે. સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં દરેક રોલ સચોટ રીતે નિભાવી સ્વમાનભેર જીવી શકાય છે. સ્ત્રીઓએ પોતાના મનમાં ઉદભવેલ વિચારને વાચા આપી લોકો સુધી રજુ કરવા જોઇએ, જેને કારણે તેમને એક નવી દિશા મળશે. પોતાની તાકાત અને હિમંતનો પરચો અનેક નારી આપી ચુકી છે.

Beti Bachao Beti Padhao Dinani Ujavani 04
Beti Bachao Beti Padhao Dinani Ujavani 04

આ કાર્યક્રમમાં મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોષી, કમિશ્નરશ્રી સતિષ પટેલ, ઇ.ચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાની, પ્રાંત અધિકારીશ્રી ચૌધરી, આરોગ્ય અધિકારીશ્રી બથવાર, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનના આરોગ્ય સમિતિના ચેરમેનશ્રીઓ તેમજ મહિલા કોર્પોરેટરશ્રીઓ અને વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Beti Bachao Beti Padhao Dinani Ujavani 05
Beti Bachao Beti Padhao Dinani Ujavani 05

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More