- Advertisement -

ભાવનગર અને સુરતમાં પણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ તૈયાર થશે

ભાવનગર અને સુરતમાં પણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ તૈયાર થશે – કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધન

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારી આરોગ્ય સેવા પુરી પાડવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 150 કરોડનાં ખર્ચે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં બ્લૉક તૈયાર કરવામાં આવ્યો છે. આજે (ડિસેમ્બર 28, 2019) કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Bhavnagar Ane Surat Ma Pan Super Specialty Hospital Taiyar Thase 02

- Advertisement -

- Advertisement -

45

Get real time updates directly on you device, subscribe now.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભાવનગર અને સુરતમાં પણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ તૈયાર થશે

  • ભાવનગર અને સુરતમાં પણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ તૈયાર થશે – કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધન
  • રાજકોટમાં પી.ડી.યુ. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. 150 કરોડના ખર્ચે નવનિર્મિત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ
Related Posts
1 of 439

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારી આરોગ્ય સેવા પુરી પાડવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 150 કરોડનાં ખર્ચે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં બ્લૉક તૈયાર કરવામાં આવ્યો છે. આજે (ડિસેમ્બર 28, 2019) કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ એટલે રાજકોટ સિવીલ હોસ્પિટલ કારણ કે, અહિં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. ત્યારે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રની સૌથી આધુનિક હોસ્પિટલ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. 6 માળની આ અદ્યતન હોસ્પિટલમાં 238 બેડ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે.

હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ

  • 6 માળની હોસ્પિટલમાં238 બેડની સુવિધા
  • 8 વર્લ્ડ ક્લાસ મોડ્યુલર ઓપરેશન થિયેટર
  • સૌરાષ્ટ્રની પ્રથમ આધુનિક કેથલેબ
  • 40 બેડની આધુનિક સર્જિકલ આઇ.સી.યુ રહેશે કાર્યરત
  • 19 બેડની આધુનિક ડાયાલિસીસ સેન્ટર
  • 200 મેડિકલ પ્રેક્ટીસનાં વિદ્યાર્થીઓની ક્ષમતા
  • વર્ષે5 લાખ દર્દીઓને સારવાર, 4500 જેટલી પ્રસુતિ, 13-15 હજાર સર્જરીઓ થશે
  • 250 બેડનો વધારો કરી250 હોસ્પિટલ સ્ટાફ અને 150 નર્સિંગ સ્ટાફનો વધારો કરાશે
  • 10 સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોની નિમણુંક કરાશે
  • 500 બેડની મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ હોસ્પિટલની ચણતરની કામગીરી પ્રગતિ પર

રાજકોટ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે ભારત સરકારના સહયોગથી રૂ. 150 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરતા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેકવિધ નવી યોજનાઓ બનાવી રાષ્ટ્રને સમર્પણ કરી છે. રાજકોટની સાધારણ હોસ્પિટલને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પરિવર્તિત કરી છે. જેનાથી હવે હૃદય, મગજ, કિડનીના ગંભીર રોગોની સારવાર સ્થાનિક કક્ષાએ દર્દીઓને મળી શકશે. ગુજરાતમાં ભાવનગર અને સુરતમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ તૈયાર કરાશે.

Also You like to read
1 of 195
Bhavnagar Ane Surat Ma Pan Super Specialty Hospital Taiyar Thase 01
Bhavnagar Ane Surat Ma Pan Super Specialty Hospital Taiyar Thase 01

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને વધુમાં ઉમેર્યુ હતું કે, દેશમાં 157 મેડિકલ કોલેજો પ્રગતિ હેઠળ છે. ભારત સરકાર દેશના 75 ગરીબ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ બનાવશે. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માત્ર દેશની જ નહી વિશ્વની સૌથી મોટી યોજના છે. જેમાં ગરીબ પરિવારને દર વર્ષે રૂ. 5 લાખની સારવાર ખાનગી હોસ્પિટલમાં પ્રાપ્ત થાય છે. સમગ્ર દેશને 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનો લક્ષ્ય છે. મંત્રીશ્રીએ લોકોને દૈનિક જીવનમાં સ્વસ્થ્ય આહાર અને કસરત અપનાવવાનો અનુરોધ કર્યો હતો તેમજ રાજકોટવાસીઓને સુપર સ્પેશ્યાલિસ્ટી હોસ્પિટલ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Bhavnagar Ane Surat Ma Pan Super Specialty Hospital Taiyar Thase 02
Bhavnagar Ane Surat Ma Pan Super Specialty Hospital Taiyar Thase 02

આ પ્રસંગે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રની જનતાને કોઇપણ પ્રકારની સારવાર માટે રાજકોટથી દૂર જવુ ન પડે તે માટે તબીબી સેવાની સુપર સ્પેશ્યાલિટી સુવિધા મધ્યમવર્ગ અને ગરીબવર્ગ માટે કેન્દ્ર-રાજ્ય સરકારે સાથે મળીને નિ:શુલ્ક વ્યવસ્થા કરી છે. શ્રી વિજયભાઇએ ઉમેર્યું હતું કે, આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા દેશને સ્વસ્થ-તંદુરસ્ત બનાવીને વિકાસની હરણફાળ ભરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સરકાર ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને લોકોના આરોગ્યની ચિંતા કરે છે લોકો નિરોગી રહે તેવું આપણે ઇચ્છીએ છીએ દર્દીઓના રોગોની સારવાર રાજ્ય સરકાર કરશે. મુખ્યમંત્રીએ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સહયોગ બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.

Bhavnagar Ane Surat Ma Pan Super Specialty Hospital Taiyar Thase 03
Bhavnagar Ane Surat Ma Pan Super Specialty Hospital Taiyar Thase 03

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટમાં “એઇમ્સ”ની કામગીરી ટુંક સમયમાં હાથ ધરાશે. ગુજરાતના ગતિશીલ અને મોભાના શહેર રાજકોટમાં કેન્દ્ર સરકારના સહયોગથી 150 કરોડના ખર્ચે બનેલી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ તંદુરસ્ત અને સ્વસ્થ ગુજરાતનાં નિર્માણ માટે ખૂબ ઉપયોગી બની રહેશે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વાર્ષિક 9 લાખ 70 હજાર દર્દીઓએ તપાસ અને સારવાર કરાવી હતી, જે પૈકી 1 લાખ 1 હજાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર કરવામાં આવી તેમજ વાર્ષિક 12300 મેજર અને 22500 માઇનોર સર્જરી આ હોસ્પિટલમાં થઇ છે. આ પ્રસંગે સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તથા રાજ્ય સરકારના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (NP/RD/RP)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More