- Advertisement -

ભાવનગર જિલ્લામાં ગામની દિકરી યોજનાનો પ્રારંભ કરાયો

શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે એ માલણકા ગામે યોજના અંતર્ગત દિકરીની માતાઓને રૂ.૧ હજારનો ચેક અર્પણ કર્યો

વેદકાળથી એક ઉક્તિ કહેવાય છે કે યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે રમન્તે તત્ર દેવતા એટલે કે જ્યા નારીની પુજા થાય છે ત્યા દેવતાઓનો વાસ હોય છે. આ ઉક્તિને સાર્થક કરવાના શુભ હેતુસર ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા ગુજરાત રાજ્યમા સૌ પ્રથમ ભાવનગર જિલ્લાના માલણકા ગામેથી ગામની દિકરી યોજના લોન્ચ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો

Bhavanagara Jilla Ma Gama Ni Dikari Yojana No Prarambha Karayo 03

- Advertisement -

- Advertisement -

206

Get real time updates directly on you device, subscribe now.

ભાવનગર જિલ્લામાં ગામની દિકરી યોજનાનો પ્રારંભ કરાયો

વેદકાળથી એક ઉક્તિ કહેવાય છે કે યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે રમન્તે તત્ર દેવતા એટલે કે જ્યા નારીની પુજા થાય છે ત્યા દેવતાઓનો વાસ હોય છે. આ ઉક્તિને સાર્થક કરવાના શુભ હેતુસર ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા ગુજરાત રાજ્યમા સૌ પ્રથમ ભાવનગર જિલ્લાના માલણકા ગામેથી ગામની દિકરી યોજના લોન્ચ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો

  • સમગ્ર ભાવનગર જિલ્લામા ગામની દિકરી યોજનાનો પ્રારંભ કરાયો
  • સમગ્ર ગુજરાત રાજ્યમા સૌપ્રથમ ભાવનગર જિલ્લાના માલણકા ગામેથી “ગામની દિકરી” યોજના શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ લોન્ચ કરી
  • શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે એ માલણકા ગામે યોજના અંતર્ગત દિકરીની માતાઓને રૂ.૧ હજારનો ચેક અર્પણ કર્યો
Related Posts
1 of 398
Bhavanagara Jilla Ma Gama Ni Dikari Yojana No Prarambha Karayo 04
Bhavanagara Jilla Ma Gama Ni Dikari Yojana No Prarambha Karayo 04

આ કાર્યક્રમ લોન્ચ કરી દિકરીની માતાઓને રૂ.૧ હજારનો ચેક અર્પણ કરી શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે એ જણાવ્યુ હતુ કે ભારત દેશમા દિકરીને શક્તિનુ સ્વરૂપ ગણવામા આવે છે ત્યારે આ શક્તિ સ્વરૂપ દિકરીઓની સંખ્યા સંતુલીત રહે દિકરા-દિકરી ને એક સમાન ગણવામા આવે તેવા હેતુસર આજે આપણે ગામની દિકરી યોજના સમગ્ર રાજ્યમા અને જિલ્લામા સૌપ્રથમ માલણકા ગામે થી લોન્ચ કરી છે સાથે સાથે જિલ્લાના સમગ્ર વિસ્તારમા આ યોજના આજથી જ શરૂ થઈ રહી છે જિલ્લામા છેલ્લા ૩ મહિનામા જન્મેલી ૩,૯૪૦ દિકરીઓની માતાઓને આ યોજના અંતર્ગત રૂ.૧ હજારનો ચેક આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે ૧૪મા નાણાપંચની રકમ માથી દરવર્ષે રૂ. ૨ કરોડ જેટલી રકમ આ યોજના અંતર્ગત જિલ્લા પંચાયત ખર્ચ કરશે તેમ જણાવી વધુમા તેમણે ઉમેર્યુ હતુ કે એક દિકરી દસ દિકરાઓની ગરજ સારે છે માટે દિકરીઓને દિકરાની સમોવડી બનાવવા માટે જિલ્લાના દરેક માં-બાપે જાગૃત રહેવુ પડશે.

Also You like to read
1 of 209
Bhavanagara Jilla Ma Gama Ni Dikari Yojana No Prarambha Karayo 03
Bhavanagara Jilla Ma Gama Ni Dikari Yojana No Prarambha Karayo 03

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલએ જણાવ્યુ હતુ કે માલણકા ગામમા ૧૦૦ દિકરા જન્મે તેની સામે ૭૫ દિકરીઓ જન્મે છે ભંડારીયા ગામે ૧૦૦ દિકરા જન્મે તેની સામે ૪૦ દિકરીઓ જન્મે છે આ પ્રકારની દિકરા-દિકરીની અસમાનતા દૂર કરી એક સંતુલીત સમાજ નિર્માણ થાય તેવા ઉત્તમ પ્રકારના ભાવસભર આ કાર્યક્રમની દૂરોગામી શુભ અસરો જોવા મળશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની સપ્તધારા ટીમ દ્વારા બેટી બચાઓ વિષયે લાગણી સભર નાટક રજુ કરવામા આવ્યુ હતુ.

Bhavanagara Jilla Ma Gama Ni Dikari Yojana No Prarambha Karayo 02
Bhavanagara Jilla Ma Gama Ni Dikari Yojana No Prarambha Karayo 02

આ કાર્યક્રમમા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ વક્તુબેન મકવાણા, મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, સીડીપીઓ રેખાબેન પાઠક, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી દિપ્તીબેન જોશી, સરપંચશ્રી દિપકભાઈ બારૈયા, તલાટીશ્રી ભાવેશભાઈ સાચપરા, આંગણવાડી કાર્યકરો, નર્સો, હેલ્થ સ્ટાફ સહિત માલણકા ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શ્રી મિતુલભાઈ રાવલએ કર્યુ હતુ.

Bhavanagara Jilla Ma Gama Ni Dikari Yojana No Prarambha Karayo 01
Bhavanagara Jilla Ma Gama Ni Dikari Yojana No Prarambha Karayo 01

માન.મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે એ ભાવનગરના ભરતનગર ખાતે નિર્માણ પામી રહેલા શહેરના સૌથી મોટા પોલીસ સ્ટેશન કે જે ૭,૫૦૦ સ્ક્વેર ફુટમા આકાર લેશે તેનુ સ્થળ પર જઈ જાત નિરીક્ષણ કરી સંબંધિતોને જરૂરી સુચનાઓ આપી હતી તેમની આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનિષ ઠાકર, ભરતનગર પોલીસ સ્ટાફ, શહેર સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. (એન.સી.પરમાર/ હિતેન પરમાર)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More