ભાવનગરના બગદાણા ૧૦૮ની સફળ કામગીરી

સરકારના સંવેદનશીલ અભિગમની પ્રતિતી ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા શિલાબેન માટે ૧૦૮ બની દેવદૂત

ભાવનગર,૧૮ રાજ્યમાં વસતાં નાગરિકોના સ્વાસ્થય અને આરોગ્યની સુખાકારી માટે સરકાર સતત સંવેદનશીલ અને ઉતરોતર લોકોનું સ્વાસ્થય સુધરે એ દિશામાં નિર્ણયો લઇ રહી છે ત્યારે સરકારના સંવેદનશીલ અભિગમની પ્રતિતી ભાવનગરના મહુવા તાલુકાના સેદરડા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચાલાવતાં ગરીબ પરિવારને થઇ હતી. આ પરિવાર માટે ગુજરાત સરકાર અને GVK EMRI દ્વારા સંચાલિત ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા આશિર્વાદ રૂપ સાબિત થઇ હતી.આ પરિવારની મહિલા શિલાબેન મનસુખભાઈ ઢાપાને તા.૧૫/૧૦/૧૯ મંગળવારના રોજ વહેલી સવારે પ્રસુતિની પીડા ઉપડતાં તેમના પરિવારજનો દ્વારા ૧૦૮ને જાણ કરાઇ હતી. સંદેશો મળતા જ તાત્કાલિક બગદાણા ૧૦૮ માં ફરજ બજાવતા ઇ.એમ.ટી શૈલેષ બારૈયા તથા પાયલોટ શક્તિસિંહ પળવારનો પણ વિલંબ કર્યા વિના સેદરડા આવી પહોંચ્યા હતા.

Bhavnagar Na Bagadana 108ni Saphala Kamagiri 02
252

Get real time updates directly on you device, subscribe now.

  • સરકારના સંવેદનશીલ અભિગમની પ્રતિતી ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા શિલાબેન માટે ૧૦૮ બની દેવદૂત
  • ગર્ભમા હતાં જોડિયા બાળકો જેમા એકના માથાનો અગ્રભાગ બહાર તો બીજુ હતુ ઉલ્ટુ,ભારે જહેમત બાદ ૧૦૮ દ્વારા મહિલાની સ્થળ પર જ કરાવાઇ સફળ પ્રસુતિ
Related Posts
1 of 367
Bhavnagar Na Bagadana 108ni Saphala Kamagiri 03
Bhavnagar Na Bagadana 108ni Saphala Kamagiri 03
Also You like to read
1 of 179

શીલાબેનને પ્રસુતીની અસહ્ય પીડા થતી હોય ટીમ દ્વારા તપાસતા મલુમ પડ્યુ હતુ કે બાળકનો માથાનો અગ્રભાગ બહાર દેખાઇ રહ્યો છે જેથી પ્રસૂતિ સ્થળ પર જ કરવી પડે તેમ હતી. વધુ તપાસ અર્થે ઇ.એમ.ટી શ્રી બારૈયાએ સારવરની ફાઇલ જોઇ તો માલુમ પડ્યુ કે મહિલાને ગર્ભમા જોડિયા બાળકો છે.જેથી જરા પણ વિલંબ કર્યા વિના કે ગભરાયા વીના ઇ.એમ.ટી એ પાઇલોટ શક્તિસિંહ તથા દર્દીના સબંધીઓની મદદથી બે બાળકોમાંના પ્રથમ બાળકની પ્રસુતી કરાવી હતી.અને સક્સન મશીન દ્વારા આ બાળક ગર્ભમા પાણી પી ગયેલ તે બહાર કાઢ્યુ હતું.ભારે જહેમતથી ટીમ સારવાર કરી રહી હતી ત્યા ગર્ભમાના બીજા બાળકના પગ બહાર આવતા જાણવા મળ્યુ કે બીજુ બાળક ઉલ્ટુ છે. જેથી ઇ.એમ.ટી શ્રી બારૈયાએ તેમની ટ્રેનિંગમાં શીખવવામાં આવ્યા મુજબની ટેકનિકથી ખૂબ જ તકેદારી પૂર્વક બીજા બાળકની પણ સફળતા પુર્વક ડીલીવરી કરાવી હતી.

Bhavnagar Na Bagadana 108ni Saphala Kamagiri 02
Bhavnagar Na Bagadana 108ni Saphala Kamagiri 02

ત્યારબાદ બંને બાળકની પલાસંટ એક હોવાથી પલાસંટની ડિલિવરી કરાવી અને ફિઝિશિયનની સલાહ પ્રમાણે ઇન્જેક્શન અને જરૂરી દવાઓ આપી સ્થળથી ૨૨ કિલોમીટર દુર આવેલ મહુવા સી.એચ.સી હોસ્પિટલમાં પ્રસુતા તથા જોડિયા બાળકોને દાખલ કરાયા. જ્યાં હાજર ડોક્ટરે માતા અને બંને જોડિયા બાળકોની તબિયત સારી હોવાનું જણાવતા ૧૦૮ ના સ્ટાફ ગણ તેમજ પરિવારજનોમાં હર્ષની લાગણી છવાઈ હતી. અને આમ ફરી એક વખત ઉતમ કાર્યકુશળતા અને યોગ્ય સમયસૂચકતા થકી ૧૦૮ ની ટીમ એક નહીં પરંતુ ત્રણ ત્રણ જિંદગીઓ બચાવવામાં સફળ થઈ હતી. અને ૧૦૮ની સેવા ફરી એકવખત જરૂરીયાતમંદ પરિવારની મદદે આવી આશિર્વાદ સમાન પુરવાર થઇ હતી. (આલેખન, વીરેન્દ્રસિંહ પરમાર, તસવીર, હિરેન ત્રિવેદી)

Bhavnagar Na Bagadana 108ni Saphala Kamagiri 01
Bhavnagar Na Bagadana 108ni Saphala Kamagiri 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More