- Advertisement -

બિલીવૃક્ષ પર અનોખું સંશોધન

વેજલપુર ખાતે આવેલ બાગાયતી પરીક્ષણ કેન્દ્રમાં બિલીવૃક્ષ પર અનોખું સંશોધન વિશિષ્ટ ગુણો ધરાવતી ત્રણ વિશેષ જાતો વિકસાવાઈ, બિલીના કુલ 199 જનનદ્રવ્યોનું થઈ રહેલું સંવર્ધન 

ભગવાન શંકરનો જેમાં નિવાસ હોવાનું મનાય છે અને જેના પત્રો (પાંદડાઓ) શિવલિંગ પર ચડાવવામાં આવે છે, તેવા બિલિવૃક્ષની જાતિઓ વિકસાવવા પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલ કેન્દ્રિય બાગાયતી પરીક્ષણ કેન્દ્રમાં અદભુત સંશોધન અને સંવર્ધન થઈ રહ્યું છે. પાણીની ઓછી જરૂર પડે અને ખરાબ જમીનમાં પણ સરળતાથી ઉગાડી શકાય તેવા ફળોની વિવિધ જાતો વિકસાવવા પર સંશોધનકાર્ય કરતા આ કેન્દ્રમાં બિલીવૃક્ષના 199 જેટલા જનનદ્રવ્યોનું સંવર્ધન કરાઈ રહ્યું છે, જે દેશમાં સૌથી વધુ છે.  

Billy Tree Anokhu Sansodhan 03

- Advertisement -

- Advertisement -

32

Get real time updates directly on you device, subscribe now.

પંચમહાલ જિલ્લામાં

વેજલપુર ખાતે આવેલ બાગાયતી પરીક્ષણ કેન્દ્રમાં બિલીવૃક્ષ પર અનોખું સંશોધન વિશિષ્ટ ગુણો ધરાવતી ત્રણ વિશેષ જાતો વિકસાવાઈ, બિલીના કુલ 199 જનનદ્રવ્યોનું થઈ રહેલું સંવર્ધન 

ભગવાન શંકરનો જેમાં નિવાસ હોવાનું મનાય છે અને જેના પત્રો (પાંદડાઓ) શિવલિંગ પર ચડાવવામાં આવે છે, તેવા બિલિવૃક્ષની જાતિઓ વિકસાવવા પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલ કેન્દ્રિય બાગાયતી પરીક્ષણ કેન્દ્રમાં અદભુત સંશોધન અને સંવર્ધન થઈ રહ્યું છે. પાણીની ઓછી જરૂર પડે અને ખરાબ જમીનમાં પણ સરળતાથી ઉગાડી શકાય તેવા ફળોની વિવિધ જાતો વિકસાવવા પર સંશોધનકાર્ય કરતા આ કેન્દ્રમાં બિલીવૃક્ષના 199 જેટલા જનનદ્રવ્યોનું સંવર્ધન કરાઈ રહ્યું છે, જે દેશમાં સૌથી વધુ છે.

Billy Tree Anokhu Sansodhan 01
Billy Tree Anokhu Sansodhan 01

કેન્દ્રના પ્રધાન વૈજ્ઞાનિક (ફળ વિજ્ઞાન) ડો. એ.કે. સિંઘ જણાવે છે કે કેન્દ્રની શરૂઆત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારના ખેડૂતોને તેમના વિસ્તારની જમીન અને આબોહવાને ધ્યાનમાં રાખીને ફાયદાકારક નીવડે તેવા પાકો-જાતો વિશે માર્ગદર્શન આપવા અને અનુકૂળ જાતો વિકસાવવાના હેતુસર કરવામાં આવી હતી. વર્ષ 2001થી અહીં બિલીવૃક્ષની વિવિધ જાતો પર સંશોધન ચાલી રહ્યું છે. દેશના અલગ-અલગ કૃષિ વિદ્યાલયો અને આઈસીઆર કેન્દ્રોથી બિલીના ઉત્તમ જનનદ્રવ્યો લાવી કેન્દ્રના ફાર્મ ખાતે વાવી, તેમનું મૂલ્યાંકન કરી  વિવિધ જાતો વિકસાવવામાં આવી છે, જેમાં ગોમાયશી, થાર દિવ્ય અને થારનિલકંઠ મુખ્ય છે. ડો. સિંઘ જણાવે છે કે ગોમાયશીમાં કાંટા અને ગુંદરનું પ્રમાણ ઓછું હોય છે.

Billy Tree Anokhu Sansodhan 02
Billy Tree Anokhu Sansodhan 02
Related Posts
1 of 484

1 હેક્ટરમાં સામાન્ય કરતા બમણા લગભગ 400 છોડ લગાડી શકાતા હોવાથી ઉત્પાદન બમણું મળે છે. તેથી સઘન ખેતી માટે ગોમાયશીની ભલામણ કરવામાં આવે છે. થાર દિવ્ય જાતમાં ફળ ઝડપથી આવે છે જ્યારે થાર નીલકંઠના ફળમાં મીઠાશ વધુ હોય છે. કેન્દ્રના વેજલપુર ખાતેના 10 હેક્ટરના ફાર્મમાં લાગેલા 5000 જેટલા બિલીવૃક્ષો પર 500 ગ્રામથી લગાવીને 7.5 કિલોના ફળ આવે છે.  ડો. સિંઘ જણાવે છે કે બિલિના વૃક્ષને ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે અને 400 એમએમ સુધીનો વરસાદ ધરાવતી જમીનમાં તેને પાણી આપ્યા વગર ઉગાડી શકાય છે. ખૂબ ઓછી માવજત માંગી લેતું આ વૃક્ષ દસેક વર્ષનું થયા બાદ વાર્ષિક 70-80 કિલો ફળ આપે છે.તેના ફળમાંથી સ્લાઈસ, જ્યુસ, કેન્ડી, મુરબ્બો, અથાણા વગેરે બનાવી શકાય છે અને ચમચીની મદદથી એમને એમ પણ ખાઈ શકાય છે.

Billy Tree Anokhu Sansodhan 03
Billy Tree Anokhu Sansodhan 03

દિવ્ય ફળ તરીકે ઓળખાતું બિલિ અદભુત ઔષધીય ગુણો ધરાવે છે. તેમાંથી મળતા તત્વો પેટ-આંતરડાની તમામ પ્રકારની બિમારીઓ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અલ્સર, કબજિયાત સહિતની બિમારીઓ સામે લડવામાં અસરકારક સાબિત થયા છે. તેમાં એન્ટિ ફંગલ, એન્ટિ વાયરલ, એન્ટિ ડાયાબિટીક ગુણો મળી આવ્યા છે. બિલીનું માત્ર ફળ જ નહીં પરંતુ તેના પત્તા, છાલ, મૂળિયા પણ ઔષધીય ગુણો ધરાવે છે. ડો. સિંઘ જણાવે છે કે બિલીવૃક્ષ પાછળ થતા નજીવા રોકાણ અને તેના ઔષધીય ગુણોને ધ્યાનમાં લઈને તેની વધી રહેલી માંગ જોતા પંચમહાલ જિલ્લા સહિત ગુજરાતના ખેડૂતો માટે તેની ખેતી ફાયદાકારક સાબિત થાય તેમાં કોઈ શંકા નથી.

Billy Tree Anokhu Sansodhan 04
Billy Tree Anokhu Sansodhan 04

ભાવનગર, મોડાસા, વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને મોરબીના ખેડૂતો આ કેન્દ્ર પરથી બિલીના છોડ લઈ જાય છે. બિલી ઉપરાંત અહીં આંબળા, મહુડો, રાયણી, સીતાફળ, કોઠા સહિતના ફળો પર સંશોધન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાત સહિત પડોશી રાજ્યોના ખેડૂતોની મુલાકાત યોજી તેમને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. ડો. સિંઘે ગુજરાતના ખેડૂતોમાં બિલીની ખેતી અંગે જાગરૂકતાની જરૂર હોવાનું જણાવી આ કેન્દ્રની મુલાકાત લઈ તેના વિશે જાણકારી મેળવી આર્થિક રીતે સમૃધ્ધ થવા અનુરોધ કર્યો હતો.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More