બ્લોગર્સ ડેસ્ક

10

Get real time updates directly on you device, subscribe now.

મિત્રો, મારા મિત્રોએ મને કહ્યું કે ગણતંત્ર દિવસ પર વિદ્યાર્થીઓને કેવી રીતે કેળવવા તે વિષે વાત કરી, પરંતુ આપણે સમાન્ય નાગરિકોએ શું કરવું તે બાબત વિષે જાણવ ને? મુદ્દો વ્યાજબી છે, પરંતુ હાલના સંજોગોમાં જે પરીસ્થિતિ છે તે સર્વ સામાન્ય નથી. આપણે પ્રગતિ કરીએ છીએ, આગળ વધીએ છીએ, પરંતુ સાથે સાથે આપણા થોડાક નેતાઓથી મીસ ગાઈડ પણ થઇ છીએ. બાકીના નેતાઓ આપણને સાથે દોરવણી પણ આપે છે. તો આ સમયે મીસગાઈડ ન થવા માટે શું વિચારવું જોઈએ તે વિશે આગળ જોઈએ.

Related Posts
1 of 237
 • આપણે ઇચ્છીએ કે આપણને પબ્લિક પ્રેમી નેતાઓ જ સાંપડે, પબ્લીસીટી ભૂખ્યા નેતાઓને ઓળખીને આપણે દુર રહીએ.
 • બાળકીઓ અને મહિલાઓ પર થયેલ દુષ્કર્મની વાતો અખબાર / ચેનલો ચલાવી ચલાવીને ન કરે અને તેવી બાબતો પર ધ્યાન ન આપતાં લોકો તેને નિગ્લેટ કરે
 • દરેક માણસને રોટલો અને ઓટલો મળે.
  પોતાની મેલી મુરાદને બર લાવવા માટે યુવાનોને કાચો માલ ગણીને રાજકારણીઓ તેમને ખોટાં સપનાઓ બનાવી બહેકાવે નહીં.
 • દેશનો ખેડૂત લાચાર ન રહે.
 • દેશના સિપાહીનું રક્ત એળે ન જાય.
 • દરેક વ્યવસાયી, નોકરિયાત કે બિઝનેસમેન પોતાના કાર્યક્ષેત્રને સદાચારથી ભરપુર રાખે.
 • દ્વેષ, વિદ્વેષ, ભ્રસ્ટસ્પર્ધા અને આક્ષેપબાજી નું અવાજનું પ્રદુષણ ફેલાતું અટકે અને / અથવા નિગ્લેટ થાય.
 • કર્મચારીઓ અને અધિકારીઓ પ્રજાના પગારદાર સેવક છે, તેમ માનીને કામ કરે.
 • કાયદો હાથમાં લેવાની ભયાનકવૃતિને ના થવામાં આવે, હિંસા, હત્યા, છેડતી, ત્રાસ જેવી ઘટનાઓના સમયે નાગરિકો મૂક પ્રેક્ષક ન રહેતા વિરોધ વ્યક્ત કરે અને તેને અટકાવવાની કોશિષ કરે.
 • પ્રેમ, કરુણા, માનવતા અને પરોપકારની શક્તિનો પરાજય ન થાય, આપણે ભગવાનના અવતારની પ્રતીક્ષા ન કરતા, આપણા પર દેવત્વ પ્રગટાવી, સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવી સમાજને મદદરૂપ થવા કોશિષ કરીએ.

આપણે શું કરીએ ?

Also You like to read
1 of 37
 • ભગવાન વિશે વાત કરવાને બદલે ઇન્સાનને સમજીએ, તેને વિષે વાત કરીએ, તેને મદદગાર થઈએ.
 • ભક્તિનું સ્થાન દૈનિક જીવનમાં સદાચારને આપીએ.
 • આપણી વાણી, વર્તન અને વ્યવહારમાં અહંકારને લેશ માત્ર સ્થાન ન આપીએ.
 • યુવાનોને એ સમજ આપીએ કે માત્ર જોશ નહીં પણ સારા નરસાનો વિવેક તેમને સાચી પ્રગતિના પંથે દોરી જશે.
 • મનુષ્ય ઉદાર બને તો દેવદૂત અને નીચ બને તો શેતાન. જાતી, ધર્મ, હોદ્દાનાં બંધન છોડીને માણસ મનુષ્યને ચાહે તે જરૂરી છે. તેવી સમજ કેળવવા કોશિષ કરીએ.
 • સફળતા માટે વાતચીતની કળા, સમય પરખવાની આવડત, નેતૃત્વની હિંમત અને ધ્યેયને વળગી રહેવાનો ખંત ૮૦ % ઉપયોગી છે, જ્યારે ટેકનીકલ જ્ઞાન ૨૦ % જરૂર છે.
 • સારી રીતે ભોજન કરી સરખી નિંદ્રા લઈએ.
 • જીવનની ઉપેક્ષા ન કરતાં ધ્યેય પ્રાપ્તિને વરીએ.
 • રસ્તામાં આવતાં ટુકડાઓને વ્યવસ્થિત કરતાં રહીએ.
 • અંદરનો દરવાજો ખુલ્લો રાખી નવી વાતોને આવકાર આપીને સમજવાની કોશિષ કરીએ.
 • પોતાનાં વિષે સાચું વિચારીએ અને સમાજને પણ સાચા રસ્તે લઇ જવા પ્રયત્નશીલ રહીએ.

છે ને સહજ વાત? તો પ્રયત્ન શરુ કરીશું જ ને??
હમણાં વર્લ્ડ કેન્સર ડે ગયો, હાલમાં પરિસ્થિતિ એવી છે કે દુનિયામાં રોગચાળાથી થતા મૃત્યુમાં હૃદયરોગ પછીનું સ્થાન કેન્સર જેવાં રોગે લીધેલ છે.

J_H_parikh

તો આવા રોગથી દુર રહેવા શું કરી શકાય? સામાન્ય રીતે આપણને આવતી રોગની મુશ્કેલી માટે બે વસ્તુ જવાબદાર હોય છે. એક વારસાગત અને બીજી લાઈફ સ્ટાઈલ એરર. હાલમાં મેડીકલ સાયન્સ જણાવે છે કે કેન્સરનાં સેલ જન્મ સમયે દરેકનાં શરીરમાં હયાત હોય છે. અને આપણે તેમને કેવી આળપંપાળથી પોષીએ તે પર તેની પ્રગતિ નિર્ભર છે. જો તેને નિગ્લેટ કરવામાં આવે તો તે સેલની પ્રગતિ અટકી જાય પરંતુ આળપંપાળ – પોષણ આપપાથી તેની પ્રગતિ થતી રહે તો આ બાબતમાં આપણે નિષ્ણાંતોનો સંપર્ક સાધી કેવી પરિસ્થિતિથી દુર રહેવું તે સમજ આપે તથા શરૂઆતના સ્ટેજને કઈ રીતે ડિટેકટ કરીને રોગને અટકાવી શકાય તે બાબતમાં પણ જ્ઞાન આપે. સાથે સાથે રોગીનાં સગાઓએ તો વિશેષ જાગૃતિ કેળવી લાઈફસ્ટાઈલ એરરનું એનેલીસીસ કરી વિશેષ સાવધાની કેળવવી જરૂરી છે. તેની પણ સમજ આપવી જરૂરી છે. તો સમાજને આ બાબત ખુબ જ ઉપયોગી થઇ શકે, તો તેમને ફરી વિનંતી કરી આ બાબતમાં સામન્ય પ્રજાજનને વિગતવાર માર્ગદર્શન મળતું રહે તેવી અપેક્ષા સાથે,
આભાર ! આભાર ! !

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More