- Advertisement -

બ્લોગરની કલમે Bloggers Desk issue no 27

- Advertisement -

- Advertisement -

140

Get real time updates directly on you device, subscribe now.

મિત્રો, તહેવારોની મોસમ ચાલી રહી છે. અને આપણે તહેવારો માણી રહ્યા છીએ. આપણે તહેવારોની મોજ સાથે, તહેવારો પાસેથી થોડી સમજ કેળવવા કોશિષ કરીએ. તો કેમ રહે ?

હાલમાં પર્યુષણ ચાલી રહ્યા છે. પર્યુષણ પુરા થયે આપણે એકબીજાની ક્ષમાપના કરીએ છીએ. સૌને મિચ્છામી દુકડમ પાઠવીએ છીએ. મને લાગે છે કે આપણા કુંટુંબ કે અંતરંગ વર્તુળમાં આ બાબત જરા વિશેષ ધ્યાન આપીએ. સામાન્ય રીતે વાતચીતમાં કોઈક એવા શબ્દ બોલાઈ જાય તો સામી વ્યક્તિને દુ:ખ પહોંચે છે. આપણને તેનો ખ્યાલ પણ રહેતો નથી. અને તેથી તે બાબત રીપીટ થવાની શક્યતા રહે છે. તેવી જ રીતે અમુક વર્તન પણ સામાન્ય રીતે આપણે કરીએ જે સામી વ્યક્તિને દુ:ખી કરી છે અને આપણને તેનો ખ્યાલ પણ ન રહે.

આ વખતે આપણા કુટુંબ અને અંગત વર્તુળમાં તહેવાર પત્યા બાદ  પણ સામી વ્યક્તિને અંગત રીતે મળીને અને તેની પાસેથી આવી બાબતમાં માહિતી મેળવીએ તો ભવિષ્યન મનદુ:ખો નિવારી શકાય જરૂરી હોય તો બીજી વાર પણ મળીને સામી વ્યક્તિની યાદદસ્ત ઉત્તેજીત કરીને જરૂરી વિગતો પર ભવિષ્યમાં ધ્યાન આપી શકાય. તો પ્રયત્ન કરવા જેવો છે ને ? ?

Related Posts
1 of 398

મિત્રો સાથે વાત કરતા એક બીજી પર પણ ધ્યાન ગયું. એક મિત્રએ કહ્યું કે દોસ્ત અમે લધુમતીમાં છીએ તેમ છતાં દરેક શાખામાં તહેવારની અલગ તિથી સાથે મળીને કેમ આ ઉજવણી ન થાય? બીજા મિત્રએ આજ બાબત પર સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે દરેક ગ્રુપ સાથે અલગ દિવસે તહેવારની ઉજવણી હોય તો નાના ગ્રુપ સાથે તહેવારની ઉજવણી હોય તો નાના ગ્રુપ સાથે અંગત રીતે લાગણી શેર કરી શકાય છે તે પરમ સૌભાગ્ય ની વાત છે. છે ને સમજવા જેવી વાત !

Also You like to read
1 of 38

એક જ વાતને તમે ધારો તો દુઃખદ સ્પર્શ આપી શકો અને તેજ બાબત ને ધારો તો સુખદ આનંદદાયક અનુભૂતિ પ્રેરવા પણ સમજ કેળવી શકો. છે ને સુંદર વાત દરેક પ્રસંગે આ બાબત / આ વિચાર શ્રેણીનો ઉપયોગ જીવનને કેવો ટર્ન આપી શકે ?

ભગવાન મહાવીરે પ્રારબ્ધને બદલે પુરૂષાર્થને જ પ્રાબલ્ય આપ્યું. તેમણે જ્ઞાન સૌ માટે અને સૌની ભાષામાં ઉપલબ્ધ કરાવ્યું. તેમણે કર્મને અને ચારીત્ર્યનેજ સર્વોચ્ચ સ્થાન આપ્યું. અને સાચા અર્થમાં સામાજિક ક્રાંતિ કરી, સમાજમાં પરિવર્તન કરવા કોશીષ કરી અને સમૂચી ક્રાંતિના પ્રણેતા બન્યા.

તેમણે જરૂરિયાત ઘટાડીને જીવન જીવતા શીખવ્યુ, જેથી દરેક કક્ષાના માનવી જીવનનો શ્રેષ્ઠ આનંદ માણી શકે. આત્મબળનું શ્રેષ્ઠ ઉદાહરણ તેમણે સૌને પૂરું પાડ્યું.

એવીજ વાત હિંસાની છે. સુક્ષ્મ હિંસા હેતુ પૂર્વક થતી હોય તો તો અટકવી જોઈએ, પરંતુ સાથે શબ્દહિંસાને ટાળવા માટે પણ આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને તે પાટે આપણે પ્રથમ જ વાત કરી. તો આપણે કુટુંબ, મહોલા અને આપણું વર્તુળ કે જે મિત્રવર્તુળ કે બિઝનેસ સર્કલ વી. હોય તેમાં હિંસા અટકાવવા પ્રત્યનશીલ થઇ જ જશું ને??J.H.Parikh

તેમણે લોકોને પ્રારબ્ધની વાત કરી ઉકસાવવાના બદલે પુરૂષાર્થનું મહત્વ સ્થાપ્યું. આજે પણ સફળ માણસની સફળતા જોઇને જો આપણે તેમનાં તથા તેઓના કુંટુંબે કેટલી અથાગ મહેનત, અદભૂત દ્રષ્ટીભાવ અને એનેલીટીક એબીલીટીનો ઉપયોગ કર્યો તે વિષે વિચારીશું અને તેમની પાસેથી પ્રેરણા મેળવી પ્રયત્નશીલ રહીશું તો ભગવાન મહાવીર સ્વામીનાં બોધ ને જીવનમાં ઉતારી તેમના દર્શાવેલ રસ્તા પર ચાલી સફળતા મેળવીશું !! તો પ્રયત્ન શરુ ??

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More