બ્લોગરની કલમે Bloggers Desk issue no 35

68

Get real time updates directly on you device, subscribe now.

મિત્રો, થોડા દિવસ પહેલા હું એક મંદીરમાં બેઠેલો હતો, ત્યારે એક સજ્જને મંદિરના પૂજારીજી ને પ્રશ્ન કર્યો કે પિતૃદોષ નિવારવાની વિધિ સમજાવો.

Related Posts
1 of 326

જવાબ સાંભળતા મને ખુબ જ આશ્ચર્ય અને આનંદ થયો. પૂજારીજીએ જણાવ્યું કે પિતૃ ક્યારેય સજા કરતાં નથી. તેઓ તો આપણને સદાય સન્માર્ગે (સાચા માર્ગે) વળવા તત્પર હોય છે. જો તમને કોઈ પીડા(મુશ્કેલી) અનુભવાતી હોય તો તે તમને સન્માર્ગે વાળવાનો પ્રયત્ન જ હશે. તમારે તમારા કૌટુંબિક સંયોગો વિચારીને સુલેહ શાંતિ માટેનાં પ્રયત્ન કરવા તત્પર થવું જોઈએ. કુટુંબીઓએ વર્ષે બે વર્ષે એકત્ર થાય અને આનંદ કરે(આનંદ)થી રહે તેવું જ પિતૃઓ વિચારતા હોય અને પ્રેરતા હોય છે. માટે વિધિ-વિધાન કરતા, સૌ હળીમળીને આનંદ કરો અને સામી વ્યક્તિની મુશ્કેલી દૂર કરવા કોશિષ કરો તેજ સાચો રાહ છે. તેવી જ રીતે ગ્રહદોષ બાબતમાં તેમનું માર્ગદર્શન હતું કે મંગળ-શનિ જેવા ગ્રહો પણ તમને સાચાં રસ્તા પર પ્રેરિત કરવા કોશિષ કરતાં હોય છે. તમે ઈશ્વરની સમીપ જાઓ, તેમના બાળકો સાથે સારી રીતે વર્તો. તેમનાં બાળકોને ખુશ કરવાનો પ્રયત્ન કરો અને તે માટે સદા પ્રયત્નશીલ રહો. ઈશ્વરની સમીપ જાઓ એટલે ઈશ્વરનું ધ્યાન, ધરો. તમારી પોતાની નજીક જાઓ, તમારા વર્તનનું એનેલીસીસ કરો. કેવી સુંદર અને પ્રેરક શિખામણ !!

મને થયું કે તો નજીક આવેલ તહેવાર ઉતરાયણ વિશે તેમની સાથે વાત કરૂ, અને તેમની પ્રેરણા મેળવું. તેમનો જવાબ અત્યંત પ્રેરક હતો, મને કહે તમને શું લાગે છે ? પહેલા તમે કહો. મેં સમય માગ્યો.

ઉતરાયણનાં દિવસે સૂર્ય દિશા બદલે છે અને ઉતર દિશા તરફ ગતી શરું કરે છે. નકશાને સામે રાખીને જોઈએ તો ઉતર દિશા તે ઉપરની બાજુએ દર્શાવતી દિશા છે. આપણે સૂર્ય મહારાજની નકલ કરીને ઉપરની દિશા તરફ, ઉર્ધ્વ દિશા તરફ ગતી કરવાની પ્રેરણા મેળવવાની છે. આપણે આપણી દિશા ઉર્ધ્વગામી પ્રગતિને પંથે લઇ જનારી શોધવાની છે. અને તે તરફની ગતી માટે પ્રયત્નશીલ થવાનું છે.

Also You like to read
1 of 38

ઉતરાયણનાં દિવસે દાન પુણ્યનું બહુજ મહત્વ છે તે દિવસે આપેલ દાન દક્ષિણા અનેક ગણું ફળ આપે છે, મને લાગે છે કે જે લોકોએ આ પથ ઉપર ગતી ન કરી હોય તે જો જરૂરિયાત મંદ સમાજને જરૂરિયાત પૂરી પડવાની શરૂઆત કરે તો ક્યારેક તે લોકોનાં ચહેરા પરનો આનંદ (ખુશી) જોઇને તેને ખુબજ ખુશી થશે અને પછી તેજ રસ્તા પર હંમેશા ચાલવા કોશિષમાં રહેશે. આપણી જરૂરીઆત થોડી ઘટાડીને પણ જો આ આનંદ લૂંટવાનો પ્રયત્ન કરીશું તો ધીરેધીરે આપણે પ્રગતી કરતાં જઈશું અને કાયમ આવાં સુખદાયક માર્ગ પર ચાલી શકીશું. જરૂરિયાત ધટાડી અને આ માર્ગ પર ચાલવું તે સુખી થવાના હાઈવે પરની ગતી બની જશે.

સૂર્યદેવ દિશા બદલે છે. તેમજ જો આપણે પણ દિશા બદલવા કોશિષ કરીશું તો સમાજનો આનંદ વધારી શકીશુ અને આપણાં અસ્તિત્વને સાર્થક કરીશું.

મેં બાંકડા પર ઘણાં વૃધ્ધોને તેમનું દુઃખ વર્ણવતા સાંભળ્યા છે, તેમની મુખ્ય ફરિયાદ હોય છે કે, કુટુંબમાં મારું કોઈ સાંભળતું નથી. જો તેઓ વિચારે કે જેને માર્ગદર્શનની જરૂરિયાત છે તે અચૂક માર્ગદર્શનની યાચના કરશે તો હું ખુશીથી મારો સહકાર આપીશ, અન્યથા મૌન જાળવીશ તો તેમની દશા ન બદલાય ?

J.H.Parikh

તેવીજ રીતે બીજી ફરિયાદ હોય છે કે, હું કેટલું કામ કરું છું, કોઈને કદર નથી. પરંતુ વૃદ્ધનો અર્થ શું છે? વૃદ્ધ એટલે જે વધેલું છે. જો તમે અનુભવથી શક્તિ અને જ્ઞાન મેળવેલું હોય તો તેનો ઉપયોગ સમાજ અને કુટુંબ માટે જ કરવાનો છે ને? અને તમારા અનુભવ, જ્ઞાન અને શક્તિ કુંટુંબની પ્રગતી માટે જ વાપરવાની છે ને? તો ફરિયાદને ક્યાં અવકાશ છે? તમારી ઉપયોગીતાને કામ મારફત વધારતા રહીને કુટુંબ અને સમાજની સુખકારી વધારવાની કોશિષ માં હંમેશા શા માટે ન રહેવું? અને કુંટુંબે પણ તે બાબત સ્વીકારવી. જો દીર્ધાયુષ્ય માટેનું આ રહસ્ય સ્વીકારીશું તો આપણી ફીટનેશ વધારીને આપણે વધારે મેળવેલી જિંદગી અતિ આનંદથી વિતાવી શકીશું.
જલની માફક જ તમામ પરિસ્થિતિમાં માર્ગ મેળવીશું તો સતત વહેતા રહીશું, બરાબરને? તો પછી આજથી જ શરુ કરીશું  ને ?

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More