- Advertisement -

બ્લોગરની કલમે Bloggers Desk issue no 44

- Advertisement -

- Advertisement -

190

Get real time updates directly on you device, subscribe now.

મિત્રો, બાળકોનાં ધડતર વિષે આપણે ગયા અંકે વાત કરતાં હતાં તેમજ અમેરિકાની
એક શાળાની પદ્ધતિની સમજ કેળવતા હતા, હવે વધારાની વાત જોઈએ

Teaching

ટીચીંગ : શિક્ષણ પદ્ધતિ વિષે વાત કરીએ. માસ જેકવલીન મુજબ “શિક્ષણ પદ્ધતિ એવી હોવી જોઈએ જેમાં વિદ્યાર્થીને અભય ઉપરાંત વિવિધ વિષયોનું જ્ઞાન મળે.” આ શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ મુજબનું તો જ્ઞાન આપે જ છે. સાથે સાથે ટેકનીકલ, ટ્રાફિક સેન્સ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, કાર-કાર્ડ એન્ડ કરન્સીની વેલ્યુ, તેમજ યુટીલીટી, પબ્લીક સેન્સ અવેરનેસ જેવી વિવિધ વ્યવહારુ બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. ટીચીંગ મેથડમાં ટીચર્સ માત્ર ટીચ ન કરતાં ટીચર અને સ્ટુડન્ટ્સ સાથે મળીને અભ્યાસ કરે છે, જેમાં ગ્રુપ ડિસ્કસન, પાવર પોઇન્ટ પ્રેજન્ટેશન, ક્વિઝ સ્ટોરી, ડ્રામા, એકઝામ્પલ સ્ટોરી સાથે બુક ખોલ્યા વગર પણ અભ્યાસ કરાવાય છે. અભ્યાસના વિષયો ઉપરાંત અમેરિકાનો ઈતિહાસ, રૂલ્સ રેગ્યુલેશન, ટ્રાફિક સેન્સ વગેરે પ્રેકટીકલી શીખવાય છે. જે અત્યંત જરૂરી છે. ઉપરાંત શોપ એન્ડ મોલ્સ મેનર્સ, સ્માઈલ, રિલેશનશિપ, હોસ્પીટાલીટી, કલીનલીનેશ, એન્વાયરમેંટ, ગાર્ડનિંગ વગેરે પર પણ ધ્યાન અપાય છે. અહિ તમામ કામ જાતે જ કરવાના હોય છે. લાઈફમાં ડગલે ને પગલે જેની જરૂર પડે તેવાં કામ જેવા કે, પ્લમ્બીંગ કામ, ઈલેક્ટ્રીક કામ, સુથાર કામ તે બધું જ શિખવાય છે, પ્રેક્ટિસ કરાવાય છે.

સ્માર્ટ વર્ક : કોઈ પણ કામ લેબર ન બનતાં તેનું સ્વરૂપ બદલીને તેને ઇઝી બનાવી, સ્પીડથી પૂરું કરતા શિખવાય છે. જેથી કામ કરવાનો કંટાળો ન રહે. અભ્યાસ ઉપરાંત નોલેજ એક્ટીવીટી, સોશ્યલ વર્ક વગેરે, સ્માર્ટલી કરી શકાય તે પર ધ્યાન અપાય છે. આમ, હાર્ડ વર્કને સ્માર્ટ વર્કમાં રૂપાંતર કરાય છે, આ તમામ કામમાં સ્પીડ પણ મહત્વની છે. વર્કમાં સ્માર્ટનેશ લાવવાથી કામ સરળતાથી સમયસર પૂર્ણ કરવાનો અનુભવ મળે છે.

સ્પીડ : આખું અમેરિકા રાત દિવસ દોડતું દેખાય છે. અમેરિકાનું કલ્ચર જ સ્પીડ કલ્ચર છે. દરેક સ્ટુડન્ટને સ્પીડનું મહત્વ સમજાવી દરેક કામ કેટલી સ્પીડમાં થઇ શકે, કેટલી સ્પીડમાં થવું જોઈએ વગેરે જ્ઞાન અપાય છે. સ્પીડ આ દેશનો જીવનમંત્ર છે, જે શાળા કોલેજોમાં ખાસ શીખવાડાય છે. “સ્પીડ સેવ ધી ટાઈમ” દરેક કામની સ્પીડ નક્કી કરી સ્પીડનું લેશન અહિ અપાય છે.

Related Posts
1 of 442

સ્પોર્ટ્સ : સ્પોર્ટ્સ પણ અહિ ખુબ જ મહત્વનું છે. દરેક વિદ્યાર્થીને ફરજીયાત એક સ્પોર્ટ્સ રમવાની હોય છે, સ્પોર્ટ્સ દ્વારા ઉત્સાહ, ખેલદિલી, જવાબદારી, નેતૃત્વ, ટીમવર્ક, સહનશક્તિ, તર્કશક્તિ, સ્ટ્રેસ, અને સ્ટ્રેટેજીક મેનેજમેંટ વગેરે ઉપર ધ્યાન આપી, સ્કુલ કોલેજની ટીમમાં ભાગ લઇ વિનર્સ થનારને સન્માન, એવોર્ડ અને રિસ્પેક્ટ મળે છે. ટેનીસ, બેઝબોલ, બાસ્કેટ બોલ, સ્વિમિંગ, ફૂટબોલ જેવી રમતો વધુ પસંદ કરવામાં આવે છે. સ્પોર્ટ્સને લાઈફનો પાર્ટ જ માનવામાં આવે છે. સ્પાઉસ અને સ્પોર્ટ્સ બન્નેને લાઈફ પાર્ટનર માનવામાં આવે છે.

સ્માઈલ : એક નાનું સ્માઈલ… હજારો માઈલનું અંતર ઘટાડી શકે છે. એક સ્મિત ખુલ જા સિમ સિમ જેવું સાબિત થઇ શકે છે. “સ્માઈલ ઈઝ એ મેજિક ફલાવર એન્ડ પાવર” અહિ તમામ અજાણી વ્યક્તિ પણ એકબીજાને હેલો અને સ્માઈલ છૂટથી આપે છે. આ સ્માઈલ કલ્ચર અમેરિકાની આગવી ઓળખ છે. જે શાળા-કોલેજ જ શીખવે છે. કોઇપણ વાતચીત સ્માઈલથી શરુ થાય છે. સ્માઈલનો કન્વીન્સીંગ પાવર સકસેસ ડોટ ને ઓપન કરે છે.

J.H.Parikh

આ બધી સ્કીલ્સ અભ્યાસક્રમની સાથે જ શીખવાય છે. જે વિદ્યાર્થીને પ્રેક્ટિકલ લાઈફમાં ખુબ જ ઉપયોગી થાય છે. તે કદી નિરાશ કે નાસીપાસ થતો નથી. અહિ પર્સન્ટેજ કરતાં ટોકન નોલેજ ને વધુ મહત્વ આપવામાં આવે છે.

છે ને મજાની વાત, આપણી સંસ્કૃતિને અભિલાષાનો પણ એક ભાગ આ તમામ બાબતો હોઈ આપણે વેકેશન પ્રવૃત્તિનો આરંભ તુરત જ શરૂ કરીશું ને ?

શાળાની સાથે સાથે બાળકો, વડીલો પણ આ બાબતે ધ્યાન આપી તેમનું ધ્યેય પ્રાપ્ત કરવાં પ્રયત્નશીલ થશે જ ને ? !બેસ્ટ લક ! બેસ્ટ લક ! !

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More