- Advertisement -

Bloggers-Desk-Issue-no-66

- Advertisement -

- Advertisement -

220

Get real time updates directly on you device, subscribe now.

મિત્રો, અત્યારની અસહ્ય ગરમી જોઈને મારા મિત્રોએ પર્યાવરણ સુધારા વિષે લખવા કહ્યું.  તેની વાત તો સાચી જ છે. અનેક પ્રયાસો છતાં પરિણામમાં કાંઈ સુધારો દેખાતો નથી. જરૂરી છે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો અને વિશ્વના સર્વે નાગરિકોની નિષ્ઠાની. કામ ખૂબ જ અધૂરું છે, પરંતુ હાલના પરિણામો જોઈને પણ આપણે સતત પ્રયત્નશીલ નહીં રહીએ તો પરિણામો હજુ પણ વિપરીત રહેવાની શક્યતા છે.

Earth

પર્યાવરણમાં  કાર્બન ઉત્સર્જન ઘટાડવાની જરૂર છે. તે માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. વાહનોનો ઉપયોગ ઘટાડી, શક્ય હોય ત્યાં સુધી શેરીંગ વ્હીકલનો ઉપયોગ વધારવો, સાઇકલનો ઉપયોગ વધારી શરીરને કસરત આપવી, સાયકલ શેરીંગ પ્રોજેક્ટનો પણ ઉપયોગ કરી શકાય, તથા  ફાસ્ટ વોકિંગની એક્સરસાઇઝ ચાલુ કરવી.

કારખાનેદારોએ પોલ્યુશન નિવારણ માટે નિષ્ણાંતોની મદદ લઇ પ્રયત્નો કરવો અત્યંત જરૂરી છે. ધીમે-ધીમે સાયકલ ગોઠવાતી જશે. અને નિશ્ચિત પરિણામ સંભવ થશે. સરકારી એજન્સી પણ મદદરૂપ થઈ શકે છે.

વૃક્ષારોપણ વધારવું, વૃક્ષારોપણ બાદ પણ વૃક્ષ ઉછેર પર ધ્યાન આપવું, પીપળા જેવા વૃક્ષો જે રાત્રે પણ પ્રાણવાયુ આપે છે,  તેનો ઉછેર વધારવો.

બિનજરૂરી વીજ વપરાશ ટાળવો. વીજ ઉત્પાદન પણ પર્યાવરણને અસર કરે છે. સાથે-સાથે અસંખ્ય બળતણનો પણ વ્યય થાય છે. જોકે વિન્ડ એનર્જી અને હાઇડ્રોઇલેક્ટ્રિક તે બાબતને ટાળે છે. અણુવીજળી તો ક્યારેક જોખમ સ્વરૂપ ધારણ કરી શકે છે.

વાતાવરણમાં પાણીનો બિનજરૂરી વ્યય પણ ટાળવો જોઈએ. વપરાશના પાણીની ઘટ થતાં અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ આવી શકે. સાથે સાથે પાણીનો દુર્વ્યય ટાળવો પડે અથવા વેસ્ટેજ નિવારવા માટે વરસાદી પાણીનો સ્ટોર કરીને તેનો ઉપયોગ કરી શકાય.  પહેલાના સમયમાં ભૂગર્ભના ટાંકાઓ ઉપયોગી થતા ચેકડેમ, ખેત તલાવડી વગેરે પણ ઉપયોગી બને. ખેતરમાં કુવા પાસે સ્ટોરેજ માટેની જગ્યા શોધી પાણીને કુવા કે બોટમાં ડાયવર્ટ કરી શકાય.

આવી બધી જ દિશામાં સતત અને સૌએ પ્રયત્નશીલ રહીને પરિણામ મેળવવા માટે પ્રયત્નશીલ રહેવાનું છે.

પાણી વિતરણ લાઈનનો લીકેજ  પણ અટકાવવો જોઈએ. અને ખ્યાલ આવે કે તરત જ સક્ષમ ઓથોરિટીનું ધ્યાન દોરવું જોઈએ. આની બીજી સાઈડ ઇફેક્ટ પણ છે. ધૃવ પ્રદેશ અને આઈસ ક્યુબ બરફ પીગળતા ત્યાં પાણીનું લેવલ વધે છે. તે સ્થળનું પાણીનું લેવલ વધી જતાં, જમીન ડૂબતા બીજું ડિસ્ટર્બન્સ પણ પેદા થાય છે. જે વધુ નુકસાનકારક બની શકે. શક્ય હોય ત્યાં અને ત્યારે ગ્રીનહાઉસ ઇફેક્ટ ક્રિએટ કરવા કોશિશ થવી જોઈએ ઘરમાં પણ પ્લાન્ટેશન ઉપયોગી થાય.

Related Posts
1 of 484

તો પર્યાવરણ સુધાર માટે આપણા તમામ પ્રયત્નો સતત જાગૃતિ પ્રત્યે અને સૌ મળીને કરીશું તો જ પરિણામ મળશે પ્રયત્નો આજથી જ શરૂ ને ! અને ગ્રૂપમાં પણ આવી ચર્ચા / પ્રયત્ન શરૂ આજથી જ કરીશું ને? બાળકોને પણ કેળવશું જ ને અને ગ્રુપમાં પ્રયત્નો / ચર્ચા ઇન્ટરનેશનલ ગ્રુપ  સુધી પહોંચાડીશું જ ને ??

Eco-concept

સતત પ્રયત્નશીલ રહેવા ઉપરાંત લાંબું, તંદુરસ્ત આયુષ્ય અને નિષ્ઠા જરૂરી છે. લાંબુ તંદુરસ્ત આયુષ્ય ભોગવવા શું કરી શકાય?
આહાર-વિહારઅને ભોજન પર ધ્યાન આપો.

ડાયાબિટીસથી બચો. જેથી, હૃદય કિડની અને આંખની તકલીફોથી બચી શકો.

મહિલાઓ અને પુરુષોએ પોતાની કસરત જાળવી રાખવી જેથી હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી બચી શકાય. જીવનશૈલી બદલો, ધુમ્રપાન, તંબાકુ, નશીલા પદાર્થોથી દૂર રહો, કસરત કરો. મીઠું ઓછું લો, સફેદ ઝેર થી બચો. સમતોલ અને પોષક આહાર લો. બી.એમ.આઈ ચેક કરાવી ચરબી પર કંટ્રોલ કરો.

લાંબા અને તંદુરસ્ત જીવન માટે શિસ્ત પણ જરૂરી છે. મગજને વિવિધ પ્રવૃત્તિમય રાખો. સંગીત, પેઇન્ટિંગ અને નવી પ્રવૃત્તિઓમાં રસ લો.

સ્ટ્રેસથી દૂર રહો અથવા સ્ટ્રેસ સાથે લડતા શીખો. યોગ દ્વારા તનાવને કાબૂમાં રાખો. મનને ગમતા કામ કરો. અન્યને મદદ કરો. પશુ પક્ષીઓની સંભાળ રાખો. આસપાસના સહુને સુખી જોતા શીખો. અન્યનો સમય સાચવી ખોટી રાહ જોવડાવવાની તક્સર નિવારો. લાંબું જીવવા માટે વિશાળ દિલ અને બહોળા અભિગમ રાખો. જે કામ ન થઇ શકે તે માટે સ્પષ્ટ રીતે કારણ કહો. સમેત ના કહો.

રોજ ચાલો, મનની વાત કહો, હળવા રહો, હસતા રહો, ચીજવસ્તુ સાથે લઈ જવાની નથી માટે માયા ન લગાડો, પ્રેમથી જીવો આનંદ કરો, કોઈને બદલી શકાતું નથી માટે પ્રયત્ન છોડી આનંદમાં રહો.

તો લાંબું જીવન ભોગવી, ધાર્યા પરિણામો મેળવી માનવજાતની આપણે શ્રેષ્ઠ સેવા કરી શકીશું ! બરાબરને ? Good Luck ! Good Luck!!

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More