- Advertisement -

Bloggers Desk Issue No 69

- Advertisement -

- Advertisement -

267

Get real time updates directly on you device, subscribe now.

મિત્રો તા. 5 જુને વિશ્વ પર્યાવરણ દિવસ હતો અને આપણા ભારતમાં જ તેની ઉજવણી થઈ રહી હતી. આ વખતની ઉજવણીની થીમ હતી બીટ ધી પ્લાસ્ટિક પોલ્યુશન. આપણા દેશમાં સરકાર શ્રી તથા વિવિધ વિભાગો દ્વારા આ વિષય પર ઘણું કામ થાય છે પરંતુ કમનસીબી એ છે કે આપણી વાત અસરકારક રીતે આપણી ૧૨૫ કરોડની વસ્તીનાં દરેક સભ્યો સુધી પહોંચતી ન હોય જેવા પરિણામની આશા રાખીએ તેવું પરિણામ મળતું નથી.

આ માટે અલગ રીતે વિચારવાનું શરૂ થવું જોઈએ. જેમ કે આપણામાંથી સ્વેચ્છિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, સરકારી-અર્ધસરકારી કે ખાનગી સહુએ અને સ્વયંસેવકોએ પોતાની રીતે પ્રયત્ન, પોતાની રીતે સુઝ બુઝ મુજબ શરૂ કરવા જોઈએ. શું કરી શકાય તે વિશે વિચારીશું ને !

હમણાં પ્લાસ્ટિક બોટલ માટે રિવર્સ વેન્ડિંગની સ્કીમ વિશે જાહેરાત થઈ. અમે લોકોએ તદ્દન જુદાં એપ્રોચથી આ બાબતને અમારા પાવર પ્લાન્ટમાં ઉપયોગ કરેલો. એક સ્વેચ્છિક સંસ્થાને સમજાવીને શરૂ કરેલ બાબત જાણવું. પ્લાસ્ટિક મટીરીયલ કોલોનીમાં દરેક ક્વાર્ટરમાંથી કલેક્ટ કરી, તેને રીપ્રોસેસિંગ માટે મોકલવાનું નક્કી કર્યું. સંસ્થાના સ્વયંસેવકો મહિનામાં ચારવાર કોલોનીના દરેક ઘર પર પ્લાસ્ટિક વેસ્ટને કલેક્ટ કરે. વેસ્ટની કિંમત ચૂકવે. સામાન્ય રીતે તે સમયમાં પાંચ-દસ રૂપિયાની કિંમત ચૂકવાતી. પરંતુ કોલોનીનાં નાગરિકો વેસ્ટ પ્લાસ્ટિક કલેક્ટ કરી સાચવી રાખે અને સામાન્ય વળતર માટે મહેનત કરે તેવું પરિણામ મેળવતા ખુબ જ આનંદ અને સફળતા મળી. રીપ્રોસેસીંગ પ્લાન્ટ સુધી તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ભોગવી  લીધેલ. કોલોનીમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણ નેશતોનાબૂદ થતાં ખૂબ જ આનંદ મળતો.

આવી સ્ટ્રેટેજી ઘડી કાઢવી બીજા ક્ષેત્રમાં પણ સફળતા સહજ છે. કાયદેસર ગેરકાયદેસરનો વિચાર છોડીને પરિણામ લક્ષી મહેનત જરૂર સફળતા હાંસલ કરાવે છે. તો આવા પ્રયત્નો શરૂ કરી શકીશું ને ? વિચારકો પોતાની રીતે સ્ટ્રેટેજી ઘડી કાઢવા સ્વતંત્ર છે અને પરિણામો મળવાની પૂરી શક્યતા છે. સાથે-સાથે આપણે ગ્રુપમાં મળીએ ત્યારે બીજી ચર્ચાઓની સાથે આ બાબતમાં પણ પોતાના પ્લાન ડિસ્કસ કરીએ તો પોઝિટિવ રિઝલ્ટ મળવાની શક્યતાઓ વધતી જવાની ને !

આવું જ બીજું ક્ષેત્ર છે વૃક્ષારોપણ હાલમાં શહેરી વિસ્તારમાં જમીનની કિંમત તથા જમીનની અછત ઘરમાં વૃક્ષારોપણ અશક્ય જેવું બનાવે છે. સાથે-સાથે વૃક્ષોના મૂળ ઘરની દીવાલોને નુકસાન રૂપ હોવાનો ડર પણ સતાવે છે. શેરીઓની સાઇઝ પણ નાની હોવાથી તથા વાહનોની સંખ્યા વધતી રહેવાથી શેરીઓમાં પણ વૃક્ષારોપણ અશક્ય બનતું જાય છે. પરંતુ નજીકના ભાગમાં આવેલ શાળાઓના મેદાન કે બીજી પ્રોપર્ટી જ્યાં સ્પેર જગ્યા મળે તેમ હોય ત્યાં વૃક્ષા રોપણ સ્વેચ્છિક રીતે કરી શકાય. તે માટે પ્રયત્નશીલ અવશ્ય બનવું પડે સફળતા આપણા પ્રયત્નો પર જ  આધાર રાખતી હોય છે ને? સાથે સાથે આપણા ગ્રુપમાં ખેડૂત સભ્યો મળી જાય તો તેમની શૂઝનો પણ ઉપયોગ કરી શકાય.

Related Posts
1 of 448

Driving

વાહનોના ઉપયોગ માટે પણ પ્રયત્નશીલ રહેવું જરૂરી છે, સમય હોય ત્યાં સુધી સાયકલનો ઉપયોગ, સાયકલ શેરીંગ પ્રોજેક્ટ, વહીક્લનો ઉપયોગ અત્યંત જરૂરી હોય ત્યાં સુધી પણ શેરિંગ સાયકલનો ઉપયોગ પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય. ભલે થોડીક મહેનત કે સમય વધુ શેર કરવો પડે. પરંતુ જે પરિણામ મળવાનું છે તે તો ખૂબ જ આનંદદાયક હશે ને ?

Gujarat

આપણી રાજ્ય સરકારે જનસંચય માટેના પ્રયત્નો શરૂ કર્યો છે તે જ પ્રમાણે નું કામ આપણે પણ કરી શકીએ. વરસાદના પાણીનું પાણી આપણા કુવા, ડંકી રિચાર્જ કરવા માટે ઉપયોગ કરી શકીએ. તે જ રીતે વેસ્ટ વોટરનો ઉપયોગ પણ વિચારી શકાય. આપણે આપણા આર.ઓ.પ્લાન્ટના રિજેક્ટ વોટરનો ઉપયોગ કપડા વાસણની સફાઈ માટે વિચારી શકીએ. આવા તો ઘણા ઓપ્શન મળે અને તેનો ઉપયોગ કરી આપણે જળ સંચય કરી શકીએ બરાબર ને?

રુક્ષોને કપાતા અટકાવવા માટે પણ પ્રયત્ન સહજ છે, આપણે આપણા ઘરની પસ્તી કે પુંઠા ફેંકી દેવાને બદલે કલેક્ટ કરી રેપ્રોસેસ માટે આપીએ તો તેટલા વૃક્ષો કપાતાં અટકે અને આપણને સુંદર પરિણામ મળે. થોડી મહેનત માંગી લે તેવું કામ છે પરંતુ પરિણામ ખૂબ જ લાભદાયી બને તેમ છે.

આ વાતો અને ક્ષેત્રો છે, આપણા ઘરમાં, ઓફિસમાં કે ફેક્ટરીમાં બિન-જરૂરી લાઈટ બંધ રાખીને વીજળીની બચત કરી શકીએ જેના પરિણામે પ્રદૂષણ પણ ઘટે અને ફ્યુઅલની પણ બચત થાય. કચેરીમાં દરેક રૂમની બહાર મેઇન સ્વીચ રાખવાથી ભૂલમાં લાઈટ ચાલુ રહી ગઈ હોય તો ચોકીદાર સહજતાથી તે સ્વયં બંધ કરી વીજ બચત કરી શકે. છે ને સહજ અને સરળ વાત?

તો આવા તો અનેક ક્ષેત્રોમાં પરિણામ લક્ષી પ્રયત્નો સહજ છે. તો આજથી જ પ્રયત્નો શરૂ થશે ને? શક્ય હોય તો સામાન્ય ગ્રુપમાં આ મુદ્દાઓ ઉઠાવીને પ્રયત્નો કરીએ તો ધાર્યા કરતા સુંદર પરિણામ મળે. તો પ્રયત્નો શરૂ થઈ જશે ને ! બેસ્ટ લક ! બેસ્ટ લક !!

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More