બ્રેડ પુલાવ માટેની સામગ્રી
- ૧ વાટકી ભાત
- ૧ વાટકી બેડના ટુકડા
- ૧ બટેકુ
- ૩ ડુંગળી
- ૧ લીલું મરચું
- ૧ ચમચી ધાણાજીરું
- ૧ ચમચી લાલ મરચું
- ૧/૨ ચમચી હળદર
- ૧/૨ ચમચી ખાંડ
- 1/2 ચમચી ગરમ મસાલો
- ૧ ચમચી લીંબુનો રસ
- મીઠું
- ૧ ચમચો તેલ
- ૧ ચમચી રાઈ
- ૧ ચમચી જીરું
- ચપટી હિંગ
- લીમડાના પાન
- સૌ પ્રથમ એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરી તેમાં બટેકા ઉમેરી, પછી તેમાં મીઠું, હળદર ઉમેરી સાંતળવા.
- બટેકા ચડે એટલે તેમાં ડુંગળી ઉમેરવી બને સરસ ચડી જાય એટલે તેમાં લાલ મરચું, ધાણાજીરું, ખાંડ, ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી તેમાં બ્રેડના ટુકડા અને ભાત ઉમેરવા.
- બધું બરાબર મિક્ષ કરી ગેસ બંધ કરી દેવો.
- સર્વિંગ પ્લેટમાં લઇ કોથમીર અને ડુંગળી વડે ગાર્નીશ કરવું.
- તો તૈયાર છે બ્રેડ પુલાવ
નોંધ: વટાણા,ગાજર જેવા આપના મનગમતા પારબોઈલ કરેલ વેજી ઉમેરી શકાય.